Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Studio on Wheels: ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ માર્બલ, માઇન્સનો મહારિપોર્ટ!

Studio on Wheels: ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું અંબાજી (Ambaji) એક તરફ શક્તિપીઠ તરીકે આસ્થાનું કેન્દ્ર છે તો બીજી તરફ કુદરતના ગર્ભમાંથી નીકળતા અદ્ભુત સફેદ માર્બલનું ભંડાર. તાજેતરમાં ભારત સરકાર દ્વારા અંબાજીના આ શુદ્ધ સફેદ માર્બલને GI Tag GI ટેગ એટલે કે, Geographical Indication. ભૌગોલિક ઓળખ સાથે જોડાયેલી અનન્ય ગુણવત્તા ધરાવતી માઈન્સનો ટેગ આપ્યો છે.
studio on wheels  ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ માર્બલ  માઇન્સનો મહારિપોર્ટ
Advertisement
  • STUDIO ON WHEELS ની ટીમ સીધી પહોંચી ઐતિહાસિક માર્બલ માઈન્સ સુધી
  • માર્બલ, ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવતી ડી.કે. ત્રિવેદી માર્બલ માઈન્સ
  •  માર્બલને ભારત સરકારે આપ્યો છે GI ટેગ
  • કુદરતની કલમથી લખાયેલો અને પહાડોએ સાચવેલો 'ચમકદાર' ઇતિહાસ!

Studio on Wheels: ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું અંબાજી (Ambaji) એક તરફ શક્તિપીઠ તરીકે આસ્થાનું કેન્દ્ર છે તો બીજી તરફ કુદરતના ગર્ભમાંથી નીકળતા અદ્ભુત સફેદ માર્બલનું ભંડાર. તાજેતરમાં ભારત સરકાર દ્વારા અંબાજીના આ શુદ્ધ સફેદ માર્બલને GI Tag એટલે કે, Geographical Indication. ભૌગોલિક ઓળખ સાથે જોડાયેલી અનન્ય ગુણવત્તા ધરાવતી માઈન્સનો ટેગ આપ્યો છે.જે આ વિસ્તારના માર્બલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અને કાયદેસર સુરક્ષા આપે છે ત્યારે સ્ટુડિયો ઓન વિલ્સ'ની (Studio on Wheels) ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને ડી.કે. ત્રિવેદી માર્બલ માઇન્સનો વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે, જે આ ઉદ્યોગના રહસ્યો અને ભવ્યતા પર પ્રકાશ પાડે છે.

STUDIO ON WHEELS ની ટીમ સીધી એ ઐતિહાસિક માર્બલ માઈન્સ સુધી પહોંચી

અરવલ્લીની ગીરીમાળાઓ અને બનાસકાંઠાની પર્વતમાળાઓમાં તૈયાર થતો આ માર્બલ ‘સંગેમરમર’ તરીકે શા માટે ઓળખાય છે. તે જાણવા અને સમજવા અમારી ટીમ અહીં પહોંચી હતી.તેની ખાણોનો ઇતિહાસ 1200થી 1500 વર્ષ જૂનો માનવામાં આવે છે બસ આજ આ રહસ્ય ને જાણવા. ઇતિહાસને સમજવા, અથાગ પરિશ્રમ બાદ તૈયાર થતા માર્બલના મહત્વને તમારા સુધી પહોંચાડવા માટે STUDIO ON WHEELS ની ટીમ સીધી એ ઐતિહાસિક માર્બલ માઈન્સ સુધી પહોંચી હતી જ્યાં પથ્થર પણ બોલે છે અને ઈતિહાસ જીવંત બને છે.

Advertisement

માઈન્સના મેનેજર સાથે વાર્તાલાપ

માર્બલ તેની અસાધારણ મજબૂતી, ટકાઉપણું અને દૂધ જેવી સફેદ ચમક માટે જાણીતું છે. આ માર્બલ કુદરતી પ્રક્રિયાઓથી પૃથ્વીના ગર્ભમાં હજારો વર્ષોમાં તૈયાર થાય છે, અને તેની રેખાઓ તથા તિરાડો તેની પ્રાચીનતા અને કુદરતી સૌંદર્યની વાર્તા કહે છે. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડ઼ૉ વિવેક કુમાર ભટ્ટે આ માઈન્સના મેનેજર સાથે પણ વાર્તાલાપ કર્યો અને એ જાણવાનો પ્રયાસ પણ કર્યો કે, ભારત સહિત વિશ્વના કેટલા દેશોમાં આ અહીં તૈયાર થતા માર્બલનું એક્સપોર્ટ થાય છે.

Advertisement

આ વાઈટ માર્બલની શું ખાસિયત છે?

અંબાજી ડી.કે.ત્રિવેદી માઈન્સ મેનેજર રમેશભાઈ દેસાઈએ આ વાઈટ માર્બલની શું ખાસિયત છે અને તે કેટલા વર્ષો જુની છ તે વિશે જણાવ્યુ હતુ કે, "આ વ્હાઇટ માર્બલની ખાસિયત તેની લાંબા સમય સુધી ટકી રહેતી ચમક અને મજબૂતીમાં છે. તેના કારણે જ તેને વિશ્વભરમાં માન મળ્યું છે. જીઆઈ ટેગ મળવું એ અમારા વિસ્તારની ભૂમિ અને તેની વિશેષતાનું પ્રમાણ છે.

આ માર્બલનો ઉપયોગ ક્યા ક્યા થયો છે?

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે,"આ માર્બલની ચમક માત્ર ગુજરાત કે ભારત પુરતી સીમિત નથી. તેનો ઉપયોગ દેશના અનેક પ્રસિદ્ધ સ્થળોમાં થયો છે. ઉદાહરણ તરીકે, અયોધ્યાના રામ મંદિરમાં, ગુજરાતના વિવિધ સ્વામિનારાયણ મંદિરોમાં, માઉન્ટ આબુના દિલવાડા જૈન મંદિરમાં અને અંબાજી મંદિરમાં પણ આ માર્બલનો વપરાશ થયો છે. તેમજ, રાષ્ટ્રીય મહત્વની ઇમારતો જેમ કે સંસદ ભવન અને પ્રધાનમંત્રીના નિવાસસ્થાનમાં પણ આ માર્બલનો સપ્લાય કરવામાં આવ્યો છે. વળીનાથ ધામ જેવા અન્ય ધાર્મિક સ્થળોમાં પણ તેની હાજરી જોવા મળે છે. વિદેશમાં પણ આ માર્બલની માંગ વધી રહી છે, અને તે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, વિયેતનામ જેવા દેશોમાં નિકાસ કરવામાં આવે છે.આ તમામ સ્થળો પર આ માર્બલની દૂધિયા સફેદી અને કુદરતી આકર્ષણ આસ્થા અને સૌંદર્યને વધુ ઉજ્જ્વલ બનાવે છે.

કેટલા લોકોને રોજગારી આપવામા આવે છે ?

ડી.કે. ત્રિવેદી માર્બલ માઈન્સ જેવી મુખ્ય ખાણોમાં 250થી 300 કર્મચારીઓને રોજગાર મળે છે. આધુનિક કટિંગ, પોલિશિંગ અને 30 ટન ક્ષમતાની ક્રેનોનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓ અને સંશોધકો અહીં તાલીમ અને રિસર્ચ માટે આવે છે.

માઈન્સના આસિસ્ટન્ટ મેનેજરનું નિવેદન

માઈન્સના આસિસ્ટન્ટ મેનેજર તારાચંદ ગર્ગ જણાવે છે કે, "અમે દરરોજના કામનું આયોજન કરીએ છીએ, જેમાં મોટા પથ્થરોને કાપવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. પથ્થરોને કાપ્યા પછી તેને ફેક્ટરીમાં મોકલીને વધુ પ્રોસેસિંગ કરવામાં આવે છે." તેઓ વધુમાં કહે છે કે, પ્રતિ દિવસ અહીંથી માર્બલનું ઉત્પાદન અને ડિસ્પેચ ટનોમાં થાય છે, અને અમારી પાસે 30 ટન સુધીની ક્ષમતાની ક્રેનો છે જે કામને સરળ બનાવે છે. આ પ્રક્રિયા માત્ર ખોદકામ પુરતી સીમિત નથી, પરંતુ તે પર્વતોનું સંરક્ષણ કરીને કુદરત સાથે સંતુલન જાળવીને ચાલે છે.

ગુજરાતની યશ કલગીમાં વધુ એક મોરપીંછું ઉંમેરાયું

આ મુલાકાત દરમિયાન માઈન્સના કર્મચારીઓ અને વ્યવસ્થાપકો સાથે વાતચીતમાં આ તમામ વિગતો બહાર આવી છે.આ જીઆઈ ટેગ મળવાથી અંબાજી માર્બલનું મૂલ્ય વધુ વધ્યું છે. તેની વિશેષતા તેની પ્રાકૃતિક ચમકમાં છે, જે સૂર્યની કિરણો પડતાં જ વધુ ઉજ્જ્વલ બને છે.આ ટેગ ઉત્પાદનની ગુણવત્તા અને તેની ભૌગોલિક ઉત્પત્તિની વિશિષ્ટતાને પ્રમાણિત કરે છે. અંબાજી વિસ્તારનો માર્બલ તેની દૂધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. આ માર્બલનો ઉપયોગ અંબાજી મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો અને ભવ્ય ઇમારતોમાં થાય છે. તે ગુજરાતની ધરતીની કુદરતી સૌંદર્ય અને પરંપરાગત હસ્તકૌશલ્યનું પ્રતીક છે. આ વિરાસત ગુજરાતની યશગાથામાં નવું પ્રકરણ ઉમેરે છે, અને તે વિશ્વને ગુજરાતની ભૂમિની અમૂલ્ય ભેટ તરીકે ઓળખાવે છે.

Tags :
Advertisement

.

×