Studio On Wheels: જનતા સુરક્ષા કાજે Gujarat First News અને ગુજરાત પોલીસે બનાસકાંઠામાં યોજ્યો લોકોજાગૃતિ કાર્યક્રમ
- Studio On Wheels: જનતાની સુરક્ષા માટે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત પોલીસની પહેલ
- બનાસકાંઠાના મોટા ગામ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ
- ચેનલહેડ ડો.વિવેકકુમાર ભટ્ટ અને પોલીસ અધિકારી રહ્યાં હાજર
- ચેનલહેડ ડો.વિવેકકુમાર ભટ્ટે જનતા પાસે લેવડાવી પ્રતિજ્ઞા
Studio On Wheels: ગુજરાત રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા અને નાગરિકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સભાનતા લાવવા માટે 'ગુજરાત ફર્સ્ટ' ન્યૂઝ ચેનલ અને ગુજરાત પોલીસ દ્વારા એક પ્રશંસનીય સહિયારો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના મોટા ગામ (Mota Village) ખાતે આયોજિત 'રોડ સેફ્ટી અવેરનેસ' કાર્યક્રમમાં જનમેદની ઉમટી પડી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય "સુરક્ષિત સફર, સુરક્ષિત ગુજરાત" ના મંત્રને સાર્થક કરવાનો હતો.
Studio On Wheels: ટ્રાફિકના નિયમો અંગે સમજ અપાઈ
માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ હોમાતી અટકાવવા માટેના આ વિશેષ અભિયાનમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) અને પાલનપુર ટ્રાફિક પોલીસ સબ ઈન્સપેક્ટર એચ.પી. દેસાઈ (H.P. Desai) સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જનતાને અત્યંત સરળ ભાષામાં ટ્રાફિકના નિયમો અને તેના પાલનથી થતા ફાયદાઓ વિશે મોટા ગામના લોકોને સમજ અપાઈ હતી.
જનતાની સુરક્ષા માટે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત પોલીસની પહેલ
બનાસકાંઠાના મોટા ગામ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ
ચેનલહેડ ડો.વિવેકકુમાર ભટ્ટ અને પોલીસ અધિકારી રહ્યાં હાજર
ચેનલહેડ ડો.વિવેકકુમાર ભટ્ટે જનતા પાસે લેવડાવી પ્રતિજ્ઞા
ટ્રાફિક નિયમો અંગે પોલીસે જનતાને આપ્યું માર્ગદર્શન
દંડ… pic.twitter.com/F2itRQA5ko— Gujarat First (@GujaratFirst) January 9, 2026
ટ્રાફિક નિયમો (Traffic Rules) નું પાલન કરવા પ્રતિજ્ઞાના લેવાઈ
ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટે ઉપસ્થિત તમામ ગ્રામજનો અને યુવાનો પાસે ટ્રાફિક નિયમોના પાલન માટેની પ્રતિજ્ઞા (Pledge) પણ લેવડાવી હતી. ગામના લોકોએ પ્રતિજ્ઞાના લીધી હતી કે હું મોટા ગામનો વતની પ્રજ્ઞાના લવું છું કે માર્ગ સલામતીના સંપૂર્ણ કાયદાઓનું પૂર્ણ નિષ્ઠા સાથે પાલન કરીશ. હું ટ્રાફિક નિયમોનું પાલન કરીશ, હેલ્મેટ પહેરીશ, શીટ બેલ્ટ બાંધીશ તથા ભારતના કાયદાઓનું સન્માન કરીશ. આ પ્રતિજ્ઞાથી વાતાવરણમાં એક નવો સંકલ્પ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ Studio On Wheels: અંબાજીનો કાયાકલ્પ! ગબ્બર સુધી બની રહ્યો છે 'શક્તિ કૉરિડોર', ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
'તમાારા પરિવારનું વિચારો'
ઉપસ્થિત પાલનપુર ટ્રાફિક પીએસઆઈ એચ.પી. દેસાઈએ ટ્રાફિક નિયમો અંગે સમજ આપતાં જણાવ્યું હતુ કે જાન્યુઆરી મહિનો માર્ગ સલામતી જાગૃતિ અભિયાનનો મહિનો છે. હાલ દરેક ઘરે ટુ અને ફોર વ્હીલર હોય છે, પણ આપણી માનસિકતા થઈ ગઈ છે કે ઘરેથી નીકળીએ એટલે હેલ્મેટ નહીં પહેરવાનું, શીટ બેલ્ટ નહીં બાંધવાનો. જો કે તમારે વિચારવું જોઈએ કે તમારા બાળકો, પત્ની ઘરે છે. પોલીસ દંડ લેવા નહીં તમારી રક્ષા માટે ઉભી હોય છે. દંડ ભરવાને બદલે સારી ગુણવત્તાનું હેલ્મેટ ખરીદવું વધુ હિતાવહ છે. આમ 'ગુજરાત ફર્સ્ટ' ન્યૂઝ ચેનલ અને પોલીસનો ટ્રાફિક જાગૃતિ માટે સહયારો સફળ પ્રયાસ રહ્યો. મોટા ગામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, યુવાનો અને વાહનચાલકો હાજર રહ્યા હતા.


