Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Studio on Wheels: અપરાધીઓને થરથરાવતા IPS અજય ચૌધરી વિશે આ વાતો જાણી તમે પણ દંગ રહી જશો!

STUDIO ON WHEELS હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમે એક એવા જાંબાજ અધિકારી સાથે સંવાદ કર્યો હતો કે જેઓ કલાના પ્રેમી તો છે જ સાથે જ કાયદાના જાણકાર પણ છે. અપરાધીઓ તેમના નામ માત્રથી થરથર કાપે છે અને ચિત્રકામ કરે તો પેઈન્ટિંગ પણ પ્રસન્ન થઈ જાય છે, જાણો વર્ષ 1999 બેચના IPS ઓફિસર વિશે....
studio on wheels  અપરાધીઓને થરથરાવતા ips અજય ચૌધરી વિશે આ વાતો જાણી તમે પણ દંગ રહી જશો
Advertisement
  • STUDIO ON WHEELS હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમે જાંબાજ અધિકારી સાથે સંવાદ કર્યો
  • અપરાધીઓ IPS Ajay Chaudharyના નામ માત્રથી થરથર કાપે છે
  • પોલીસની યુનિફોર્મમાં છુપાયેલા આર્ટિસ્ટ IPS અધિકારી
  • મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષા તેમજ સામાન્ય જનતાની સુરક્ષા માટે અથાગ પ્રયાસો કર્યા

Studio on Wheels:ગુજરાત ફર્સ્ટના અનોખા કાર્યક્રમ 'Studio on Wheels'ના માધ્યમથી શરૂ કરાયેલી 'જનરથ' યાત્રા સમાજના વિવિધ વર્ગો સાથે સીધો સંપર્ક સ્થાપી રહી છે. આ યાત્રાના ભાગરૂપે ગુજરાત ફર્સ્ટની ટીમે 1999 બેચના જાંબાજ IPS અધિકારી અજય ચૌધરી ( IPS Ajay Chaudhary) સાથે વાતચીત કરી હતી. અજય ચૌધરી એક તરફ અપરાધીઓને થરથર કંપાવતા કડક અધિકારી તરીકે જાણીતા છે, તો બીજી તરફ તેઓ કલા અને ચિત્રકામના પ્રેમી પણ છે. તેમની પેઇન્ટિંગ્સ જોઈને કોઈ પણ પ્રસન્ન થઈ જાય છે. વધુમાં, તેઓ મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષા તેમજ સામાન્ય જનતાની સુરક્ષા માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે.

IPS અજય ચૌધરીનું પ્રારંભિક જીવન

IPS અજય ચૌધરીએ વાર્તાલાપમાં જણાવ્યું કે તેમને પોલીસ અધિકારી બનવાની પ્રેરણા તેમની માતાએ આપી હતી. તેઓ કહે છે, "મારા માતૃશ્રીએ મને પ્રેરણા આપી." નાનપણથી જ તેઓએ પોલીસ અધિકારી બનવાનું નક્કી કરી લીધું હતું. આ પ્રેરણા તેમને સતત આગળ વધવા માટે પ્રોત્સાહન આપતી રહી છે. તેમનું જીવન એક પ્રેરણાદાયી વાર્તા છે, જેમાં માતાની પ્રેરણા અને વ્યક્તિગત મહેનતનું મિશ્રણ છે.

Advertisement

UPSC તૈયારી અને યુવાનોને સલાહ

UPSC પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને અજય ચૌધરીએ માર્ગદર્શન આપ્યું. તેઓ કહે છે કે સીટ્સ મર્યાદિત હોવાથી વધુ મહેનત કરવી પડે છે. "મહેનત કરશો તો સફળતા મળશે," એમ તેઓએ જણાવ્યું. તેઓએ યુવાનોને પણ પ્રોત્સાહન આપતા કહ્યું કે, "કોઈ પણ યુવા મહેનત કરીને આગળ વધી શકે છે." વધુમાં, તેઓએ ભારપૂર્વક કહ્યું કે, "દરેક વ્યક્તિએ ધ્યેય નક્કી કરવો જ જોઈએ" અ ને "હરીફાઈ ખૂબ છે, ધ્યાન પૂર્વક આગળ વધવું જોઈએ." તેઓના મતે, યુવાનોએ વડીલો પાસેથી સલાહ લેવી જોઈએ કારણ કે "વડીલો છે એ ખુલ્લી લાઈબ્રેરી છે." તેઓએ યુવાનોને ભારતની મહાનતા સમજાવતા કહ્યું કે, "યુવાનોએ જે જાણવું જોઈએ કે ભારત શું છે. દુનિયાને દિશા બતાવનાર ભારત છે. નાલંદા યુનિવર્સિટીમાં બાળકો દુનિયાભરમાંથી આવતા" અને "ભારત દેશ દુનિયામાં સૌથી સારો દેશ છે."

Advertisement

કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ અને પોસ્ટિંગ્સ

અલગ-અલગ જગ્યાઓ પર પોસ્ટિંગ મળવા અંગે વાત કરતા અજય ચૌધરીએ જણાવ્યું કે તેમની જીવનમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તેમને પોરબંદરમાં પોસ્ટિંગ મળ્યું. આ પોસ્ટિંગે તેમની કારકિર્દીને નવી દિશા આપી અને તેમને વધુ જવાબદારીઓ સાથે જોડ્યા. તેઓની કારકિર્દીમાં આ પરિવર્તનશીલ ક્ષણે તેમને અપરાધીઓ સામે વધુ કડક અને અસરકારક બનાવ્યા.

ડિજિટલ યુગમાં પોલીસ અને ટેક્નોલોજીનો ઉપયોગ

આજના ડિજિટલ યુગમાં પોલીસ વિભાગ ટેક્નોલોજીનો કેવી રીતે ઉપયોગ કરે છે તે અંગે અજય ચૌધરીએ વિસ્તૃત વાત કરી. તેઓ કહે છે, "AI નો યુગ ચાલી રહ્યો છે. કામગીરી વધતાં ટેકનોલોજી વધી." તેઓએ જણાવ્યું કે પોલીસ ડેટા રેકોર્ડ કરે છે અને "ટેકનોલોજીને કારણે કામની ગુણવત્તા પણ વધી." વધુમાં, તેઓએ કહ્યું કે, "ટેકનોલોજી પ્રત્યે મને વધારે રસ છે" અને "કોઈ અરજી કરે તો રિઝલ્ટ મળે તેવા પ્રયાસ" કરવામાં આવે છે. તેઓના મતે, "બધી માહિતી મોબાઇલમાં મળી જાય છે" અને "સારી માહિતીનો લાભ સૌએ લેવો જોઈએ." તેઓએ યુવાનોને ચેતવણી આપતા કહ્યું કે, "સમય સીમિત છે, જે પ્રાપ્ત કરવાનું હોય તે કરી લો."

વ્યક્તિગત જીવન અને રુચિઓ

અજય ચૌધરીનું વ્યક્તિગત જીવન પણ પ્રેરણાદાયી છે. તેઓ કહે છે, "સવારે મેડિટેશન કરું છું, પ્રકૃતિને વંદન કરું છું." વધુમાં, તેમને "સારા પુસ્તકો પણ વાંચવા ગમે છે." તેઓ કલા પ્રેમી છે અને તેમની પેઇન્ટિંગ્સ પ્રસન્નતા પ્રદાન કરે છે.

મહિલા સુરક્ષા અને પ્રયાસો

મહિલા સશક્તિકરણ અને સુરક્ષા અંગે વાત કરતા અજય ચૌધરીએ જણાવ્યું કે, "મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ મક્કમ છે." તેઓએ કહ્યું કે, "નાયબ મુખ્યમંત્રીની સૂચના મુજબ આગળ વધીએ છીએ" અને "900થી વધારે મિસિંગ કેસ સોલ્વ કર્યા." આ પ્રયાસો ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને સમર્પણને દર્શાવે છે.

'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' વિશે જાણો

ગુજરાત ફર્સ્ટની આ 'જનરથ' યાત્રા 34 જિલ્લાઓમાં આવી જ રીતે સફર કરશે. આ યાત્રા 90 દિવસમાં 10 હજાર કિલોમીટરનું અંતર કાપશે અને સમાજના વિવિધ વર્ગો સાથે જોડાશે. આ મુહિમ હેઠળ સ્થાનિક પ્રશ્નોને વાચા આપવી, ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ સફર સુધી, વિરાસતથી વિકાસ સુધી તેમજ રાજનીતિથી ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના વિષયોને આવરી લેવામાં આવશે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' દ્વારા ગુજરાત ફર્સ્ટ સમાજને વધુ નજીક લાવી રહ્યું છે.આ મુહિમ અંતગર્ગત ગુજરાત ફર્સ્ટની ટીમ તમારા જિલ્લામાં આવી રહી છે ....

આ પણ વાંચો: Studio on Wheels: રુક્મણીથી મોટી બા સુધી, સદાબહાર સ્ટાર પિંકી પરીખની સંઘર્ષ અને સફળતાની કહાની

Tags :
Advertisement

.

×