Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Studio on Wheels: મા અંબાના આશીર્વાદ સાથે નવી શરૂઆત, ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચશે ગુજરાત ફર્સ્ટ

ગુજરાતની પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટએ (Gujarat first) પોતાની નવી પહેલ 'Studio on Wheels'ની ભવ્ય શરૂઆત કરી છે. આ વિશેષ વાનનો પ્રારંભ વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પૂજા અને ધજા ચઢાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટની ઉપસ્થિતિમાં આ યાત્રા બનાસકાંઠા જિલ્લાથી શરૂ થઈ છે.
studio on wheels  મા અંબાના આશીર્વાદ સાથે નવી શરૂઆત  ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચશે ગુજરાત ફર્સ્ટ
Advertisement
  • ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની (Studio on Wheels)  ભવ્ય શરૂઆત
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'નો શક્તિપીઠ અંબાજીથી આરંભ
  • ચેનલ હેડ ડો.વિવેકકુમાર ભટ્ટે અંબાજી મંદિરમાં ચઢાવી ધજા
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' થકી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિગ
  • જનતાની સમસ્યાઓને ગ્રાઉન્ડ ઝીરો પરથી લવાશે પ્રકાશમાં

Studio on Wheels: ગુજરાતના પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટએ (Gujarat first) પોતાની નવી પહેલ 'Studio on Wheels'ની ભવ્ય શરૂઆત કરી છે. આ વિશેષ વાનનો પ્રારંભ વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji mandir) ખાતે પૂજા અને ધજા ચઢાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટની  (Dr. Vivek kumar bhatt) ઉપસ્થિતિમાં આ યાત્રા બનાસકાંઠા જિલ્લાથી શરૂ થઈ છે.

શક્તિપીઠ અંબાજીથી ગુજરાત ફર્સ્ટની યાત્રાનો મંગલ પ્રારંભ

વર્ષ 2026ના પ્રથમ દિવસે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અંબાજીમાં પહોંચી હતી. અહીં ચેનલ ડૉ. હેડ વિવેક કુમાર ભટ્ટે અંબાજી મંદિર ખાતે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. જે બાદ સમગ્ર ટીમે મા અંબાના દર્શન કરી ધજા ચઢાવી હતી. આમ માં અંબાના દર્શન કરી સ્ટુડિયો ઓન વ્હીલ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. નવા વર્ષથી ગુજરાત ફર્સ્ટના નવા શો સ્ટુડિયો ઓન વ્હીલ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે.

Advertisement

ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચશે ગુજરાત ફર્સ્ટ

આ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' એક મોબાઇલ સ્ટુડિયો છે, જે ગ્રાઉન્ડ ઝીરો પરથી સીધી રિપોર્ટિંગ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન બનાસકાંઠા જિલ્લાના પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોની વાતોને આવરી લેવામાં આવશે. સાથે જ સ્થાનિક જનતાની સમસ્યાઓને પણ ગ્રાઉન્ડ ઝીરો પરથી જાણીને તેને પ્રકાશમાં લાવવામાં આવશે.

Advertisement

ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે શું કહ્યું ?

અંબાજી મંદિર – જે 51 શક્તિપીઠોમાંનું એક છે – આ પવિત્ર સ્થળથી શરૂ થતી આ યાત્રા ગુજરાતના લોકો સુધી સીધી અને સાચી માહિતી પહોંચાડવાનો હેતુ ધરાવે છે. ડૉ. વિવેક કુમાર ભટ્ટે આ પ્રસંગે જણાવ્યું કે, આ પહેલથી ગુજરાતના દરેક ખૂણે પહોંચીને વાસ્તવિક મુદ્દાઓને ઉજાગર કરીશું.

 આ પણ વાંચો:  Studio on Wheels: અપરાધીઓને થરથરાવતા IPS અજય ચૌધરી વિશે આ વાતો જાણી તમે પણ દંગ રહી જશો!

Tags :
Advertisement

.

×