STUDIO ON WHEELS : નંદીને 'આખલો' કહેવા પર દંડ! મહંત ત્રિકમદાસ મહારાજ સાથે ખાસ વાતચીત
- ગુજરાત ફર્સ્ટનું અનોખું અભિગમ STUDIO ON WHEELS પહોંચ્યું સચ્ચિદાનંદ આશ્રમ
- સેવાની મૂર્તિ એવા પ.પૂ. મહંત ત્રિકમદાસ મહારાજ સાથે ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટની ખાસ વાતચીત
- આશ્રમમાં 700 થી 750 નંદીની સેવા કરવામાં આવે છે, નંદીને 'આખલો' કહેવા પર 1000 રૂપિયાનો દંડ!
- ગોવર્ધન કન્યા વિદ્યાલય અને હોસ્ટેલ, ગોવર્ધન પરિક્રમા, બરસાનાં દર્શન, ફ્રી સેવા અંગે આપી માહિતી
- 500 થી વધુ દીકરીને ભણતર અને સંસ્કાર આપ્યા, સંવેદના ગ્રૂપ કરે છે નંદી શાળાનું સંચાલન
Kutch : ગુજરાત ફર્સ્ટનું (Gujarat First News) અનોખું અભિગમ સ્ટુડિયો ઓન વ્હિલ્સ (STUDIO ON WHEELS) હાલ કચ્છની યાત્રા પર છે. દરમિયાન, સ્ટુડિયોની વ્હિલ્સની ટીમે અંજાર પાસે સેવાની મૂર્તિ એવા પ.પૂ. મહંત ત્રિકમદાસ મહારાજના આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં, સચ્ચિદાનંદ આશ્રમનાં (Sachidanand Ashram) પરમ પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ (Shri Trikamdas Ji Maharaj) સાથે ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) વિશેષ સંવાદ કર્યો હતો. આશ્રમમાં 700 થી 750 નંદીઓની સેવા કરવામાં આવે છે. અહીંનો એક કડક નિયમ છે કે નંદીને 'આખલો' કહેવા પર 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે, તેમને સન્માનથી 'નંદી' જ કહેવાય છે. મહંત ત્રિકમદાસજી મહારાજે સચ્ચિદાનંદ સંપ્રદાય, આશ્રમ, ગોવર્ધન પરિક્રમા, બરસાના દર્શન, ગોવર્ધન કન્યા છાત્રાલય અંગે વિગતવાર માહિતી આપી હતી.
'નંદીના પેટમાંથી 35-40 કોથળા જેટલું પ્લાસ્ટિક કાઢી નવું જીવન આપ્યું'
આ ઇન્ટરવ્યૂનો સૌથી ભાવુક હિસ્સો એ છે કે કેવી રીતે શહેરોમાં પ્લાસ્ટિક ખાઈને મોતના મુખમાં ધકેલાતા નંદીઓને અહીં બચાવવામાં આવે છે. મહારાજશ્રીએ જણાવ્યું કે, એરંડિયા જેવા ઉપચારો દ્વારા નંદીના પેટમાંથી 35-40 કોથળા જેટલું પ્લાસ્ટિક કાઢીને તેમને નવું જીવન આપવામાં આવ્યું છે. જાણો, 25,000 વૃક્ષોથી હરિયાળા બનેલા ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ અને નિઃસ્વાર્થ નંદી સેવાની આ અદભૂત ગાથા...
25,000 થી વધુ વૃક્ષથી હરિયાળું ગોવર્ધન પર્વત, વ્રજ-બરસાનાના ભાવ સાથે પ્રદક્ષિણા
સચ્ચિદાનંદ આશ્રમમાં (Sachchidananda Ashram) ગોવર્ધન પર્વત બનેલો છે જે અંગે વાત કરતા પ.પૂ. મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે (Shri Trikamdas Ji Maharaj) જણાવ્યું કે, વર્ષ 2016 માં ગોવર્ધન પર્વતનું નિર્માણ કર્યું. અહીં, 20 થી 25 હજાર અલગ-અલગ વૃક્ષ વાવેલા છે. પ્રદક્ષિણામાં પ્રકૃતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વ્રજનો ભાવ, બરસાનાનો ભાવ લઇ લોકો અહીં પ્રદક્ષિણા કરે છે. તેમણે જણાવ્યું કે, પહેલા અહીં લોકો આવતા પણ ડરતા હતા. બાવળ પણ ઊગતું ન હતું. વનવિભાગે પણ કહ્યું હતું કે એક પણ ઝાડ નહીં ઊગે. જો કે, અમે ચેલેંજ સ્વીકારી અને આજે 25 હજાર ઝાડ, એ પણ આપણી સાથે વાતો કરતા હોય એવા ઝાડ. ડેઇલી બે કલાક સંગીત વાગતું હોય, સંતોની પધરામણી થતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Pm Modi) પણ અહીં આવી ગયા છે. સંઘના વડા મોહન ભાગવત (Mohan Bhagwat) પણ આવી ગયા છે.
નીચે રમણ રેતી અને ઉપર બરસાનાનો ભાવ, યમુનાજીનાં દર્શનની સુવિધા
પ.પૂ. મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે (Shri Trikamdas Ji Maharaj) જણાવ્યું કે, જે તે વખતે વડાપ્રધાન મોદી આવેલા એમણે ગોવર્ધન પર્વતને નિહાળી એવો ભાવ વ્યક્ત કર્યો કે મારું સપનું છે, કે ભૂજીયો ડુંગર ત્યાં આપણે કંઇ કરી શકીએ કે નહીં. અમે કહ્યું કે, ચોક્કસ કરી શકીએ. એને માટે અમે ગોવર્ધનની (Govardhan) ટીમ લગભગ 200-300 જણ ભૂજીયા ડુંગરે જતાં. એક વર્ષ સુધી સતત સેવા કરી ડુંગર પર અને આવી રીતે હરિયાળું ઊભું કર્યું. ગોવર્ધનની વાત કરીએ તો એમાં રમણ રેતી પણ છે. ગોકુળમાં લોકોની આસ્થાનું કેન્દ્ર એવું એક સ્થળ છે. અમે અહીં, રમણ રેતી થોડી થોડી પાથરી છે. નીચે રમણરેતી, ઉપર બરસાનાનો ભાવ, નાના છોકરાઓ માટે રમવાના સાધનો. યમુનાજીનાં દર્શન. આપણે કચ્છનું (Kutch) જે ટ્રેડિશનલ કહી શકાય એવું આખું ગામડાનું વાતાવરણ ઊભુ કર્યું છે અને આ બધું નિઃશુલ્ક છે.
આ પણ વાંચો - Studio on Wheels: LIC અને SBI માં નોકરી કરી, પણ નસીબમાં IPS લખ્યું હતું, SP Himanshu Solanki ની પ્રેરણાદાયી સફર
નંદી એટલે ધર્મનો સ્તંભ, નંદીજી આસ્થાનું કેન્દ્ર છે : મહંત ત્રિકમદાસજી મહારાજ
સચ્ચિદાનંદ આશ્રમમાં (Sachchidananda Ashram) એક કડક નિયમ છે કે નંદીને 'આખલો' કહેવા પર 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે, તેમને સન્માનથી 'નંદી' જ કહેવાય છે. ત્યારે નંદીશાળા અંગે વાત કરતા પ.પૂ. મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે કહ્યું કે, નંદી એટલે ધર્મનો સ્તંભ. આપણે ભગવાન શિવના મંદિરમાં પ્રથમ નંદીને પગે લાગીએ. નંદીજી આસ્થાનું કેન્દ્ર છે. અમે સંકલ્પ કર્યો હતો કે, નંદીઓ માટે અમે કંઈક કરીશું. આથી, અંજારમાં (Anjar) સંવેદના ગ્રૂપ સાથે મળી 11 નંદી થી નંદીશાળાની શરૂઆત કરી. આ જગ્યા પર દર વર્ષે જન્માષ્ટમીનાં બીજા દિવસે નંદમહોત્સવ ઊજવાય છે. લગભગ 20 હજાર લોકો અહીં આવે છે. કચ્છી વન ભોજન કરે છે. આજે 700 થી વધુ નંદી નંદીશાળામાં છે.
'નંદીશાળામાં બે કલાક સંગીત સંભળાવી સ્વભાવ પરિવર્તન કરાય છે'
તેમણે વધુમાં જણાવ્યું કે, નંદીશાળામાં (Nandishala) બે કલાક સંગીત સંભળાવી સ્વભાવ પરિવર્તન કરવામાં આવે છે. સારામાં સારું સિઝનેબલ ફ્રૂટ આપવામાં આવે છે. મૂળા, ગાજર, ટામેટા આપીએ છીએ. દરરોજ ડોક્ટરની ટીમ પણ ચેક કરવા આવે છે. ઘણી જગ્યાએ ગૌશાળા હોય, પાંજરાપોળ હોય પણ નંદીશાળા ઘણું ઓછું સાંભળવા મળે છે. અહીં, સો ટકા નંદી જ છે. પ.પૂ. મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે (Shri Trikamdas Ji Maharaj) સચ્ચિદાનંદ સંપ્રદાય, આશ્રમ, ગોવર્ધન પર્વત, પરિક્રમા, બરસાના દર્શન, ગોવર્ધન કન્યા છાત્રાલય સહિત ઘણી બધી બાબતો અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગોવર્ધન કન્યા વિદ્યાલય અને હોસ્ટેલ થકી અત્યાર સુધીમાં 500 થી વધુ દીકરીઓને ભણતર અને સંસ્કાર આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Studio on Wheels: Kutch ની ખેતી અને Ashapura Farm ની સફર, જુઓ Dr. Vivek Kumar Bhatt સાથે Exclusive


