Studio on Wheels: દાદાનો વિચાર અને પપ્પાનું સપનું,વડસ્માની આ સંસ્થામાં IPD ચાર્જ કેમ નથી લેવાતો? જાણો સત્ય
- Studio on Wheels માં SRI Education ના Trustee Meshwa Rao સાથે મહત્વપૂર્ણ ચર્ચા
- Gujarat First ના Channel Head Dr. Vivek Kumar Bhatt પહોંચ્યા વડસ્મા સ્થિત SRI Education કેમ્પસમાં
- SRI Education ના ટ્રસ્ટી Ms. Meshwa Rao સાથે વિશેષ સંવાદ
- વિદ્યાર્થીઓના ભવિષ્યનો સાચો 'ઉત્તર' મળ્યો છે ગુજરાતના મહેસાણામાં
- આયુર્વેદિક કોલેજના ડિરેક્ટરે સંસ્થાની સફર, સેવાકીય પ્રવૃત્તિઓ અને ભવિષ્યના વિઝન વિશે નિખાલસ ચર્ચાઓ
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની Studio on Wheels ની ટીમ જ્યારે મહેસાણા (Mahesana) ના વડસ્મા (Vadsma) પહોંચી, ત્યારે શિક્ષણ અને સનાતન સંસ્કૃતિનો એક અદભૂત સંગમ જોવા મળ્યો. ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt ) સાથેની ખાસ વાતચીતમાં SRI એજ્યુકેશન (SRI Education ) ના ટ્રસ્ટી મેશ્વા રાવ (Ms. Meshwa Rao ) અને આયુર્વેદિક કોલેજના ડિરેક્ટરે સંસ્થાની સફર, સેવાકીય પ્રવૃત્તિઓ અને ભવિષ્યના વિઝન વિશે નિખાલસ ચર્ચાઓ કરી હતી.
Studio on Wheels માં SRI Education ના Trustee Meshwa Rao સાથે મહત્વપૂર્ણ ચર્ચા
સંવાદની શરૂઆતમાં મેશ્વા રાવે સંસ્થાના મૂળિયાં વિશે જણાવતા કહ્યું કે, "આ સંસ્થા પાછળ મારા દાદાનો વિચાર અને પપ્પાની મહેનત રહેલી છે. મારા નાના (મમ્મીના પપ્પા) કથાકાર હતા, જેના કારણે સંસ્કાર અને સંસ્કૃતિ અમારા લોહીમાં છે. આ જમીન અમારા બાપુદાદાની છે, જ્યાં વર્ષ 2001માં અમે PTC (શિક્ષણ) કોર્સથી આ શૈક્ષણિક યજ્ઞની શરૂઆત કરી હતી." સમયની સાથે અહીં અનેક નવા કોર્સ ઉમેરાયા અને આજે આ સંસ્થા શિક્ષણનું મોટું કેન્દ્ર બની છે.
Studio on Wheels: SRI Education ના Trustee Meshwa Rao સાથે Dr. Vivek Kumar Bhatt મહત્વપૂર્ણ ચર્ચા
વિદ્યાર્થીઓના ભવિષ્યનો સાચો 'ઉત્તર' મળ્યો છે ગુજરાતના મહેસાણામાં. Studio On Wheels ની ટીમ અને Gujarat First ના Channel Head Dr. Vivek Kumar Bhatt પહોંચ્યા છે વડસ્મા સ્થિત SRI… pic.twitter.com/AYF5ZoFRsE— Gujarat First (@GujaratFirst) January 31, 2026
આયુર્વેદિક ચિકિત્સા: સેવા જ પરમો ધર્મ
વર્ષ 2020માં સંસ્થાએ આયુર્વેદિક શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવ્યું. આજે અહીં ચાર માળની ભવ્ય આયુર્વેદિક હોસ્પિટલ કાર્યરત છે, જેમાં:
60 બેડની સુવિધા:દર્દીઓની સારવાર માટે આધુનિક વ્યવસ્થા.
ઓપરેશન થિયેટર:અત્યાધુનિક સાધનોથી સજ્જ બે ઓપરેશન થિયેટર.
નિઃશુલ્ક સેવા: સૌથી મહત્વની વાત એ છે કે, અહીં IPD (ઇન-પેશન્ટ ડિપાર્ટમેન્ટ) માં દર્દીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.
પ્રેક્ટિકલ જ્ઞાન: વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ લેબ અને હોસ્પિટલમાં પ્રેક્ટિકલ તાલીમ પર ભાર મૂકવામાં આવે છે.
વિવિધ યુનિવર્સિટીઓ સાથે સંલગ્નતા
SRI એજ્યુકેશન અંતર્ગત ચાલતા વિવિધ કોર્સ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા છે:
એન્જિનિયરિંગ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU).
B.Ed અને PTC: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ).
આયુર્વેદ: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જામનગર).
ટ્રસ્ટીએ જણાવ્યું કે સરકારનો પણ આ શિક્ષણ કાર્યમાં પૂરો સહયોગ મળી રહ્યો છે અને સંસ્થાનો મુખ્ય હેતુ નફો કમાવાનો નહીં પણ સમાજને શિક્ષિત કરવાનો છે.
સનાતન સંસ્કૃતિ અને સામાજિક જવાબદારી
"બાળકો ભણશે તો જ પરિવારનો ગ્રોથ થશે અને ભણતરથી જ ભારતનું કલ્યાણ થશે," તેવા મક્કમ નિર્ધાર સાથે સંસ્થા ગ્રામીણ વિસ્તારોમાં કેમ્પ કરીને આરોગ્ય સેવાઓ પહોંચાડી રહી છે. આ સાથે જ વિદ્યાર્થીઓને સનાતન ધર્મનું મહત્વ સમજાવી સંસ્કારનું સિંચન પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: Studio On Wheels: શું ભવિષ્યમાં ડૉક્ટરની જગ્યા AI લેશે? જાણો મહેસાણાના મેડિકલ સ્ટુડન્ટ્સે શું કહ્યું


