Studio on Wheels: દેશની શ્રેષ્ઠ 35 યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ; જાણો વાઈસ ચાન્સેલરએ વિઝન અને મિશન વિશે શું કહ્યું
- Studio on Wheels માં Saurashtra University ના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ઉત્પલ એસ. જોશી સાથે સંવાદ
- નવી શિક્ષણ નીતિ અંગે વાઈસ ચાન્સેલરનો મોટો ખુલાસો
- દેશની 35 શ્રેષ્ઠ 'મેરુ' યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ
- કેન્દ્ર સરકારની 100 કરોડની ગ્રાન્ટથી આઈઆઈટી જેવી સુવિધાઓ મળશે
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ઉત્પલ એસ. જોશી ( Prof. Utpal S. Joshi) સાથે ખાસ સંવાદ યોજાયો હતો. આ સંવાદમાં યુનિવર્સિટીના વિકાસ, નવી શિક્ષણ નીતિ અને ભવિષ્યના વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Studio on Wheels માં Saurashtra University ના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ઉત્પલ એસ. જોશી સાથે સંવાદ
યુનિવર્સિટીના શૈક્ષણિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 363 એકરના વિશાળ કેમ્પસમાં ફેલાયેલી છે અને હાલમાં ત્યાં 29 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. આ યુનિવર્સિટી સાથે પાંચ જિલ્લાઓની 295 જેટલી કોલેજો સંલગ્ન છે.
યુનિવર્સિટીનો વિકાસ
પ્રોફેસર જોશીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો દેશની 35 મેરુ (Multidisciplinary Education and Research University) યુનિવર્સિટીઓમાં સમાવેશ થયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનાથી આઈઆઈટી કક્ષાની રિસર્ચ ફેસિલિટી અને અત્યાધુનિક સાધનો વસાવવામાં આવશે. આ સુવિધાનો લાભ માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ મળશે.
નમસ્કાર દર્શક મિત્રો, 'Studio on Wheels' ની ટીંમ આજે પહોંચી છે Saurashtra ના વિદ્યાધામ સમાન Saurashtra University ના આંગણે.
આજે JD Gujarati મુલાકાત લઈ રહ્યા છે એક એવા કુલપતિની જેઓ પોતે આ જ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચુક્યા છે. Prof. Utpal Joshi સાથેના આ વિશેષ સંવાદમાં… pic.twitter.com/pcisaq07qJ— Gujarat First (@GujaratFirst) May 4, 2026
નવી શિક્ષણ નીતિ (NEP 2020) અને ઇનોવેશન
નવી શિક્ષણ નીતિ (NEP 2020) ના અમલીકરણ અંગે તેમણે માહિતી આપી કે યુનિવર્સિટી મલ્ટીડિસીિપ્લિનરી એપ્રોચ પર ભાર મૂકી રહી છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની ફેકલ્ટી બહારના વિષયો પણ શીખી શકશે. ઉદાહરણ તરીકે, ઇકોનોમિક્સનો વિદ્યાર્થી ફિઝિક્સના લેક્ચર પણ ભરી શકશે. આ ઉપરાંત, યુનિવર્સિટી કેમ્પસની વિશાળ જગ્યામાં પ્રાકૃતિક ખેતી અને આયુર્વેદિક પ્લાન્ટેશનનો પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ સ્વાવલંબી બને અને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવે. એડમિશન પ્રક્રિયા માટે જીકાસ (GCAS) પોર્ટલના ઉપયોગથી વિદ્યાર્થીઓ માટે એક જ ફોર્મ ભરીને વિવિધ કોલેજોમાં પ્રવેશ મેળવવાનું સરળ અને પારદર્શક બન્યું છે.
વિદ્યાર્થીલક્ષી અભિગમ અને જીવનશૈલી
પ્રોફેસર જોશીએ તેમના અંગત જીવન અને કાર્યશૈલી વિશે જણાવતા કહ્યું કે તેઓ પારદર્શક વહીવટમાં માને છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના ત્વરિત નિકાલને અગ્રતા આપે છે. તેમને ઉપનિષદ અને મોટિવેશનલ પુસ્તકો વાંચવાનો વિશેષ શોખ છે. યુનિવર્સિટીમાં મહેમાનોનું સન્માન પુષ્પગુચ્છના બદલે પુસ્તકો આપીને કરવાની નવી પરંપરા પણ તેમણે શરૂ કરી છે.
ગુજરાત ફર્સ્ટના અભિગમને બિરદાવ્યો
અંતમાં, તેમણેગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સના માધ્યમથી સકારાત્મક સમાચારો લોકો સુધી પહોંચાડવાના પ્રયાસને બિરદાવ્યો હતો.
આ પણ વાંચો: Studio on Wheels: રાજકોટથી PGVCLના એમ.ડી. કેતન જોશી સાથે ખાસ વાતચીત, જાણો વીજ ક્ષેત્રે થયેલા મોટા બદલાવ


