Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels in Kutch: ઉદ્યોગ સાહસિક Rajendrabhai Tankસાથે Dr. Vivek Kumar Bhatt નો ખાસ સંવાદ

કચ્છની ખમીરવંતી ધરાએ અનેક હીરાઓ આપ્યા છે, જેમાંથી એક છે રાજેન્દ્રભાઈ ટાંક. તાજેતરમાં 'ગુજરાત ફર્સ્ટ'ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' કાર્યક્રમમાં ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ સાથેની ખાસ વાતચીતમાં તેમણે પોતાના જીવનના સંઘર્ષો, વ્યવસાયિક સફળતા અને કચ્છના બદલાતા ચહેરા વિશે નિખાલસ ચર્ચાઓ કરી હતી.
studio on wheels in kutch  ઉદ્યોગ સાહસિક rajendrabhai tankસાથે dr  vivek kumar bhatt નો ખાસ સંવાદ
Advertisement
  • Studio on Wheels in Kutch: "જાત મહેનત જિંદાબાદ એ જ મારો સિદ્ધાંત છે."
  • ઇલેક્ટ્રિકની દુકાન અને વાયરિંગના કામથી બિલ્ડર અને હોટલ માલિક સુધીની ઉડાન
  • "જે ગામમાં દુકાન ન હતી ત્યાં આજે ATM છે, સ્મૃતિવન પહેલા જંગલ હતું
  • ધોળાવીરામાં 50+ હોટલો બની, ટુરિઝમમાં તેજીનો તરંગ અને એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક
  • "RPI પાર્ટી NDA ને જ સપોર્ટ કરે છે, મોદી સાહેબ છે કોઈ જ ચિંતા નથી."

Studio on Wheels in Kutch: Gujarat First ના Studio On Wheels માં આપણી સાથે છે કચ્છના સામાજિક અગ્રણી, ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લોના પ્રમુખ અને RPI ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્રભાઈ ટાંક (Rajendrabhai Tank). આ ઇન્ટરવ્યુમાં જાણો 2001ના ભયંકર ભૂકંપ બાદ PM Modi ના વિઝનથી કેવી રીતે કચ્છનું નવનિર્માણ થયું. સ્મૃતિ વન, ધોળાવીરામાં 50થી વધુ નવી હોટલો, એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક અને ભારત-EU ડીલ વિશે રાજેન્દ્રભાઈના ખુલ્લા વિચારો જાણો.

Channel Head Dr. Vivek Kumar Bhatt સાથેના આ નિખાલસ સંવાદ (Dialogue) માં રાજેન્દ્રભાઈએ પોતાની અત્યંત પ્રેરણાદાયી સફર (Inspirational journey) વર્ણવી. ભુજમાં આર્મી પિતા અને ઓઇલ મીલમાં કામ કરતી માતાના સંતાન તરીકે ઘરે ઘરે ઇલેક્ટ્રિક વાયરિંગ (Electric wiring) કરવાથી લઈને 8-10 હજાર પ્લોટના વેચાણ અને હોટલ ઇન્ડસ્ટ્રી (Hotel Industry) ના અગ્રણી બનવા સુધીની તેમની મજલ યુવાનો માટે એક મોટું ઉદાહરણ (Big example) છે.

Advertisement

Studio on Wheels in Kutch: ગરીબીમાંથી ઉચ્ચ શિખરો સુધી

રાજેન્દ્રભાઈનો જન્મ કચ્છના માધાપર (Madhapar of Kutch) માં થયો હતો. તેમના પિતા આર્મીમાં હતા અને તેમનો માસિક પગાર માત્ર 140 રૂપિયા હતો. માતા તે સમયે ઓઇલ મિલમાં કામ કરતા હતા. સંઘર્ષ એટલો હતો કે પિતાના જૂના આર્મી ડ્રેસ (Army dress) માંથી ચડ્ડી બનાવીને તેઓ શાળાએ જતા હતા. આ ગરીબીએ જ તેમને 'જાત મહેનત જિંદાબાદ' (Long live hard work) નો પાઠ શીખવ્યો.

Advertisement

Studio on Wheels in Kutch: જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ

ભણ્યા પછી તેમણે ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ શરૂ કર્યું અને માધાપરમાં એક નાની દુકાન ખોલી. જીવનમાં વળાંક (A turning point in life) ત્યારે આવ્યો જ્યારે તેઓ તેમના ગુરુ સમાન લીલાધરભાઈ દામાના સંપર્ક (Contact) માં આવ્યા. એક જમીન સોદામાં મળેલી બ્રોકરેજની રકમ તેમની મહિનાની કમાણી કરતાં પણ વધુ હતી. આ ઘટનાએ તેમનું મગજ ખોલી નાખ્યું અને ત્યાંથી તેમણે રિયલ એસ્ટેટ (Real estate) ક્ષેત્રે ઝંપલાવ્યું. આજે તેઓ 'ઓધવ ડેવલપર્સ' (Odhav Developers) દ્વારા 8-10 હજાર પ્લોટના વેચાણ અને હોટલ ઇન્ડસ્ટ્રીના અગ્રણી (Hotel industry leader) નામ બની ગયા છે.

Studio on Wheels in Kutch: ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ અને સામાજિક જવાબદારી

રાજેન્દ્રભાઈ હાલ 'ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લો' (Global Chambers of Commerce Industry and Law) ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્થા દિલ્હીમાં નોંધાયેલી છે અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટના પ્રશ્નો, ખાસ કરીને યુરોપિયન યુનિયન (European Union) સાથેના વેપાર કરાર (Trade Deal) ના ફાયદાઓ નાના ઉદ્યોગકારો સુધી પહોંચાડવાનું કામ કરે છે.

આ પણ વાંચો---- Studio on Wheels: Bhagyodaya Multispecialty Hospitalના ટ્રસ્ટી Dilipbhai Patel સાથે વિશેષ સંવાદ

Studio on Wheels in Kutch: કચ્છનું નવનિર્માણ અને પ્રધાનમંત્રી મોદીનું વિઝન

2001ના ભયંકર ભૂકંપ બાદ કચ્છનું જે અભ્યુદય થયું તે રાજેન્દ્રભાઈએ નજરે જોયું છે. તેમણે જણાવ્યું કે...
સ્મૃતિ વન: જ્યાં પહેલા માત્ર જંગલ અને બાવળિયા હતા, ત્યાં આજે પ્રવાસીઓ માટે અદભૂત સ્મૃતિ વન અને મિયાવાકી વન બન્યા છે.
ટુરિઝમ: ધોળાવીરા (Dholavira) અને ધોરડોમાં જ્યાં પહેલા એક દુકાન નહોતી, ત્યાં આજે ATM છે અને 50 થી વધુ હોટલો કાર્યરત છે.
સોલાર હબ: કચ્છમાં એશિયા (Asia) નો સૌથી મોટો સોલાર પાર્ક બની રહ્યો છે, જે લાખો લોકોને રોજગારી પૂરી પાડશે.

Studio on Wheels in Kutch: રાજકીય સફર અને રામદાસ આઠવલે સાથેનું જોડાણ

યુવા ભાજપના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર રાજેન્દ્રભાઈ હાલ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (Republican Party of India) (RPI) માં રાષ્ટ્રીય સચિવ છે. તેઓ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે (Union Minister Ramdas Athawale) ના પ્રભાવશાળી અને ભેદભાવ વગરના સ્વભાવથી પ્રભાવિત થયા હતા. તેમની પાર્ટી એનડીએ (NDA) સરકારના સમર્થનમાં રહીને રાષ્ટ્રહિત (National interest) માં કામ કરી રહી છે.

Studio on Wheels in Kutch: યુવાનો માટે સંદેશ

તેમનું માનવું છે કે કોરોના બાદ જે સ્ટાર્ટઅપ્સ (Startups) બંધ થયા છે તેમને બેંકોએ ફરીથી લોન આપીને બેઠા કરવા જોઈએ. તેમના મતે બિઝનેસ (Business) હંમેશા ઉપર-નીચે થયા કરે છે, પણ જો મજબૂત મનોબળ હોય તો સફળતા ચોક્કસ મળે છે. જીવનના 60 વર્ષ પૂરા કર્યા પછી તેમનું એક જ સપનું છે - લોકોની સેવા કરવી અને પોતાનો અનુભવ વહેંચીને અન્યોને પ્રેરણા આપવી.

આ પણ વાંચો---- Studio on Wheels: Kutch ની ધરતી પર લહેરાતો પાક! Gujarat First પહોંચ્યું ખેડૂતોના શેઢે

Tags :
Advertisement

.

×