Studio On Wheels : ખાખીનો માનવતાવાદી ચહેરો, Botad SP Dharmendra Sharma પાસેથી જાણો શું છે 'દાદા-દાદીના દોસ્ત' પ્રોજેક્ટ
- Studio On Wheels માં બોટાદ (Botad) જિલ્લાના એસપી ધર્મેન્દ્ર શર્મા (SP Dharmendra Sharm) સાથે સંવાદ
- એસપી ધર્મેન્દ્ર શર્મા (SP Dharmendra Sharm) એ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની નવીનતમ કામગીરી અંગે કરી ચર્ચા
- "પોલીસ પ્રજાની વચ્ચે હોય તો જ ગુના ઘટે" : Botad SP Dharmendra Sharma
- જિલ્લામાં એક અનોખો પ્રોજેક્ટ 'દાદા-દાદીના દોસ્ત' કાર્યરત
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં બોટાદ (Botad) જિલ્લાના એસપી ધર્મેન્દ્ર શર્મા (SP Dharmendra Sharm) એ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની નવીનતમ કામગીરી અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસની ફિલ્ડ પર હાજરી વધવાથી ગુનેગારોમાં ફફડાટ અને જનતામાં વિશ્વાસ વધે છે.
Studio On Wheels માં બોટાદ (Botad) જિલ્લાના એસપી ધર્મેન્દ્ર શર્મા (SP Dharmendra Sharm) સાથે સંવાદ
એસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે બોટાદમાં છેલ્લા બે મહિનાથી એક ખાસ અભિગમ અપનાવવામાં આવ્યો છે. દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓએ દિવસમાં ઓછામાં ઓછા બે કલાક ફરજિયાતપણે ફિલ્ડ પર રહેવું પડે છે. ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગના કારણે બજારમાં થતી નાની-મોટી બોલાચાલી કે છરીબાજી જેવા બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
સાયબર ક્રાઈમમાં બોટાદ સ્ટેટમાં મોખરે
સાયબર ક્ષેત્રે બોટાદ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, સાયબર ફ્રોડમાં ફ્રીઝ થયેલા નાણાં પરત અપાવવામાં બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં નંબર વન પર છે. અરસદારોને તેમના 90 % જેટલા નાણાં પરત મેળવવામાં પોલીસે સફળતાપૂર્વક મદદ કરી છે.
'દાદા-દાદીના દોસ્ત' અને સામાજિક પોલીસિંગ
જિલ્લામાં એક અનોખો પ્રોજેક્ટ 'દાદા-દાદીના દોસ્ત' કાર્યરત છે. આ અંતર્ગત એકલા રહેતા કે જરૂરિયાતમંદ વૃદ્ધો સુધી પોલીસ રાશન અને અન્ય પાયાની જરૂરિયાતો પહોંચાડે છે. પોલીસ અહીં દાતાઓ અને જરૂરિયાતમંદો વચ્ચે એક 'બ્રિજ' તરીકે કામ કરી રહી છે.
ધાર્મિક સ્થળોની સુરક્ષા અને ટેકનોલોજી
સાળંગપુર અને ગઢડા જેવા મોટા ધાર્મિક કેન્દ્રોમાં ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટ પોલીસ માટે મોટો પડકાર હોય છે. મંદિરો સાથે સંકલન સાધીને સમગ્ર કેમ્પસ સીસીટીવીથી સજ્જ કરાયા છે. સીસીટીવીની મદદથી તાજેતરમાં જ લાખોની કિંમતના દાગીના અને રોકડ ભરેલી બેગ શોધીને યાત્રાળુઓને પરત કરવામાં આવી છે.
વાલીઓને અપીલ: બાળકોને 'ક્વોલિટી ટાઈમ' આપો
એસપીએ સોશિયલ મીડિયા અને મોબાઈલ એડિક્શન અંગે ચિંતા વ્યક્ત કરતા વાલીઓને શીખ આપી હતી. તેમણે જણાવ્યું કે, સગીર વયની દીકરીઓ જે રીતે ભરમાઈને ઘર છોડે છે તે રોકવા માટે વાલીઓએ બાળકો સાથે દિવસમાં ૧-૨ કલાક ક્વોલિટી ટાઈમ વિતાવવો જોઈએ. બાળકોની ડિજિટલ એક્ટિવિટી અને તેમના મિત્ર વર્તુળ પર નજર રાખવી અત્યંત જરૂરી છે.
ટેકનોલોજીના યુગમાં પોલીસ પણ અપગ્રેડ થઈ રહી છે
એસપી ધર્મેન્દ્ર શર્માએ સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજીના યુગમાં પોલીસ પણ અપગ્રેડ થઈ રહી છે. હવે ઇન્વેસ્ટિગેશન સીડીઆર (CDR) થી આગળ વધીને આઈપીડીઆર (IPDR) એનાલિસિસ સુધી પહોંચ્યું છે. પોલીસનું અંતિમ લક્ષ્ય માત્ર દંડ કરવાનું નહીં પરંતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે.
આ પણ વાંચો: Studio On Wheels: રુ. 172 કરોડની હોસ્પિટલથી લઈને ભવિષ્યના વિઝન સુધી, સાંસદ મિતેષભાઈ પટેલનો ખુલાસો


