Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels : ખેડૂતનો દીકરો જ્યારે IAS બન્યો ત્યારે આખું ગામ લેવા આવ્યું, વાંચો મહેસાણા કમિશનરનો ખાસ ઈન્ટરવ્યુ

Studio on Wheels : ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અંતર્ગત ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) મહેસાણા (Mahesna) ના મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) રવિન્દ્ર ખતાલે (IAS) Ravindra Khatale (IAS) સાથે ખાસ સંવાદ કર્યો હતો.
studio on wheels   ખેડૂતનો દીકરો જ્યારે ias બન્યો ત્યારે આખું ગામ લેવા આવ્યું  વાંચો મહેસાણા કમિશનરનો ખાસ ઈન્ટરવ્યુ
Advertisement
  • Studio on Wheels માં મહેસાણાના મ્યુનિસિપલ કમિશનર Ravindra Khatale (IAS) સાથે સંવાદ
  • મૂળ Maharashtra ના અને ખેડૂત પરિવારમાંથી આવતા રવિન્દ્ર ખતાલે ( Ravindra Khatale) ની સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફર
  • મિકેનિકલ એન્જિનિયરિંગ બાદ પ્રાઈવેટ જોબ છોડીને તેમણે UPSC ની તૈયારી કરી
  • રવિન્દ્ર ખતાલ પ્રથમ પ્રયાસમાં (First Attempt) જ સફળતા મેળવી IAS બન્યા
  • મહારાષ્ટ્રનો ખેડૂત પરિવાર, જ્યારે IAS બન્યા ત્યારે આખું ગામ લેવા આવ્યું હતું

Studio on Wheels : ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અંતર્ગત ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) મહેસાણા (Mahesna) ના મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) રવિન્દ્ર ખતાલે (IAS) Ravindra Khatale (IAS) સાથે ખાસ સંવાદ કર્યો હતો. આ મુલાકાતમાં તેમણે મહારાષ્ટ્રના એક નાના ગામડાથી લઈને મહેસાણાના વહીવટી વડા સુધીની તેમની પ્રેરણાદાયી સફર અને શહેરના વિકાસનો રોડમેપ (Roadmap) રજૂ કર્યો હતો.

Studio on Wheels માં મહેસાણાના મ્યુનિસિપલ કમિશનર Ravindra Khatale (IAS) સાથે સંવાદ

મૂળ મહારાષ્ટ્રના અને ખેડૂત પરિવાર (Farmer Family) માંથી આવતા રવિન્દ્ર ખતાલે Ravindra Khatale (IAS) ની સફર મહેનત અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.

Advertisement

તેમના શિક્ષણ અને કારકિર્દી વિશે વાત કરવામાં આવે તો તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગ (Mechanical Engineering) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખાનગી ક્ષેત્ર (Private Sector) માં નોકરી પણ કરી હતી. સમાજમાં સકારાત્મક પરિવર્તન (Social Change) લાવવાના ઉમદા હેતુથી તેમણે નોકરી છોડી UPSC ની તૈયારી શરૂ કરી અને પ્રથમ પ્રયાસમાં (First Attempt) જ સફળતા મેળવી IAS બન્યા.જ્યારે તેઓ IAS પાસ થયા ત્યારે તેમના માદરે વતનમાં આખું ગામ તેમને લેવા આવ્યું હતું, જે તેમના માટે ગૌરવની ક્ષણ હતી.

Advertisement

મહેસાણામાં 500 થી વધુ ગેરકાયદે દબાણો દૂર કર્યા

મહેસાણાની જવાબદારી સંભાળતાની સાથે જ રવિન્દ્ર ખતાલે 'એક્શન મોડ' માં જોવા મળ્યા છે. શહેરમાંથી અત્યાર સુધીમાં 500 થી વધુ ગેરકાયદે દબાણો (Illegal Encroachments) દૂર કરવામાં આવ્યા છે.તેમનું માનવું છે કે અધિકારી પાસે સમાજમાં બદલાવ લાવવાની શક્તિ હોય છે અને નાગરિકોને શ્રેષ્ઠ સુવિધા આપવી એ તેમની પ્રાથમિક ફરજ (Duty) છે.

મહેસાણાના વિકાસનો બ્લુ પ્રિન્ટ: રિવરફ્રન્ટ અને નવો બાયપાસ

કમિશનરે શહેરના ડેવલપમેન્ટ પ્લાન (Development Plan) અંગે મહત્વની વિગતો શેર કરી હતી:

નવો બાયપાસ: હાલમાં એક બાયપાસ રોડ કાર્યરત છે, પરંતુ ટ્રાફિકની સમસ્યા નિવારવા પૂર્વ દિશામાં (East Side) બીજા બાયપાસ રોડનું આયોજન વિચારણા હેઠળ છે.

રિવરફ્રન્ટ: અમદાવાદની જેમ મહેસાણામાં પણ 'રિવરફ્રન્ટ' (Riverfront) સાકાર કરવામાં આવશે.

નવી ટીપી સ્કીમો: નવા ગામડાઓ મર્જ થયા હોવાથી આગામી સમયમાં નવી ટીપી સ્કીમો (TP Schemes) મુકવામાં આવશે.

મલ્ટી ડેવલપમેન્ટ ઝોન: ટેકનોલોજીના ઉપયોગ સાથે મલ્ટી ડેવલપમેન્ટ ઝોન (Multi-Development Zone) નું પ્લાનિંગ પણ ગતિમાં છે.

ડિજિટલ સુવિધા અને પર્યાવરણ

ઓનલાઇન સેવાઓ:નાગરિકોને ઘરે બેઠા સુવિધા મળે તે માટે વેબસાઈટ, એપ્લિકેશન અને વૉટ્સએપ ચેટ બોટ (WhatsApp Chatbot) ડેવલપ કરવામાં આવ્યા છે.

સ્માર્ટ લાઈબ્રેરી: શહેરમાં ત્રણ લાઈબ્રેરી કાર્યરત થઈ છે અને આખું નેટવર્ક તૈયાર કરવાની યોજના છે.

વેસ્ટ મેનેજમેન્ટ: કચરાના નિકાલ માટે વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ (Waste Processing Plant) નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે.

ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ

ગુજરાત ફર્સ્ટ અંતર્ગત 34 જિલ્લાઓમાં પ્રવાસ કરવામાં આવશે. 90 દિવસમાં 10 હજાર કિલોમીટરથી વધુની યાત્રા કરીને સ્થાનિક પ્રશ્નોને લોકો સુધી અને સત્તાધીશો સુધી પહોંચાડવામાં આવશે. આ યાત્રા ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ પ્રવાસ સુધી, વિરાસતથી વિકાસ સુધી, રાજનીતિથી લઈને ગ્રાઉન્ડ રિયાલિટી સુધીનો વિશાળ દૃષ્ટિકોણ રજૂ કરશે. આ અભિયાન દરમિયાન નેતાઓ, અભિનેતાઓ અને લોક કલાકારો સાથે ચર્ચાઓ પણ કરવામાં આવશે. ગુજરાત ફર્સ્ટની ટીમ ટૂંક સમયમાં તમારા જિલ્લામાં આવશે.

આ પણ વાંચો:  Studio On Wheels : જ્યાં યુવાનોના આકાશમાં ઉડવાના સપના બને છે હકીકત, જાણો Blue Ray Aviation સાથે પાયલટ બનવાની સફર

Tags :
Advertisement

.

×