Studio On Wheels: સંઘર્ષ, સર્જન અને સફળતા! 2001ના વિનાશ બાદ કેવી રીતે બદલાઈ કચ્છની સુરત? મંગલમ હોટલના MDએ જણાવ્યું સિક્રેટ
- કચ્છ (Kutch) ના હોટલ ઉદ્યોગના વિકાસની ગાથા 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) પર
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ભુજ (Bhuj)ની મંગલમ હોટલના એમ.ડી નીરજભાઈ વજીરાણી (Niraj Vazirani) સાથે સંવાદ
- નીરજભાઈએ પોતાના સંઘર્ષથી લઈને સફળતા સુધીની સફર અને કચ્છની કાયાપલટ વિશે વિસ્તૃત ચર્ચા કરી
- કચ્છના ટુરિઝમ અને ખાસ કરીને Rann Utsav ને પોતાના વ્યવસાય માટે આશીર્વાદ સમાન ગણાવ્યો
Studio on Wheels: કહેવાય છે કે "કચ્છડો બારે માસ", પણ આ બારે માસની સુંદરતા પાછળ અનેક પરિવારોનો સંઘર્ષ અને દ્રઢ મનોબળ છુપાયેલું છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અંતર્ગત ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) જ્યારે કચ્છ (Kutch) ના આંગણે પહોંચ્યા, ત્યારે તેમની મુલાકાત ભુજ (Bhuj) ની જાણીતી મંગલમ હોટલ (Mangalam Hotel) ના એમ.ડી. નીરજ વજીરાણી (MD Niraj Vazirani) સાથે થઈ. આ સંવાદ માત્ર એક બિઝનેસ ઇન્ટરવ્યુ નહોતો, પરંતુ કચ્છની અસ્મિતા અને વિકાસની એક જીવંત દસ્તાવેજ સમાન વાતચીત બની રહી.
પાકિસ્તાનથી કચ્છ સુધીની સફર
સંવાદની શરૂઆતમાં નીરજભાઈએ પોતાના પારિવારિક મૂળિયાં વિશે વાત કરતા જણાવ્યું કે, તેમનો પરિવાર મૂળ પાકિસ્તાનના સિંધ પ્રાંતનો રહેવાસી હતો. વિભાજન અને આઝાદી બાદ તેમનો પરિવાર કચ્છમાં સ્થાયી થયો. તેમણે અહીં જ રહીને શિક્ષણ મેળવ્યું અને અહીં જ પોતાના વ્યવસાયનું સામ્રાજ્ય ઉભું કર્યું. આજે તેઓ ગર્વ સાથે કહે છે કે, "કચ્છ મારી કર્મભૂમિ અને જન્મભૂમિ બંને છે."
Studio on Wheels: Niraj Vazirani Exclusive
ભુજની મંગલમ હોટલના એમ.ડી શ્રી નીરજ વજીરાણી સાથે વિશેષ સંવાદ
જુઓ આજે રાત્રે 9.25 કલાકે
માત્ર ગુજરાત ફર્સ્ટ પર@vishvek11 @hotelmangalam #NirajVazirani #MangalamHotel #Bhuj #Kutch #SindhToKutch #PartitionStory #DrVivekKumarBhatt… pic.twitter.com/goasVSnc1e— Gujarat First (@GujaratFirst) February 10, 2026
રણોત્સવ: કચ્છની અર્થવ્યવસ્થાની જીવાદોરી
પ્રવાસન વિશે વાત કરતા તેમણે ખૂબ જ ગૌરવ સાથે કહ્યું કે, "રણોત્સવ એ તો અમારી માં છે, તેના કારણે જ અમારા ઘરનો ચૂલો ચાલે છે." નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીના ચાર મહિના કચ્છ માટે આશીર્વાદ સમાન છે, જે માત્ર હોટલ ઉદ્યોગ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના અર્થતંત્રને બૂસ્ટ આપે છે. કચ્છના લોકોમાં જબરજસ્ત કૌશલ્ય છે, રણોત્સવ જબરજસ્ત આવકનું માધ્યમ બન્યું છે,કચ્છના તમામ વિસ્તારોનો વિકાસ થયો છે પ્રવાસીઓને કારણે આખા જિલ્લાને બુસ્ટ મળે છે" 2008માં તેમણે મંગલમ હોટલ શરૂ કરી હતી, જ્યારે આજે માત્ર ભુજમાં જ 200થી વધુ હોટલો ધમધમી રહી છે.
વિનાશમાંથી સર્જન અને ભવિષ્યનું વિઝન
2001ના ભૂકંપ બાદ કચ્છે જે બેઠું થવાનું જોમ બતાવ્યું છે તે વિશે તેમણે કહ્યું કે વિનાશ પછી જ હંમેશા સર્જન થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રવાસન વિભાગના પ્રયાસોને કારણે આજે કચ્છનો 'હેપીનેસ ઈન્ડેક્સ' વધ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીની તકોમાં ધરખમ વધારો થયો છે.
Studio on Wheels: Bhuj Mangalam Hotelના MD Niraj Vazirani ની સાથે Dr. Vivek Kumar Bhatt નો ખાસ સંવાદ
Kutch ના Bhuj માં હોટલ ઇન્ડસ્ટ્રીના અગ્રણી અને Mangalam Hotel ના એમ.ડી. Shri Niraj Vazirani સાથે Gujarat First ના Channel Head Dr. Vivek Kumar Bhatt એ Studio On Wheels માં વિશેષ… pic.twitter.com/OLtpo4WpkR
— Gujarat First (@GujaratFirst) February 10, 2026
નવા પ્રોજેક્ટ્સની જાહેરાત
નીરજભાઈ માત્ર ભૂતકાળની વાતોમાં જ નથી માનતા, તેઓ ભવિષ્ય માટે પણ સજ્જ છે. તેઓ હાલમાં એક અત્યાધુનિક ટાઉનશીપ 'મંગલમ ગ્રીન્સ' ડેવલોપ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ ત્યાં બનનારું 'લોટસ ટેમ્પલ' હશે. લોકો શાંતિથી રહી શકે અને આધ્યાત્મિકતાનો અનુભવ કરી શકે તેવી વ્યવસ્થા તેઓ ઉભી કરી રહ્યા છે. આ ભવ્ય પ્રોજેક્ટ 31 માર્ચ, 2026 પહેલા પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે.
ગુજરાત ફર્સ્ટનો સંકલ્પ
'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' દ્વારા ગુજરાત ફર્સ્ટની ટીમ 34 જિલ્લાઓમાં 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા ખેડવાની છે. આ યાત્રાનો મુખ્ય હેતુ વિરાસતથી વિકાસ સુધીની વાતોને ગ્રાઉન્ડ રિયાલિટી સાથે રજૂ કરવાનો છે.
આ પણ વાંચો: STUDIO ON WHEELS : DyCM હર્ષભાઈ સંઘવી સાથે વિશેષ સંવાદ, વ્યવસ્થા, અનુભૂતિ, મિનિ મહાકુંભ અંગે કરી વાત


