Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: પશુપાલકોના સાચા હિતેચ્છુ! ચેરમેન Gordhanbhai Dhameliya ના નેતૃત્વમાં Rajkot ડેરીની અભૂતપૂર્વ સફળતા

Studio on Wheels:'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ના માધ્યમથી રાજકોટના વિકાસમાં સીમાચિહ્નરૂપ યોગદાન આપનારા અગ્રણી વ્યક્તિત્વ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં જેમાં તેમણે તેમના જીવનના સંઘર્ષ, સહકારી ક્ષેત્રમાં બદલાવ અને ડેરીની પ્રગતિ વિશે માહિતી આપી છે.
studio on wheels  પશુપાલકોના સાચા હિતેચ્છુ  ચેરમેન gordhanbhai dhameliya ના નેતૃત્વમાં rajkot ડેરીની અભૂતપૂર્વ સફળતા
Advertisement
  • Studio on Wheels માં Rajkot ડેરીના ચેરમેન Gordhanbhai Dhameliya સાથે સંવાદ
  • ગોરધનભાઈના નેતૃત્વમાં ડેરીનો નફો 4 કરોડથી વધીને 281 કરોડ થયો
  • પશુપાલકોને 191 કરોડનો ભાવફેર સીધો ખાતામાં ચૂકવ્યો
  • આધુનિક મશીનો દ્વારા દૂધમાં ભેળસેળ સંપૂર્ણ નાબૂદ
  • ગેરરીતિ આચરતી 58 મંડળીઓ તાત્કાલિક બંધ કરી
  • લંપી વાયરસ સામે 3.5 લાખ પશુઓને વિનામૂલ્યે રસી આપી

Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) ના આંગણે પહોંચી હતી. આ દરમિયાન એક એવી હસ્તી સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, જેમણે પોતાના ક્ષેત્રમાં અદભુત સફળતા હાંસલ કરી રાજકોટનું નામ રોશન કર્યું છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી) ના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં તેમણે તેમના જીવનના સંઘર્ષ, સહકારી ક્ષેત્રમાં બદલાવ અને ડેરીની પ્રગતિ વિશે માહિતી આપી છે.

Studio on Wheels માં Rajkot ડેરીના ચેરમેન Gordhanbhai Dhameliya સાથે સંવાદ

ગોરધનભાઈએ જણાવ્યું હતું કે, 2020 માં જ્યારે તેઓ પ્રમુખ બન્યા ત્યારે ડેરીનો નફો 4 કરોડ રૂપિયા હતો, જે હવે પાંચ વર્ષમાં વધીને 281 કરોડ રૂપિયા થયો છે.પશુપાલકોને આપવામાં આવતા ભાવફેરમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 191 કરોડ રૂપિયા સીધા પશુપાલકોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે, જેથી વચ્ચે કોઈ દલાલ ન આવે.રાજકોટ શહેરમાં દરરોજ સાડા સાત લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા છ વર્ષમાં એક પણ લીટર દૂધમાં ભેળસેળ કરવામાં આવી નથી.

Advertisement

ભેળસેળ સામે પગલાં

ભેળસેળ રોકવા માટે માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 8 જગ્યાએ 'જીસી મશીન' મૂકવામાં આવ્યા છે, જે 30 સેકન્ડમાં 18 પ્રકારની ભેળસેળ પકડી શકે છે.ખરાબ વહીવટ કરતી 58 મંડળીઓ તાત્કાલિક બંધ કરવામાં આવી હતી, જેનાથી લોકોનો ડેરી પર વિશ્વાસ વધ્યો છે.

Advertisement

પશુપાલકો માટેના કાર્યો

જ્યારે લંપી વાયરસનો પ્રકોપ હતો, ત્યારે ડેરીએ પશુપાલકોને મદદ કરવા માટે કોઈ પણ ચાર્જ લીધા વગર 3.5 લાખ પશુઓને રસીના ડોઝ આપ્યા હતા.ગોરધનભાઈએ ભાર મૂક્યો હતો કે તેમનું લક્ષ્ય પશુપાલકોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે.

વ્યક્તિગત સંઘર્ષ અને લોકસેવા

ગોરધનભાઈએ તેમના વિદ્યાર્થી જીવનથી લઈને અત્યાર સુધીના રાજકીય અને સેવાકીય સફરની વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ નિડરતાથી અને કોઈ પણ સ્વાર્થ વગર કામ કરવામાં માને છે.

આ પણ વાંચો: Studio on Wheels: રાજકોટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દિલીપભાઈ લાડાણીનું મોટું યોગદાન, જુઓ વિશેષ અહેવાલ

Tags :
Advertisement

.

×