Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels Mehsana : મૌન 'શિલ્પકારે' વિકાસગાથા વર્ણવી

Studio On Wheels Mehsana માં ઊંઝાના તલાટી હિતેષભાઇ પટેલ સાથે સંવાદ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, લોકોની માનસિકતા સારી હોય છે, જેમાં કેટલાક ટેવાયેલા પણ હોય છે, ખરેખર તલાટીના કામનું ભારણ જોવા જઇએ તો વધારે હોય છે, જોબ ચાર્ટ વિશાળ છે, જેથી તેઓ બધે પહોંચી શકતા નથી, એક ગામ, એક તલાટી જેવું સરકારે વિચારવું જોઇએ
studio on wheels mehsana   મૌન  શિલ્પકારે  વિકાસગાથા વર્ણવી
Advertisement
  • Studio On Wheels Mehsana માં ઊંઝાના તલાટી સાથે સંવાદ
  • તલાટીએ ગામમાં ભણતરથી લઇને વિકાસ અંગેની રસપ્રદ વાતો કરી
  • તલાટી વધારે જવાબદારી સાથે પણ ગામોની કાયાપરટ કરી રહ્યા છે

Studio On Wheels Mehsana : Gujarat First નો નવતર અભિગમ Studio On Wheels હવે Mehsana આવી પહોંચ્યો છે. જ્યાં ઊંઝાના તલાટી હિતેષભાઇ પટેલ (Talati Hiteshbhai Patel) સાથે ગુજરા ફર્સ્ટ (Gujarat First) ના એન્કર ઉમંગભાઇ રાવલ (Umangbhai Raval) સાથે સંવાદ કર્યો છે, જેમાં તેમણે પોતાના બાળપણથી લઇને હાલમાં ઊંઝાના વિકાસને લઇને તેમના યોગદાન અંગે ચર્ચાઓ કરી છે.

Studio On Wheels Mehsana, મારા માટે અભિમાનની વાત છે

ઊંઝા તાલુકાના તલાટી હિતેષભાઇ પટેલ એ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતમાં જણાવ્યું કે, હું ગામડામાં જ મોટો થયો છું, મેં ગામડામાં જ શિક્ષણ મેળવ્યું છે. હું ગ્રામજનોની સેવા કરી શકું, તેવો જ મને અવસર મળ્યો છે, જે મારા માટે અભિમાનની વાત છે, ગામડામાં ગ્રામજનો સમક્ષ જ્યારે તલાટીની રજૂઆતો કે, ફરિયાદો આવતી હોય છે, તલાટી જોડે ત્રણ જેટલા ગામો હોય, કેટલાક પાસે પાંચ ગામો પણ હોય છે, અઠવાડિયામાં એક દિવસ મીટિંગ હોય, બાકીના પાંચ દિવસમાં પાંચેય ગામોને ન્યાય આપવાનો હોય, લોકોની અપેક્ષાઓ ઘણી હોય છે, જેથી લોકોમાં દ્વેશ રહેતો હોય છે.

Advertisement

આ પણ વાંચો -------- Studio on Wheels : કોન્ટ્રાક્ટરથી ચેરમેન સુધીની સફર! Mehsana ના યુવા નેતા Mayurbhai Patel સાથે સંવાદ

Advertisement

બધે પહોંચી શકતા નથી

તેમણે વધુમાં જણાવ્યું કે, લોકોની માનસિકતા સારી હોય છે, જેમાં કેટલાક ટેવાયેલા પણ હોય છે, ખરેખર તલાટીના કામનું ભારણ જોવા જઇએ તો વધારે હોય છે, જોબ ચાર્ટ વિશાળ છે, જેથી તેઓ બધે પહોંચી શકતા નથી, આશરે પાંચ હજાર જેટલી જગ્યાએ ખાલી છે, એક ગામ, એક તલાટી જેવું સરકારે વિચારવું જોઇએ, તો ફરિયાદો ઓછી થઇ શકે

અમે ઘરે ઘરે જઇને પુછતા

પહેલા પોસ્ટિંગ અંગે તેમણે કહ્યું કે, પહેલું પોસ્ટિંગ 2015 માં ઊંઝાના ગુણાવ ગામમાં થયું હતું, ત્યાર બાદ પાયાની તાલિમ લીધા બાદ ઘણું શીખવા મળ્યું, બેઝિકથી લઇને ઉપર સુધીનું જ્ઞાન મેળવ્યું હતું, અમે ગામે કમિટી બનાવી હતી, વિકાસને લઇને, જેથી ગામમાં જે માળખાકિય સુવિધાઓ હોય, તે બાબતે ગામે-શેરીઓ-મહોલ્લામાં સરપંચ અધ્યક્ષ હતા, અને હું સભ્ય સચિવ તરીકે હતો, અમે ઘરે ઘરે જઇને પુછતા કે, તમારે શું ખુટી રહ્યું છે, તે ચર્ચાઓ કરતા કમિટીમાં ઠરાવ કર્યો, જેમ સરકાર દ્વારા ગ્રાન્ટ આવતી ગઇ તેમ આગળ વધતા ગયા, સીસીટીવીનો મારો પહેલો પ્રોજેક્ટ હતો, રોડ-રસ્તાની ગ્રાન્ટ મળી, તેમ તેમ આયોજન કરીને સુવિધાઓ ઉભી કરી, લોકો અમારી બોડી પ્રત્યે પોઝિટીવીટી જોવા મળી હતી, અમારા ગામની પંચાયતને પંચાયત સશક્તિકરણ પુરસ્કાર વર્ષ 2016 માં મળ્યો હતો, જે નેશનલ એવોર્ડ ગણાય છે. તેમાં રૂ. 8 લાખની પ્રોત્સાહન રાશી મળી હતી,

Studio On Wheels Mehsana, સિંગલ દાતા એ કરાવ્યું

તેમણે ગ્રામના વિકાસ અંગે વધુમાં જણાવ્યું કે, દાતાને આગળ આવવા માટે સમજાવવા જરૂરી છે, 2017 માં દત્તસરોવર ડેવલોપ કરાયું છે, જે આશરે 5 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે, એક સિંગલ દાતા એ કરાવ્યું છે, આજુબાજુના વોકિંગ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક સહિતની સુવિધાઓ છે, આજે પણ તેઓ મેઇન્ટેન કરી રહ્યા છે, 2023 માં દાતાને બોલાવીને મીટિંગ કરી હતી, જૂના સરપંચને બોલાવીને, પંચાયત ઘર જર્જરિત હતું, હાલની તારીખમાં રૂ. 1 કરોડના ખર્ચે પંચાયત ઘર બનાવ્યું છે, નીચે નજીવા દરે સારવાર આપતું ફિઝિયોથેરાપી સેન્ટર પણ બનાવ્યું છે, વધુ એક ઉદાહરણ અનુસાર 2018 માં પંચાયત કોમ્યુનિટી ફાર્મ દાતાને તૈયાર કરીને બનાવડાવ્યું છે, મુક્તપુરને દાનવીરોનું ગામ કહી શકાય છે.

Studio On Wheels Mehsana, વેરામાંથી સુવિધાઓ ઉભી કરાય છે

સરકારની ગ્રાન્ટ સરળ હોય છે, માપદંડ અનુસાર આપતા હોય છે, કેન્દ્ર સરકાર નાણાં પંચની ગ્રાન્ટ વસ્તી અને ક્ષેત્રના આધારે રિલીઝ થાય છે, સમયસર તે મળી જાય છે, તેવી જ રીતે ગુજરાત સરકારની પણ અનેકો ગ્રાન્ટ મળે છે, તે સારી જગ્યાએ વપરાય, અને વિશેષ કરવું હોય તો સરપંચ નક્કી કરતા હોય છે, અમારૂ ધ્યાન ગાઇડલાઇન અનુસાર વપરાશ પર હોય છે. વેરામાંથી સરકારી સુવિધા ઉભી કરાય છે, સરકારની યોજના છેવાડાના માનવી સુધી પહોંચે તેવા પ્રયાસો કરાય છે. અમે ગામોમાં કેમ્પ કરીને વિધવા સહાય મળે તેવા પ્રયાસો કર્યા છે,

Studio On Wheels Mehsana, આજે પણ મળવા આવતા હોય છે

ગામમાં સખી મંડળોને લોન મળે છે, ગામેગામ આવું ચાલે છે, જેથી મહિલાઓ સક્ષમ થાય, તેમને કંઇ નવું શીખવા મળે, મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે સરકારે સારા પ્રયાસો કર્યા છે, 15 વર્ષ પહેલા અને આજની વાત કરીએ, તેમાં સરકારની ગ્રાન્ટ રિલીઝ થાય છે, જેમાં ગામોમાં સુવિધાઓ મળતી થઇ છે, અને લોકોમાં સંતોષ છે, કોરોના સમયે હું 2020 માં હું ભૂણાવ ગામમાં હતો, તે વખતે ગ્રામ પંચાયતમાં હતો, જેમાં માસ્ક વિતરણ કરાયું હતું, ત્યાર બાદ મારી બદલી મુક્તપુર ગામે થઇ, ત્યારે કોરોનાની બીજી વેવમાં શાળામાં કોરોના સેન્ટર ઉભુ કર્યું હતું, તમામના સહકારથી આધુનિક કોવિડ સેન્ટર ઉભુ કર્યું હતું, જેમાં દર્દીઓને રહેવા, સારવાર સહિતની સુવિધાઓ આપવામાં આવી હતી, અમે આજુબાજુના ગામોને પણ તેનો લાભ આપ્યો હતો, તે વખતે સારવાર મેળવીને બચી જનાર આજે પણ મળવા આવતા હોય છે,

Studio On Wheels Mehsana, મારૂ ગામ,રળિયામણું ગામ

સ્વચ્છતા અંગે તેમણે કહ્યું કે, ગ્રામ પંચાયતમાં ડોર ટુ ડોર કલેક્શન થાય છે, ઘણી વખત લોકજાગૃતિના અભાવે લોકો જ્યાં ત્યાં નાખી દે છે, તેમણે આદર્શ ગામની વ્યાખ્યા અંગે જણાવ્યું કે, મારૂ ગામ,રળિયામણું ગામ હું રાખીશ, હું સ્વચ્છતા અંગે જાગૃત છું. મુક્તુપુર ગામે હાલ તમને કચરો જોવા નહીં મળે.

આ પણ વાંચો ------- Studio On Wheels Mehsana : મોઢેરાના વિકાસથી વ્યાપક રોજગારી મળી

Tags :
Advertisement

.

×