Studio on Wheels: Matru Shri P.K. Boghara Medical College માં શું છે ખાસ? રિયલ લાઈફ vs રીલ લાઈફ વિશે વિદ્યાર્થીઓનો સુંદર જવાબ
- 'Studio on Wheels' ની ટીમ પહોંચી આટકોટની મેડિકલ કોલેજમાં
- Matru Shri P.K. Boghara Medical College, ગ્રામીણ વિસ્તારમાં આધુનિક શિક્ષણનું કેન્દ્ર
- મેડિકલ કોલેજના તેજસ્વી તારલાઓ સાથે ખાસ મુલાકાત
- મેડિકલ સ્ટુડન્ટ્સની ઈમોશનલ અને પ્રોફેશનલ સમજ
Studio on Wheels: ગુજરાત ફસ્ટની 'Studio on Wheels' ની ટીમ રાજકોટ (Rajkot) ની જાણીતી માતૃશ્રી પી.કે. બોઘરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર (Matru Shri P.K. Boghara Medical College & Research Center) ના કેમ્પસમાં પહોંચી હતી. અહીં સફેદ કોટ અને સ્ટેથોસ્કોપ પહેરવાનું સપનું લઈને આવતા વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજની લાઈફ કેવી હોય છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. Studio on Wheels ની ટીમે આ કોલેજના પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં ફિલ્મોમાં દેખાતી ગ્લેમરસ લાઈફ અને વાસ્તવિકતામાં થતા સખત અભ્યાસ વચ્ચેનો તફાવત વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો છે.
'Studio on Wheels' ની ટીમ પહોંચી આટકોટની મેડિકલ કોલેજમાં
લાંબા સમયની મહેનત બાદ જ્યારે MBBS માં પ્રવેશ મળે છે ત્યારે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા જેવો હોય છે. આ કોલેજમાં પ્રવેશ મળ્યા બાદ પોતાનું ડોક્ટર બનવાનું સપનું સાકાર થતું જોઈ વિદ્યાર્થીઓએ ખૂબ જ પોઝિટિવ પ્રતિસાદ આપ્યો હતો. સફેદ કોટ પહેરવાની જે ક્ષણ હોય છે તે તેમના અને તેમના પરિવાર માટે ગૌરવ સમાન હોય છે.
કોલેજમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર
માતૃશ્રી પી.કે. બોઘરા મેડિકલ કોલેજ તેના અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતી બની છે. પ્રથમ વર્ષના અભ્યાસ માટે જરૂરી એવી એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રીની તમામ લેબ્સ અહીં આધુનિક સાધનોથી સજ્જ છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક હોસ્ટેલ અને અભ્યાસ માટે બે માળની વિશાળ લાઈબ્રેરી પણ ઉપલબ્ધ છે.
Studio on Wheels: Rajkot ની Matru Shri P.K. Boghara Medical College ના વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત
નમસ્કાર દર્શક મિત્રો, 'Studio on Wheels' ની ટીં આજે પહોંચી છે Rajkot ની જાણીતી Matru Shri P.K. Boghara Medical College & Research Center ના કેમ્પસમાં. #MBBSLife #MedicalStudent… pic.twitter.com/8iDNfCSsBl— Gujarat First (@GujaratFirst) May 12, 2026
ભવિષ્યના ડોક્ટરને તૈયાર કરવા કડક દિનચર્યા
મેડિકલ અભ્યાસની ગંભીરતા તેના શેડ્યૂલ પરથી જ સમજાય છે. વિદ્યાર્થીઓ સવારે 9 થી 1 વાગ્યા સુધી સતત લેક્ચર્સ ભરે છે અને ત્યારબાદ બપોરે 2 થી 5 વાગ્યા સુધી પ્રેક્ટિકલ ક્લાસમાં વ્યસ્ત રહે છે. આ કડક દિનચર્યા જ તેમને ભવિષ્યના જવાબદાર ડોક્ટર તરીકે તૈયાર કરે છે.
રિયલ લાઈફ vs રીલ લાઈફ
ફિલ્મોમાં બતાવવામાં આવતી મેડિકલ કોલેજ લાઈફ અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ફિલ્મોમાં માત્ર મજા બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં અહીં 19 જેટલા વિષયોનો ઊંડો અભ્યાસ, સતત પરીક્ષાઓ અને વાયવાનો સામનો કરવો પડે છે.
સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક વાતાવરણ
આ સંસ્થામાં માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ ભાર મૂકવામાં આવે છે. રમત-ગમત માટે અહીં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપલબ્ધ છે જ્યાં વિદ્યાર્થીઓ વોલીબોલ જેવી રમતો રમી શકે છે. એક્સપર્ટ ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ નોલેજ મેળવી રહ્યા છે.
આવનારા સમયમાં શ્રેષ્ઠ તબીબો થશે તૈયાર
ભવિષ્યના ડોક્ટરો તૈયાર કરતી આ સંસ્થામાં શૈક્ષણિક વાતાવરણ ખૂબ જ શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી છે. વિદ્યાર્થીઓને અહીં માત્ર ડિગ્રી જ નહીં, પણ પ્રોફેશનલ એથિક્સ પણ શીખવવામાં આવે છે. આટકોટ જેવા વિસ્તારમાં આવેલી આ મેડિકલ કોલેજ આવનારા સમયમાં શ્રેષ્ઠ તબીબો તૈયાર કરવામાં મહત્વનું યોગદાન આપશે.
આ પણ વાંચો: Studio on Wheels: આંખની સુરક્ષા અને આધુનિક સારવાર અંગે ડૉ. પાર્થ રાણા સાથે વિશેષ સંવાદ, શું ચેતવણી આપી?


