Studio on Wheels Mehsana: મહેસાણાના ડેરી ઉદ્યોગમાં 'ગુજરાત ડેરી'ની સફળતા, યુવા ઉદ્યોગસાહસિક રવિશંકરભાઈ ચૌધરીની પ્રેરણાદાયી સફર
- Studio on Wheels Mehsana: બિઝનેસની શરૂઆત અને વિઝન
- કેવી રીતે 2019માં મહેસાણામાં ગુજરાત ડેરીનો પાયો નખાયો
- ગુણવત્તા એ જ સફળતાનો મંત્ર Quality: The Key to Success
- સ્પર્ધાત્મક બજારમાં શુદ્ધતા અને નેચરલ ટેસ્ટ જાળવવાનો અભિગમ.
- મંડળીઓથી લઈને પેકેજિંગ અને હોમ ડિલિવરી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા
- ગ્રાહકોમાં કેમ લોકપ્રિય છે ગુજરાત ડેરીની છાસ અને દહીં
- સરકારી યોજનાઓ અને પશુપાલકોનું હિત
- ડેરી ઉદ્યોગમાં મળતી સહાય અને પશુપાલકોને મળતો આર્થિક ટેકો
- યુવા નેતૃત્વ અને રાજકીય સક્રિયતા
- બિઝનેસની સાથે સામાજિક અને રાજકીય ક્ષેત્રે રવિશંકરભાઈનું યોગદાન
Studio on Wheels Mehsana: "સફળતા એ માત્ર આંકડાઓ નથી, પરંતુ ગુણવત્તા અને લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે." આ વાતને સાર્થક કરી બતાવી છે ઉત્તર ગુજરાતના મહેસાણા (Mehsana) જિલ્લાના એક યુવા ઉદ્યોગસાહસિકે. મહેસાણા જિલ્લો જે ભારતભરમાં ડેરી ઉદ્યોગના હબ (Hub of Dairy Industry) તરીકે જાણીતો છે, તે જ ભૂમિ પર રવિશંકરભાઈ ચૌધરીએ વર્ષ 2019માં 'ગુજરાત ડેરી' (Gujarat Dairy) ની સ્થાપના કરીને એક નવી ક્રાંતિની શરૂઆત કરી છે.
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં પ્રસ્તુત થયેલી રવિશંકરભાઈની આ સફર માત્ર એક બિઝનેસ સ્ટોરી નથી, પરંતુ યુવા પેઢી માટે ઉદાહરણ છે કે કેવી રીતે પરંપરાગત ડેરી વ્યવસાયમાં 'નેચરલ ટેસ્ટ' (Natural Taste) અને 'ક્વોલિટી' (Quality) ને જાળવી રાખીને મજબૂત બ્રાન્ડ બનાવી શકાય. રવિશંકરભાઈએ માત્ર 15,000 લિટર દૂધના દૈનિક વેચાણ સુધી જ સીમિત ન રહેતા, પશુપાલકોના ઉત્થાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્વેત ક્રાંતિમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.
આ લેખમાં આપણે જાણીશું કે કેવી રીતે એક યુવા બિઝનેસમેન રાજકારણ અને વ્યવસાય વચ્ચે સંતુલન જાળવીને મહેસાણાના હાર્દ સમાન ડેરી ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે.
શૂન્યમાંથી સર્જન અને ક્વોલિટી પર ભાર (Foundation & Quality Focus)
રવિશંકરભાઈના જણાવ્યા મુજબ, કોઈપણ બિઝનેસમાં સ્પર્ધા (Competition) તો રહેવાની જ છે, પરંતુ જો તમે ક્વોલિટી (Quality) સાથે કામ કરશો તો સફળતા ચોક્કસ મળે છે.
Studio on Wheels Mehsana: પ્લાન્ટની શરૂઆત
યુવા ઉદ્યોગસાહસિક રવિશંકરભાઈ ચૌધરીએ વર્ષ 2019માં પિતા અને ભાઈઓ સાથે મળીને નાના પાયે(Animal Husbandry) અને પ્લાન્ટ શરૂ કર્યો હતો. આ પ્લાન્ટમાં મુખ્ય પ્રોડક્ટ્સમાં છાસ, દહીં અને ઘીનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલું જ નહીં પણ આ પ્રોડક્ટર જૂના જમાનાના વલોણા જેવો નેચરલ ટેસ્ટ (Natural Taste) આપતી છાસ તેમની યુએસપી (USP) છે.
આ પણ વાંચો----- Studio On Wheels: બહુચરાજીના વિકાસનું મોડેલ, યુથ આઈકોન દેવાંગ પંડ્યાએ વ્યસનમુક્તિ અને રાજકારણ પર આપી નવી દ્રષ્ટિ
Studio on Wheels Mehsana: મંડળીથી ગ્રાહક સુધી: દૂધનો પ્રવાહ (Milk Supply Chain)
દૂધની શુદ્ધતા જાળવવા માટે ગુજરાત ડેરી એક ચોક્કસ સિસ્ટમને અનુસરે છે. જેમ કે, કલેક્શન સેન્ટર, જેમાં ગામડાઓમાં મંડળીઓ દ્વારા દૂધ એકત્ર કરવામાં આવે છે અને ત્યાં જ તેનું પ્રાથમિક ટેસ્ટિંગ થાય છે. ત્યારબાદ પ્રોસેસિંગ, પ્લાન્ટ પર દૂધ આવ્યા બાદ લેબોરેટરીમાં કડક તપાસ અને પછી પેચ્યુરાઈઝેશન (Pasteurization) કરવામાં આવે છે. પેકિંગ અને સપ્લાય, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન દ્વારા તાજું દૂધ ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે.
Studio on Wheels Mehsana: સરકારી સહાય અને પશુપાલન
બિઝનેસ ડેવલપમેન્ટમાં સરકાર (Government)ની ભૂમિકા વિશે રવિશંકરભાઈએ જણાવ્યું કે, નવા ઉદ્યોગો માટે સરકાર દ્વારા લોન અને સબસિડી (Subsidy) ની સુવિધા ઉપલબ્ધ છે. પશુઓ ખરીદવા, શેડ બનાવવા અને પશુઓના આરોગ્ય માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ સહાય મળે છે. જે નવા ઉદ્યોગો માટે ખૂબ જ મદદરૂપ છે.
Studio On Wheels | Success story of Shri Ravi Shankarbhai Chaudhary founder of Gujarat Dairy Mehsana
Mehsana હાર્દ સમા બિઝનેસમાં છે જેમનું નામ
15 હજાર લીટર દૂધ પહોંચાડતી ‘Gujarat Dairy’ના સ્થાપક
ગામડાથી પ્લાન્ટ સુધી ક્વોલિટી પર રાખે છે ધ્યાન
યુવા બિઝનેસમેનની પ્રેરણાદાયક સફર… pic.twitter.com/N23bAUZk8m— Gujarat First (@GujaratFirst) February 24, 2026
Studio on Wheels Mehsana: રાજકારણ અને સામાજિક જવાબદારી
બિઝનેસની સાથે રવિશંકરભાઈ રાજકારણ (Politics) માં પણ સક્રિય છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) થી જોડાયેલા છે અને હાલમાં ભાજપ યુવા મોર્ચામાં જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ માને છે કે સરકારની યોજનાઓ છેવાડાના માણસ સુધી પહોંચે તે કાર્યકર્તાઓની જવાબદારી છે.
રવિશંકરભાઈ ચૌધરીની આ સફર દર્શાવે છે કે જો યુવાનો નિષ્ઠા અને મહેનતથી પરંપરાગત ઉદ્યોગોમાં આધુનિક અભિગમ અપનાવે, તો તેઓ માત્ર સફળ બિઝનેસમેન જ નહીં પણ સમાજ માટે પ્રેરણારૂપ પણ બની શકે છે.
આ પણ વાંચો---- Studio on Wheels: જ્વેલર્સમાંથી બન્યા ‘જગતનો તાત’, દિનેશભાઈ પંચાલની અંજીરની સફળ ખેતીની ગાથા


