Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: સમાજસેવાનો પર્યાય મેહુલભાઈ ભરવાડ, ભરવાડ યુવા સંગઠન દ્વારા શૈક્ષણિક અને રોજગારલક્ષી ક્રાંતિનો શંખનાદ

ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં સામાજિક અગ્રણી મેહુલભાઈ ભરવાડે તેમના સેવાકીય સંઘર્ષની વિગતો રજૂ કરી હતી. વર્ષ 2017માં માત્ર ત્રણ સભ્યોથી શરૂ થયેલું 'ભરવાડ યુવા સંગઠન' આજે 3 લાખથી વધુ સભ્યો ધરાવતું વિશાળ વટવૃક્ષ બની ગયું છે, જેનું મુખ્ય કાર્યાલય ચાણક્યપુરી, અમદાવાદ ખાતે આવેલું છે. મેહુલભાઈના મતે સમાજ એ જ સર્વસ્વ છે અને આ જ ભાવના સાથે તેઓ દર વર્ષે 1 લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડીને સમાજના પ્રશ્નો ઉકેલવા કાર્યરત રહે છે.
studio on wheels  સમાજસેવાનો પર્યાય મેહુલભાઈ ભરવાડ  ભરવાડ યુવા સંગઠન દ્વારા શૈક્ષણિક અને રોજગારલક્ષી ક્રાંતિનો શંખનાદ
Advertisement
  • Studio on Wheels: ભરવાડ યુવા સંગઠનના પ્રણેતા મેહુલભાઈ ભરવાડ સાથે ખાસ સંવાદ
  • માત્ર ૩ મિત્રોથી શરૂ થયેલું સંગઠન આજે ગુજરાતના લાખો યુવાનોની બની ઓળખ
  • મેહુલભાઈ ભરવાડે ૩ લાખ યુવાનોને સંગઠિત કરી રજૂ કર્યો સેવાનો અનોખો દાખલો
  • 4 હજાર યુવાનોને 'ઝીરો ડાઉન પેમેન્ટ' થી ગાડીઓ અપાવી પગભર કરતું ભરવાડ યુવા સંગઠન
  • ક્લાસ-1 અધિકારી સુધી, 3,500 થી વધુ યુવાનોને મળી સરકારી નોકરી
  • અમદાવાદમાં બનશે ભવ્ય શૈક્ષણિક સંકુલ
  • સમાજના દીકરા-દીકરીઓ માટે મેહુલભાઈ ભરવાડનું મોટું આયોજન

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટના (Gujarat First) લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં એન્કર ઉમંગ રાવલ સાથેના ખાસ સંવાદમાં મેહુલભાઈ ભરવાડના (Mehulbhai Bharwad) જીવન અને સેવાકીય કાર્યોનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. મેહુલભાઈ માટે સમાજ એ માત્ર સમૂહ નથી, પરંતુ એક શક્તિ અને માતા-પિતા સમાન ઓળખ છે. વર્ષ 2017માં માત્ર ત્રણ મિત્રો દ્વારા શરૂ થયેલું 'ભરવાડ યુવા સંગઠન' (Bharwad Yuva Sangathan) આજે 3 લાખથી વધુ સભ્યો સાથે સમગ્ર ગુજરાતમાં શિક્ષણ (Education) અને રોજગારના ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય કરી રહ્યું છે. નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરવાના સંકલ્પ સાથે મેહુલભાઈ દર વર્ષે અંદાજે ૧ લાખ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડીને છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.