Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels : માત્ર 28 વર્ષની ઉંમરે બન્યા ધારાસભ્ય, જાણો માલતીબેન મહેશ્વરીની પ્રેરણાદાયી રાજકીય સફર

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) નો રથ જ્યારે કચ્છ (kutch) ની આર્થિક રાજધાની ગાંધીધામ ( Gandhidham) પહોંચ્યો, ત્યારે ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ ( Dr. Vivek Kumar Bhatt) સાથેના ખાસ સંવાદમાં ગાંધીધામના યુવા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી (Maltiben Maheshwari) એ શહેરના વિકાસ અને પોતાની રાજકીય સફરના અનેક પાસાઓ ઉજાગર કર્યા હતા. 
studio on wheels   માત્ર 28 વર્ષની ઉંમરે બન્યા ધારાસભ્ય  જાણો માલતીબેન મહેશ્વરીની પ્રેરણાદાયી રાજકીય સફર
Advertisement
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) નો રથ જ્યારે કચ્છ (kutch)  ની આર્થિક રાજધાની ગાંધીધામ (Gandhidham) પહોંચ્યો
  • ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ ( Dr. Vivek Kumar Bhatt) સાથેના ખાસ સંવાદમાં ગાંધીધામના યુવા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી (Maltiben Maheshwari)
  • ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ શહેરના વિકાસ અને પોતાની રાજકીય સફરના અનેક પાસાઓ ઉજાગર કર્યા
  • 28 વર્ષની નાની ઉંમરે ધારાસભ્ય તરીકેની જવાબદારી સંભાળનાર માલતીબેન મહેશ્વરીની પ્રેરણાદાયી રાજકીય સફર

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) નો રથ જ્યારે કચ્છ (kutch) ની આર્થિક રાજધાની ગાંધીધામ (Gandhidham) પહોંચ્યો, ત્યારે ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથેના ખાસ સંવાદમાં ગાંધીધામના યુવા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી (Maltiben Maheshwari) એ શહેરના વિકાસ અને પોતાની રાજકીય સફરના અનેક પાસાઓ ઉજાગર કર્યા હતા.

Studio On Wheels: ગાંધીધામના વિકાસ પર MLA માલતીબેનનો સૌથી મોટો ખુલાસો

ઇન્ટરવ્યુ દરમિયાન માલતીબેને ગાંધીધામને 'મિની ઈન્ડિયા'તરીકે સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદી પછી વસેલા આ શહેરમાં દેશના ખૂણેખૂણેથી લોકો આવીને વસ્યા છે. અહીં વિવિધ પ્રાંત અને ભાષાના લોકો એક પરિવારની જેમ એકતાથી રહે છે અને સૌને અહીં રોજગારી પ્રાપ્ત થાય છે. તેમણે ઉમેર્યું કે ગાંધીધામ એ માત્ર એક શહેર નથી, પણ ભારતીય સંસ્કૃતિના સંગમનું પ્રતીક છે.

Advertisement

Advertisement

ભૂકંપ પછીનો કાયાકલ્પ અને મોદી વિઝન

2001ના વિનાશક ભૂકંપ બાદ ગાંધીધામ અને કચ્છની સ્થિતિ પર વાત કરતા ધારાસભ્યએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ કચ્છ બેઠું થયું છે. છેલ્લા 20 વર્ષમાં ગાંધીધામમાં પોર્ટ (બંદર), ટુરિઝમ અને ખાસ કરીને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. આજે ગાંધીધામ એશિયામાં પ્લાયવુડના મોટા હબ તરીકે ઉભરી આવ્યું છે, જેના કારણે લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

યુવા નેતૃત્વ અને રાજકીય સફર

તેમણે માત્ર 28 વર્ષની ઉંમરે ધારાસભ્ય તરીકેની જવાબદારી સંભાળી હતી.રાજકારણમાં આવવાનું તેમનું કોઈ વ્યક્તિગત સપનું નહોતું, પરંતુ તેમના પિતા જેઓ પાર્ટીના સમર્પિત કાર્યકર હતા, તેમનું સપનું હતું કે દીકરી લોકસેવા કરે. વર્ષ 2015માં નગરસેવિકા તરીકે સફર શરૂ કર્યા બાદ, 2017માં પાર્ટીએ તેમના પર ભરોસો મૂકી ટિકિટ આપી અને જનતાના આશીર્વાદથી તેઓ સતત બીજી ટર્મ માટે ચૂંટાયા છે.

શિક્ષણ અને વિકાસના કાર્યો

ધારાસભ્યએ ગર્વ સાથે જણાવ્યું કે ગાંધીધામમાં શિક્ષણની સુવિધા ઉત્તમ છે અને તાજેતરમાં તેમણે એક અંગ્રેજી માધ્યમની શાળા પણ મંજૂર કરાવી છે. 'ડબલ એન્જિન' સરકારના કારણે વિકાસના કાર્યોમાં ગતિ આવી છે. મહિલા ધારાસભ્ય હોવા છતાં, પરિવારના સંપૂર્ણ સહયોગથી તેઓ 24 કલાક જનતાના કામો માટે સક્રિય રહી શકે છે. ડબલ એન્જિન સરકારના પ્રતાપે ગાંધીધામ આજે કચ્છનું જ નહીં પણ રાજ્યનું મહત્વનું આર્થિક કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં પ્રવાસન અને ઉદ્યોગોનો સુમેળ જોવા મળે છે.

ગુજરાત ફર્સ્ટનો સંકલ્પ

ગુજરાત ફર્સ્ટનો 'જનરથ' રાજ્યના 34 જિલ્લાઓમાં 90 દિવસની યાત્રા પર છે, જે 10,000 કિલોમીટરનું અંતર કાપીને છેવાડાના માનવીના પ્રશ્નો અને વિકાસની ગાથાને વાચા આપી રહ્યો છે. ધર્મ, ધરોહર, રાજનીતિ અને ગ્રાઉન્ડ રિયાલિટીને આવરી લેતી આ સફર હવે તમારા જિલ્લામાં પણ પહોંચશે.

આ પણ વાંચો:  STUDIO ON WHEELS: Kutch માં રોયલ રિવેરા ફાર્મની ખાસ મુલાકાત

Tags :
Advertisement

.

×