Studio On Wheels : “પત્રકાર નહીં, માનવી બની ઊતર્યાં, Harivav ગામની રિયલ સ્ટોરી”
ગુજરાત ફર્સ્ટનો અનોખો અભિગમ 'Studio On Wheels' તેના અવિરત સફર પર છે. આ સફર દરમિયાન અનેક લોકોની અવનવી જીવનશૈલી વિશે જાણવા મળ્યું. દરમિયાન, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટની સાથે 'Studio On Wheels' ની ટીમ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરિવાવ ગામે પહોંચી હતી. અહીં, 80 વિદ્યાર્થીઓની અનોખી સફરનો અદભુત અહેસાસ થયો હતો. આ વિદ્યાર્થીઓમાં જબરદસ્ત ઉત્સાહ અને તેમના સપના આકાશને આંબે એવા છે. પરંતુ, બીજી તરફ પગરખાં વગર મંજિલ તરફ આગળ વધતા ઉઘાડા પગની મજબૂરી પણ છે. આ ભૂલકાઓનાં અડગ અને હિમાલય જેવા આત્મવિશ્વાસથી પ્રભાવિત થઈ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ અને ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આ ભૂલકાઓનાં ચહેરા પર મુસ્કાન લાવે તેવું અનોખું કાજ કરવામાં આવ્યું.... જુઓ આ વિશેષ અહેવાલ.....
Location: Danta, Banaskantha


