Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: નર્સિંગ માત્ર વ્યવસાય નહીં, જાણો DI Patel Institute ના સ્ટુડન્ટ્સના સપના અને વિઝન

Gujarat First નો Studio On Wheels પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલી પ્રખ્યાત ડી.આઈ. પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચ્યો.. આજના આ ખાસ અને યુવા એપિસોડમાં અમે નર્સિંગ ક્ષેત્રમાં કરિયર બનાવી રહેલા Gen Z વિદ્યાર્થીઓ સાથે સીધો અને મજેદાર સંવાદ કર્યો છે. ચાલો સાંભળીએ તેમની વાતો..
studio on wheels  નર્સિંગ માત્ર વ્યવસાય નહીં  જાણો di patel institute ના સ્ટુડન્ટ્સના સપના અને વિઝન
Advertisement
  • Studio on Wheels: Gen Z નું વિઝન
  • નર્સિંગના વિદ્યાર્થીઓ સાથે તેમના સપના
  • ભવિષ્યના લક્ષ્યો અને કરિયર પ્લાન્સ પર સીધી ચર્ચા
  • DI Patel Institute ના વિદ્યાર્થીઓએ જણાવ્યું તેમનું ફ્યુચર વિઝન
  • AI પણ નહીં લઈ શકે નર્સની જગ્યા
  • સિદ્ધપુરની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ
  • સપનાઓની પાંખ, પોલીસ બનવાની ઈચ્છા અને નર્સિંગનો અભ્યાસ
  • જાણો ઝેન-ઝી વિદ્યાર્થીઓના વિચારો
  • DI Patel Institute, જ્યાં નર્સિંગની સાથે અપાય છે સંસ્કાર અને સંવેદનાની તાલીમ
  • "નર્સિંગને ક્યારેય AI રિપ્લેસ નહિ કરી શકે" - સંવેદના અને દર્દીની સારવારનું મહત્વ

Studio on Wheels: આજના યુવાનો માત્ર ડિગ્રી માટે નહીં, પરંતુ સેવા, સંસ્કાર અને સંવેદનાથી પ્રેરાઈને નર્સિંગ પસંદ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ ખુલ્લા મને પોતાના સપના, વિઝન અને હોસ્પિટલની વાસ્તવિક પરિસ્થિતિઓ વિશે વાત કરી. ડી.આઈ. પટેલ ઇન્સ્ટિટ્યૂટના સપોર્ટિવ સ્ટાફ, પ્રેક્ટિકલ નોલેજ અને શિસ્તબદ્ધ વાતાવરણ તેમને કેવી રીતે દર્દીઓને પરિવારની જેમ સાચવતા શીખવે છે, તે જાણવા માટે યુવાનોથી ભરેલો આ એપિસોડ અચૂક નિહાળો.

નર્સિંગ એ માત્ર એક વ્યવસાય (Profession) નથી, પરંતુ સેવા, સંસ્કાર અને સંવેદનાનું ત્રિવેણી સંગમ છે. સિદ્ધપુરની DI Patel Institute માં અભ્યાસ કરતા નર્સિંગના વિદ્યાર્થીઓ સાથેની વિશેષ વાતચીતમાં તેમના સપના, વિઝન અને આ ફિલ્ડમાં રહેલી ઉજ્જવળ તકો વિશેની રસપ્રદ વિગતો સામે આવી છે.

Advertisement

Studio on Wheels: નર્સિંગ એટલે સેવા અને કારકિર્દીનો સમન્વય

આજના સમયમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દરેક ક્ષેત્રમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે, ત્યારે નર્સિંગના વિદ્યાર્થીઓનું માનવું છે કે મશીનો ક્યારેય માનવીય હૂંફ અને સંવેદનાની જગ્યા લઈ શકશે નહીં. વિદ્યાર્થીઓના મતે, નર્સિંગમાં માત્ર નોકરી જ નહીં પરંતુ સમાજસેવા (Social Service) કરવાની પણ ઉમદા તક મળે છે.

Advertisement

Studio on Wheels: વિદ્યાર્થીઓના મુખ્ય મંતવ્યો

સેવાભાવ

દર્દીઓને હોસ્પિટલમાં જ્યારે દવાની સાથે પ્રેમ અને હૂંફની જરૂર હોય છે, ત્યારે નર્સિંગ સ્ટાફ તેમની પડખે ઊભો રહે છે.

રોજગારીની તકો

નર્સિંગ એક એવું ક્ષેત્ર છે જેમાં બેરોજગારી (Unemployment) નું પ્રમાણ નહિવત છે. સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં આસાનીથી જોબ (Job) મળી રહે છે.

પરિવાર માટે ઉપયોગી

નર્સિંગના જ્ઞાનથી પોતાના પરિવારમાં પણ કોઈ બીમાર હોય તો તેને યોગ્ય સારવાર (Treatment) આપી શકાય છે.

આ પણ વાંચો---- Studio On Wheels: મેક ઇન ઇન્ડિયાનું ગૌરવ, મહેસાણાની 'વિનસ' કંપની કેવી રીતે બની રોડ કન્સ્ટ્રક્શન મશીનરીની હબ!

Studio on Wheels: DI Patel Institute નું શ્રેષ્ઠ વાતાવરણ

સિદ્ધપુરની DI Patel Institute વિદ્યાર્થીઓમાં પ્રિય હોવાનું મુખ્ય કારણ ત્યાંનું શાંત વાતાવરણ (Environment) અને ફેમિલી જેવી લાગણી છે. અહીંની ફેકલ્ટી (Faculty) ખૂબ જ ફ્રેન્ડલી છે, જે વિદ્યાર્થીઓના દરેક ડાઉટ (Doubts) ને ખૂબ જ સરળતાથી સોલ્વ કરે છે. સંસ્થામાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ ધ્યાન આપવામાં આવે છે.

Studio on Wheels: વિવિધ નર્સિંગ કોર્સ અને પ્રેક્ટિકલ તાલીમ

વિદ્યાર્થીઓએ નર્સિંગના વિવિધ કોર્સ વિશે પણ માહિતી આપી હતી

B.Sc Nursing: આ 4 વર્ષનો ડિગ્રી કોર્સ છે, જે સાયન્સના વિદ્યાર્થીઓ કરી શકે છે.
GNM: આ ૩ વર્ષનો ડિપ્લોમા કોર્સ છે, જે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સના કોઈ પણ વિદ્યાર્થીઓ કરી શકે છે.

ઇન્સ્ટિટ્યુટમાં લેબોરેટરી (Laboratory) અને આધુનિક સાધનો જેવા કે નેબ્યુલાઇઝર (Nebulizer), લારિંગોસ્કોપ (Laryngoscope) અને રાઇલ્સ ટ્યુબ (Ryles Tube) દ્વારા પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે.

Studio on Wheels: સપનાઓ અને પડકારો

વાતચીત દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ રમતગમત (Sports) અને પોલીસ ફોર્સમાં જવાની પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ઘણા વિદ્યાર્થીઓ પોલીસની તૈયારીની સાથે નર્સિંગનો અભ્યાસ કરી રહ્યા છે, જે તેમની બહુમુખી પ્રતિભા દર્શાવે છે.

આ પણ વાંચો---- Studio on Wheels: પાટણ સિવિલ હોસ્પિટલ માટે 4 વર્ષ આંદોલન કરનાર Laleshbhai Thakkar સાથે ખાસ સંવાદ

Tags :
Advertisement

.

×