Studio on Wheels: મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ શરૂ કરી છે – ''STUDIO ON WHEELS''. આ હાઇટેક મોબાઇલ સ્ટુડિયો ચાર દીવાલોમાં બંધાયેલા પરંપરાગત સ્ટુડિયોની મર્યાદાઓ તોડીને સીધા જનતાના આંગણે પહોંચી રહ્યો છે અને નેતાઓ, અભિનેતાઓ, લોક કલાકારો, ઉદ્યોગકારો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની આ મુહિમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આ મુહિમને વધુ મજબૂતી આપવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમે એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) અને અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. આ બંને સ્થળોએ ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટના (Dr. Vivek kumar bhatt) નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ખાસ સંવાદ થયા, જેમાં સ્વાસ્થ્ય અને સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી સાથે સંવાદ
ગુજરાત ફર્સ્ટની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓ અને ડોક્ટરો કેવી પરિસ્થિતિ વચ્ચે અહીં જજુમે છે તે જાણવા ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek kumar bhatt) સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી (Dr. Rakesh Joshi) સાથે કર્યો હતો. ત્યારે ડૉ.રાકેશ જોષીએ સૌ પ્રથમ તો 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની મુલાકાત લઈને આ પહેલને ખૂબ વખાણી. તેમણે કહ્યું કે, "ગુજરાત ફર્સ્ટની આ સુંદર પહેલ છે. લોકો સુધી પહોંચવું એ મીડિયાનું મુખ્ય કામ છે. સમાચાર માધ્યમ સમાજ સુધી પહોંચશે તો લોકોના વિચારો દુનિયા સુધી પહોંચશે."
"હોસ્પિટલ લાગણીથી દર્દીઓની સેવા કરે છે": ડૉ. રાકેશ જોષી
તેમણે હોસ્પિટલની કામગીરી વિશે વાત કરતાં જણાવ્યું કે, અહીં અનેક દર્દીઓ સારવાર માટે આવે છે અને તેઓ આશા સાથે આવે છે જે પૂરી કરવામાં હોસ્પિટલ કટિબદ્ધ છે. "હોસ્પિટલ લાગણીથી દર્દીઓની સેવા કરે છે અને દર્દીને યોગ્ય સારવાર મળે તે માટે સરકાર પણ પ્રતિબદ્ધ છે".
શહેરની શાંતિ અને સુરક્ષા સંદર્ભે પોલીસ કમિશનર જી.એસ. મલિકે શું કહ્યું?
અમદાવાદની તમામ ગતિવિધિઓ પર શહેર પોલીસ બાજ નજર રાખે છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ વહેલી પરોઢે પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી અને ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે પો.કમિશનર સાથે ખાસ સંવાદ કર્યો હતો. આ દરમિયાન એ વાત પણ જાણવાનો પ્રયાસ કર્યો કે શાંતિ અને સુરક્ષા સંદર્ભે શું શ્રેષ્ઠ પ્રયાસો કરી શકાય? ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકએ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની મુલાકાત લીધી. તેમણે આ નવી શરૂઆત માટે અભિનંદન આપતાં કહ્યું કે,"ગુજરાત ફર્સ્ટનો આ પ્રયાસ પ્રેરણાદાયી છે."
પોલીસનું કામ ચેલેન્જથી ભરેલું: પોલીસ કમિશનર જી.એસ. મલિક
પોલીસની કામગીરી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે પોલીસનું કામ ચેલેન્જથી ભરેલું છે, પરંતુ લોકો તરફથી ફીડબેક મળે તો વધુ સારું કામ કરી શકાય. શાંતિ, સલામતી અને સુરક્ષા માટેના પ્રયાસો પર વિગતવાર ચર્ચા કરી.
'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની વિશેષતાઓ
ગુજરાત ફર્સ્ટનો 'STUDIO ON WHEELS' એક અત્યાધુનિક વાન છે જેમાં લાઇવ બ્રોડકાસ્ટની તમામ સુવિધાઓ છે. ના દિવસ જોઈએ, ના રાત – થાક અને આરામ વિના આ યાત્રા ચાલુ રહેશે. આનાથી સ્થાનિક સમસ્યાઓને સીધો અવાજ મળશે અને જનતા-સરકાર વચ્ચેનો સંવાદ મજબૂત બનશે.આ મુહિમને વરિષ્ઠ અધિકારીઓ તરફથી મળેલો પ્રતિસાદ દર્શાવે છે કે ગુજરાત ફર્સ્ટનો આ પ્રયાસ સમાજ માટે ખરેખર ઉપયોગી અને પ્રેરણાદાયી છે. આગામી દિવસોમાં આ યાત્રા ગુજરાતના દરેક ખૂણે પહોંચીને નવા રેકોર્ડ બનાવશે.
આ પણ વાંચો: Studio On Wheels : વિરાસતથી લઈ વિકાસ સુધીનો સંવાદ, દિગ્ગજોએ ગુજરાત, સંસ્કૃતિ, Gen Z અંગે કરી ચર્ચા
આ પણ વાંચો:Studio on Wheels : કથાકાર Chitralekhaji સાથે ભક્તિમય સંવાદ, વૃંદાવનથી દ્વારિકાની રોચક ચર્ચા