Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: વેસ્ટમાંથી બેસ્ટ! પ્લાસ્ટિક વણાટના પાયોનીયર રાજી બહેનનું પર્યાવરણ બચાવવાનું અનોખું અભિયાન

Studio on Wheels: પર્યાવરણ માટે જોખમી ગણાતા પ્લાસ્ટિકને અનોખી કળા દ્વારા ઉપયોગી બનાવવાનું ભગીરથ કાર્ય કચ્છના એક મહિલા કરી રહ્યા છે. 'ગુજરાત ફર્સ્ટ'નો સ્ટુડિયો ઓન વ્હિલ્સ જ્યારે કચ્છ પહોંચ્યો, ત્યારે પ્લાસ્ટિક વણાટના પાયોનીયર ગણાતા રાજી બહેનની પ્રેરણાદાયી સફર સામે આવી છે.
studio on wheels  વેસ્ટમાંથી બેસ્ટ  પ્લાસ્ટિક વણાટના પાયોનીયર રાજી બહેનનું પર્યાવરણ બચાવવાનું અનોખું અભિયાન
Advertisement
  • ગુજરાત ફર્સ્ટ (Gujarat first) નો સ્ટુડિયો ઓન વ્હિલ (Studio on Wheels) પહોંચ્યો કચ્છ (Kutch)
  • વણાટકામથી પ્રકૃતિ બચાવવાનું અનોખુ અભિયાન
  • કચ્છના રાજી બહેન (Rajiben) ના હુનરથી પર્યાવરણનો બચાવ
  • પ્લાસ્ટિક વણાટના પાયોનીયર છે રાજી બહેન
  • વુમન ક્રાફ્ટ એન્ટરપ્રાઈઝના સ્થાપક છે રાજી બહેન
  • પ્લાસ્ટિકને અપસાયકલ કરીને હાથ વણાટની વસ્તુઓ બનાવે છે

Studio on Wheels: પર્યાવરણ માટે જોખમી ગણાતા પ્લાસ્ટિકને અનોખી કળા દ્વારા ઉપયોગી બનાવવાનું ભગીરથ કાર્ય કચ્છના એક મહિલા કરી રહ્યા છે. 'ગુજરાત ફર્સ્ટ'નો સ્ટુડિયો ઓન વ્હિલ્સ જ્યારે કચ્છ પહોંચ્યો, ત્યારે પ્લાસ્ટિક વણાટના પાયોનીયર ગણાતા રાજી બહેનની પ્રેરણાદાયી સફર સામે આવી છે. તેઓ પ્લાસ્ટિકને અપસાયકલ (Upcycle) કરીને આકર્ષક અને ટ્રેન્ડી વસ્તુઓ બનાવી રહ્યા છે.

વણાટકામ દ્વારા પર્યાવરણનું જતન

આજના સમયમાં પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ પૃથ્વી અને જળચર જીવો માટે ખતરો બની રહ્યો છે. ત્યારે ભુજથી 35 કિમી દૂર આવેલા કોટાય ગામના વતની અને હાલ કુકમા (અવધનગર)માં સ્થાયી થયેલા રાજી બહેને આ સમસ્યાનો ઉકેલ પોતાની પરંપરાગત કળામાં શોધ્યો છે.

Advertisement

સંઘર્ષથી સફળતા સુધીની સફર

રાજી બહેન ભારતમાં પ્લાસ્ટિક વણાટના પાયોનીયર અને વુમન ક્રાફ્ટ એન્ટરપ્રાઇઝના સ્થાપક છે. જે પ્લાસ્ટિકને અપસાયકલ કરીને હાથ વણાટથી ખૂબ જ સુંદર વસ્તુઓ બનાવે છે. રાજી બહેન મૂળ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરથી 35 કિમી દૂર આવેલા કોટાય ગામના વતની છે. તેમનો જન્મ વણકર પરિવારમાં થયો છે જેથી તેમને વણાટકામનું હુનર વારસામાં મળ્યું છે. રાજી બહેનના જીવનની યાત્રા પણ સરળ ન હતી. તે જીવનમાં અનેક વિપરીત અને કઠિન પરિસ્થિતિનો સામનો કરીને આગળ આવ્યા હતા. 17 વર્ષની નાની ઉંમરે રાજીબહેનના લગ્ન મુરજી વણકર સાથે થયા. કચ્છમાં 2001માં આવેલ ભયાનક ધરતીકંપમાં આ વિસ્તારના ઘણા ગામોનો વિનાશ થયો હતો. તેમજ અચાનક આવેલી આફતને કારણે રાજી બહેનને સપરિવાર કચ્છના અવધનગર, કુકમામાં રહેવા જવું પડ્યું અને નવેસરથી જીવનની શરૂઆત કરવી પડી હતી.
અપસાયકલિંગ: તેઓ ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકને એકઠું કરી, તેને સાફ કરીને તેમાંથી હાથ વણાટ દ્વારા સુંદર વસ્તુઓ તૈયાર કરે છે.

Advertisement

ઉત્પાદનો:તેમના દ્વારા બનાવવામાં આવેલી કલરફુલ બેગ્સ, ડિઝાઈનર અને ટ્રેન્ડી વસ્તુઓ આજે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

શા માટે ખાસ છે આ પહેલ?

જ્યારે વિશ્વભરના ડિઝાઇનરો પ્લાસ્ટિકના રિસાયકલિંગ પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે રાજી બહેને સામાન્ય વર્ગમાંથી આવીને ગ્રામીણ કળા અને પર્યાવરણ સુરક્ષાનો સમન્વય સાધ્યો છે. જો તમે પણ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગરની આકર્ષક અને ટકાઉ ચીજવસ્તુઓના શોખીન હોવ, તો રાજી બહેન દ્વારા નિર્મિત આ હસ્તકલાના નમૂનાઓ અવશ્ય જોવા અને ખરીદવા જેવા છે.

આ  પણ વાંચો:  Bhavnath Mela Girnar ropeway: રોપ-વે માંથી જુઓ ભવનાથ મેળાનો નજારો! તળેટીમાં શિવભક્તોનું ઘોડાપૂર!

Tags :
Advertisement

.

×