Studio on Wheels: અલ્પેશભાઈ ઢોલરિયાની મજૂરી કામથી લઈ માર્કેટ યાર્ડના ચેરમેન સુધીની સફર
Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) ના આંગણે પહોંચી હતી. આ દરમિયાન ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા (Alpeshbhai Dholariya) સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમા તેમણે જીવન સંઘર્ષ, તેમના દ્વારા લાવવામાં આવેલી ડિજિટલ ક્રાંતિ વિશે જણાવ્યું હતું.
Studio on Wheels માં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા સાથે સંવાદ
અલ્પેશભાઈ ઢોલરિયાનું જીવન એવા લોકો માટે મોટી પ્રેરણા છે જેઓ શૂન્યમાંથી સર્જન કરવામાં માને છે. એક સમય એવો હતો જ્યારે ધોરણ 10 માં ભણતા અલ્પેશભાઈના પિતાને હાર્ટ એટેક આવ્યો, અને પરિવારની આર્થિક જવાબદારી તેમના પર આવી પડી. પરિવારનું ગુજરાન ટેમ્પા પર ચાલતું હતું, જે તેમણે પોતે ચલાવવાનું શરૂ કર્યું. તેઓ ખેડૂતોનો માલ લઈ યાર્ડમાં ઠાલવતા અને ખાલી સમયમાં મજૂરી પણ કરતા.
પિતાના સંસ્કાર આજે પણ વરેલા
ગુરુકુળમાં મેનેજમેન્ટના પાઠ શીખેલા અલ્પેશભાઈએ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી વ્યાજે રૂપિયા લઈને મિનરલ વોટરની ફેક્ટરી શરૂ કરી, જેણે માત્ર 6 મહિનામાં જ તેમને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યા. પિતાના સંસ્કાર હતા કે "ઘરમાં ક્યારેય અનીતિ કે હરામનો એક રૂપિયો ન આવવો જોઈએ", જેને તેમણે આજે પણ વરેલા છે.જે યાર્ડમાં તેમણે 11 વર્ષ મજૂરી કરી હતી, આજે તેના ચેરમેન તરીકે તેઓ સમગ્ર યાર્ડને 'મંદિર' માને છે.
વહીવટી સુધારો
યાર્ડમાં ટ્રાફિક અને ઝગડા નિવારવા માટે તેમણે 'લોખંડના ટોકન'ની વ્યવસ્થા કરી, જેથી ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ન ઉભા રહેવું પડે અને પડાપડી અટકે.
ડિજિટલ ક્રાંતિ
ગોંડલ માર્કેટયાર્ડને દેશનું સૌપ્રથમ 100% ડિજિટલ APMC બનાવ્યું છે. વજન કાંટાથી લઈને રૂમ બુકિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ હવે ડિજિટલ છે. યાર્ડના માલના મેસેજિંગથી લઈને ફરિયાદ નિવારણ સુધી બધું જ પારદર્શક બન્યું છે.
સુવિધાઓ અને સુરક્ષા
ખેડૂતો માટે સસ્તા દરે ભોજન, વેપારીઓ માટે 500 રૂપિયામાં AC રૂમ, અને સમગ્ર યાર્ડને CCTV થી સજ્જ કર્યું.
ખેડૂતો માટે 10 લાખના વીમા કવચની દિશામાં કામગીરી
યાર્ડને સોલાર સિસ્ટમથી કાર્યરત કરીને વીજળી બિલમાં બચત કરી, જે રકમનો ઉપયોગ કર્મચારીઓના પગાર વધારામાં કર્યો. આ ઉપરાંત મજૂરો માટે પાંચ લાખનો વીમો અને ગોંડલ તાલુકાના તમામ ખેડૂતો માટે 10 લાખના વીમા કવચની દિશામાં કામગીરી કરી છે.
&
Studio On Wheels Rajkot | Gondal Market Yard ના ચેરમેન Shri Alpeshbhai Dholariya સાથે વિશેષ સંવાદ @alpeshdholariy #StudioOnWheels #Janrath #Gujarat #Rajkot #Gondal #GondalMarketYard #GondalAPMC #Chairman #AlpeshDholariya #FarmersOfGujarat #SaurashtraAgriculture… pic.twitter.com/zFJ1VqcRUc
— Gujarat First (@GujaratFirst) May 22, 2026
ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ
'ગુજરાત ફર્સ્ટ' ચેનલનો આ 'STUDIO ON WHEELS' કાર્યક્રમ માત્ર એક ઇન્ટરવ્યુ નથી, પરંતુ રાજ્યના ખૂણેખૂણે જઈને જમીની હકીકત અને સફળતાની વાતો ઉજાગર કરવાનો એક સંકલ્પ છે. આ ટીમ રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં ફરીને સ્થાનિક પ્રશ્નો, ધર્મ-ધરોહર, વિકાસની વાતો અને રાજનીતિથી લઈને ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના તમામ પાસાઓને લોકો સુધી પહોંચાડશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય સામાન્ય માણસના પ્રશ્નોને વાચા આપવાનો અને સકારાત્મક સમાચારોને જન-જન સુધી પહોંચાડવાનો છે.


