Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels Rajkot: રાજકોટની જનતાનો અતૂટ વિશ્વાસ એટલે 'સાંજ સમાચાર, ત્રણ પેઢીથી જળવાયેલો પત્રકારત્વનો ભવ્ય વારસો

Studio on Wheels Rajkot: રાજકોટની જનતાનો અતૂટ વિશ્વાસ એટલે 'સાંજ સમાચાર, ત્રણ પેઢીથી જળવાયેલો પત્રકારત્વનો ભવ્ય વારસો
studio on wheels rajkot  રાજકોટની જનતાનો અતૂટ વિશ્વાસ એટલે  સાંજ સમાચાર  ત્રણ પેઢીથી જળવાયેલો પત્રકારત્વનો ભવ્ય વારસો
Advertisement
  • Studio on Wheels Rajkot: રાજકોટની શાન અને જનતાનો અતૂટ ભરોસો
  • 'સાંજ સમાચાર'ના ગૌરવશાળી ૭૫ વર્ષ અને ત્રણ પેઢીનો વારસો
  • જ્યારે બે મોટા મીડિયા હાઉસ મળ્યા! 'સાંજ સમાચાર'ની મુલાકાતે ગુજરાત ફર્સ્ટની ટીમ
  • 'સાંજ સમાચાર'ના કરણભાઈ શાહે ખોલ્યા પિતૃક વારસા અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વના રહસ્યો
  • રાજકોટના ઘરે-ઘરે વંચાતા 'સાંજ સમાચાર' કેમ છે બીજા કરતા અલગ?

Studio on Wheels Rajkot: સમાચારની દુનિયામાં સત્ય અને સચોટતાનો સંગમ એટલે ગુજરાત ફર્સ્ટ. તમામ જિલ્લાઓની યાત્રાના સફરમાં અમે મુલાકાત લીધી એક એવા અખબારની, જે માત્ર કાગળનો ટુકડો નથી, પણ રાજકોટની જનતાનો અતૂટ વિશ્વાસ છે 'સાંજ સમાચાર' (Sanj Samachar). ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ Dr. Vivek Kumar Bhatt એ રાજકોટના પ્રતિષ્ઠિત અખબાર 'સાંજ સમાચાર'ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે મેનેજીંગ એડિટર શ્રી કરણભાઈ શાહ સાથે ખાસ વાતચીત કરી અને અખબારની ત્રણ-ત્રણ પેઢીઓથી જળવાયેલી ગૌરવશાળી સફરને જાણી હતી.

સૌરાષ્ટ્રની શાન ગણાતા રાજકોટ શહેરમાં પત્રકારત્વ (Journalism) ના ક્ષેત્રે 'સાંજ સમાચાર' અખબારે એક આગવી ઓળખ ઉભી કરી છે. ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) કાર્યક્રમ અંતર્ગત ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે આ પ્રતિષ્ઠિત અખબારની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાંજ સમાચારના મેનેજિંગ એડિટર (Managing Editor) કરણભાઈ શાહ સાથે અખબારની ગૌરવશાળી સફર અને તેની મૂલ્યનિષ્ઠા વિશે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

Advertisement

પાયાની ઈંટ અને ઐતિહાસિક સફર (Historical Journey)

સાંજ સમાચારની સ્થાપનાનો ઇતિહાસ અત્યંત રસપ્રદ છે. આ અખબારની પાયાની ઈંટ સ્વર્ગસ્થ બાબુભાઈ શાહે 12 March 1948 ના રોજ એક દૈનિક અખબાર (Daily Newspaper) તરીકે મૂકી હતી. ત્યારબાદ 15 August 1986 થી સાંજનું અખબાર શરૂ કરવામાં આવ્યું, જે આજે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યંત લોકપ્રિય છે. કરણભાઈ શાહ આજે આ અખબારની ત્રીજી પેઢી (Third Generation) તરીકે પત્રકારત્વનો વારસો સંભાળી રહ્યા છે અને પિતા પ્રદીપભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.

Advertisement

આ પણ વાંચો----- Studio on Wheels Arvalli: શું કોંગ્રેસ મુક્ત અરવલ્લી ફરી બનશે કોંગ્રેસ યુક્ત? ભાજપના ગઢમાં ગાબડું પાડવા અરુણભાઈ પટેલે કસી કમર!

વિશ્વાસ અને ઓથેન્ટિસિટી પર ભાર (Emphasis on Authenticity)

આજના ડિજિટલ યુગમાં જ્યારે સોશિયલ મીડિયા (Social Media) પર ફેક ન્યુઝનું પ્રમાણ વધ્યું છે, ત્યારે સાંજ સમાચાર પોતાની વિશ્વસનીયતા (Credibility) જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. કરણભાઈ શાહના મતે, કોઈપણ સમાચાર પ્રસિદ્ધ કરતા પહેલા તેની સત્યતા તપાસવી અને મૂળ સુધી જવું એ તેમની નૈતિક જવાબદારી છે. WhatsApp પર ફરતા મેસેજ સાચા છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ અખબારમાં સ્થાન આપવામાં આવે છે. સમાચારની દુનિયામાં સત્ય અને સચોટતા જ તેમનો મૂળ મંત્ર રહ્યો છે.

જનતા સાથેનો સીધો સંપર્ક અને લોકસેવા (Public Service)

સાંજ સમાચાર માત્ર એક અખબાર નથી પરંતુ રાજકોટની જનતાની સમસ્યાઓ વાચા આપવાનું માધ્યમ (Medium) છે. દરરોજ અંદાજે 400 થી 500 લોકો પોતાની વ્યક્તિગત કે સામાજિક સમસ્યાઓ લઈને રૂબરૂ ઓફિસની મુલાકાત લે છે. પછી તે સોસાયટીના નાના પ્રશ્નો હોય કે મોટી સિદ્ધિઓ, અખબાર હંમેશા સામાન્ય માણસનો અવાજ બનવાનો પ્રયત્ન કરે છે. 'વોકલ ફોર લોકલ' (Vocal for Local) ના અભિગમ સાથે છેવાડાના માનવી સુધી પહોંચવાનો આ અખબારનો પ્રયાસ પ્રશંસનીય છે.

મજબૂત નેટવર્ક અને માનવીય સંબંધો (Human Relationships)

સાંજ સમાચારની સફળતા પાછળ તેનું મજબૂત વિતરણ નેટવર્ક (Distribution Network) અને માનવીય સંબંધો રહેલા છે. સૌરાષ્ટ્રના ગામડે-ગામડે આ અખબાર પહોંચે છે. ખાસ વાત એ છે કે માત્ર માલિકોની જ નહીં, પરંતુ અનેક પત્રકારો અને એજન્ટોની પણ ત્રીજી પેઢી આ સંસ્થા સાથે જોડાયેલી છે. આ મજબૂત એચઆર (HR) અને વાચકો સાથેના અતૂટ સંબંધોને કારણે જ સાંજ સમાચાર આજે સૌરાષ્ટ્રની ધડકન બની રહ્યું છે. ગમે તેવા સંજોગોમાં પણ સત્ય (Truth) સાથે ક્યારેય સમાધાન ન કરવાની પરંપરા આજે પણ અકબંધ છે

આ પણ વાંચો---- Studio on Wheels: રાજકોટમાં પત્રકારત્વના બે દિગ્ગજોનો મિલાપ, બદલાતા પ્રવાહો અને પત્રકારત્વના મૂલ્યો પર ખાસ સંવાદ

Tags :
Advertisement

.

×