Studio on Wheels Rajkot: રાજકોટના ‘ખાસ ખબર’ અખબારની યશગાથા અને ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સની મુલાકાત
- Studio on Wheels Rajkot: ખાસ ખબરનો પત્રકારત્વમાં ડંકો
- પરેશભાઈ ડોડિયાએ ઉભું કર્યું સફળ અખબારનું વટવૃક્ષ!
- "છોડે નહીં કોઈ કસર", રાજકોટના અગ્રણી અખબાર 'ખાસ ખબર'
- ઓફિસે પહોંચ્યો ગુજરાત ફર્સ્ટનો 'સ્ટુડિયો ઓન વિલ્સ'!
- માલિક નહીં પણ પરિવારના મોભી
- સ્ટાફ સાથે એક જ ટેબલ પર જમીને પરેશભાઈ નિભાવે છે અનોખો સંબંધ!
Studio on Wheels Rajkot: સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટમાં જ્યારે પત્રકારત્વની વાત આવે ત્યારે 'ખાસ ખબર' (Khas Khabar) અખબારનું નામ આદર સાથે લેવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત ફર્સ્ટનો 'સ્ટુડિયો ઓન વ્હિલાસ' (Studio on Wheels) નો કાફલો આ પ્રતિષ્ઠિત અખબારની ઓફિસે પહોંચ્યો હતો. ગુજરાત ફર્સ્ટના એડિટર ડૉ. વિવેક કુમાર ભટ્ટ અને ખાસ ખબરના સારથી પરેશભાઈ ડોડિયા વચ્ચે એક અત્યંત પ્રેરણાદાયી સંવાદ (Dialogue) જામ્યો હતો. આ મુલાકાત દરમિયાન પરેશભાઈએ પોતે શૂન્યમાંથી સર્જન કરવાની સફર વિશે વાત કરી હતી. જે અખબાર એક સમયે નાનકડી કેબિનમાંથી સાપ્તાહિક (Weekly) તરીકે શરૂ થયું હતું, તે આજે ડિજિટલ યુગમાં 1 લાખથી વધુ પરિવારો સુધી પહોંચતું દૈનિક અખબાર બની ગયું છે.
Studio on Wheels Rajkot: પરેશભાઈ ડોડિયાનું વિઝન
પરેશભાઈ ડોડિયાની કારકિર્દી સંઘર્ષની જીવંત મિસાલ (Example) છે. મૂળભૂત રીતે ટ્રાન્સપોર્ટ અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં, પત્રકારત્વ પ્રત્યેના લગાવને કારણે તેમણે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેમણે કિન્નરભાઈ આચાર્ય અને અન્ય સાથીઓ સાથે મળીને શરૂઆતમાં એક વર્ષ સુધી સાપ્તાહિક અખબાર ચલાવ્યું હતું. ત્યારબાદ, ટેકનોલોજીના બદલાતા પ્રવાહને પારખીને તેમણે ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platform) પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આજે ખાસ ખબર પાસે 350 થી વધુ વોટ્સએપ ગ્રુપ (WhatsApp Groups) અને સોશિયલ મીડિયાના અન્ય માધ્યમોનું મજબૂત નેટવર્ક છે, જેના દ્વારા સમાચાર ગણતરીની મિનિટોમાં વાચકો સુધી પહોંચે છે.
આ પણ વાંચો------ Studio on Wheels: મુંબઈની લાઈફસ્ટાઈલ હવે હિંમતનગરમાં! શું છે દિનેશભાઈ પટેલના 'Atri Imperial' પ્રોજેક્ટની ખાસિયત?
Studio on Wheels Rajkot: "છોડે નહીં કોઈ કસર", ટેગલાઈન પાછળની ફિલોસોફી
ખાસ ખબર અખબારની ટેગલાઈન 'છોડે નહીં કોઈ કસર' (Leave No Stone Unturned) તેની કાર્યપદ્ધતિનો અરીસો છે. પરેશભાઈના જણાવ્યા મુજબ, આ ટેગલાઈન તેમના તંત્રી કિન્નરભાઈ આચાર્ય દ્વારા આપવામાં આવી છે. પક્ષપાત વગર અને ડર્યા વગર સત્ય સમાચાર લોકો સુધી પહોંચાડવા એ આ અખબારનો મુખ્ય સિદ્ધાંત છે. સમાચારમાં સત્યતા અને નિર્ણયમાં નિડરતા (Boldness) એ તેમની ઓળખ છે. એકવાર ઓથેન્ટિક પુરાવા સાથે સમાચાર પ્રકાશિત થયા પછી, ગમે તેવા દબાણ હેઠળ પણ તેઓ પીછેહઠ કરતા નથી. આ પારદર્શિતાને કારણે જ રાજકોટની જનતામાં આ અખબાર પ્રત્યે અતૂટ વિશ્વાસ (Trust) જોવા મળે છે.
"છોડે નહીં કોઈ કસર": Rajkot ના અગ્રણી અખબાર 'Khas Khabar' ની ઓફિસે પહોંચ્યું Studio on Wheels
આજે વાત કરવી છે પત્રકારત્વના એવા એક રત્નની, જેમણે લોકશાહીના ચોથા સ્તંભને નવી ઊંચાઈ આપી છે. Rajkot ના અગ્રણી અખબાર 'Khas Khabar' ના આંગણે પત્રકારત્વના બે દિગ્ગજોની મુલાકાત થઈ. Gujarat… pic.twitter.com/WfbP9VLEOF— Gujarat First (@GujaratFirst) April 9, 2026
Studio on Wheels Rajkot: માલિક અને સ્ટાફ વચ્ચેના કૌટુંબિક સંબંધો
ખાસ ખબરની ઓફિસમાં માલિક અને સ્ટાફ વચ્ચે કોઈ અંતર કે ભેદભાવ જોવા નથી મળતો. પરંતુ એક પરિવાર (Family) જેવો માહોલ છે. પરેશભાઈ પોતે સ્ટાફ સાથે બેસીને ભોજન લે છે, અને દરેક કર્મચારી માટે 24 કલાક ઉપલબ્ધ રહે છે. પત્રકારત્વની સાથે સાથે તેઓ સામાજિક અને રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. રાજકોટમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ (Night Cricket Tournament) દ્વારા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ પણ આ સંસ્થા કરી રહી છે. હાલમાં જ માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં 64 ટીમો વચ્ચે ભવ્ય ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતભરના ટેનિસ સ્ટાર્સ ભાગ લઈ રહ્યા છે. આ રીતે, ખાસ ખબર માત્ર સમાચારનું માધ્યમ જ નહીં, પણ સમાજસેવાનું કેન્દ્ર પણ બન્યું છે.
આ પણ વાંચો------- Studio on Wheels Akila: રંગીલા રાજકોટની શાન 'અકિલા', સવારે ચા અને સાંજે અકિલાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ


