Studio On Wheels Rajkot: શિક્ષણ જગતમાં એક અલગ ઓળખ ધરાવતી રાજકોટની T.N.Rao School વિકાસના નવા શિખરો સર કરી રહી છે. 'ગુજરાત ફર્સ્ટ'ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટૂડિયો ઓન વ્હીલ્સ' દ્વારા શાળાના એજ્યુકેશન ડિરેક્ટર મીતાબા જાડેજા અને સંચાલક અશ્વિનભાઈ પટેલ સાથે એક વિશેષ સંવાદ યોજાયો હતો. જેમાં શાળાની 40 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સફર આજે 1200 વિદ્યાર્થીઓ સુધી પહોંચી હોવાની ચર્ચા કરવામાં આવી હતી.
"શિક્ષણ એ વ્યવસાય નહીં, સેવા છે"
સંવાદ દરમિયાન શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે, "અમારી શાળા માત્ર એક કોર્પોરેટ હાઉસ નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે બીજું ઘર છે. અમારો મુખ્ય અભિગમ બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાનો નથી, પરંતુ તેમને શિક્ષણની સાથે સંસ્કાર, સમજણ અને શિસ્ત શીખવવાનો છે." તેઓએ ભારપૂર્વક કહ્યું હતું કે, "દીકરી ભણેલી હોય તો આખું ઘર તરે છે. ટ્યુશન કલ્ચરે આજે બાળકોને માત્ર 'માર્કસ'વાદી બનાવી દીધા છે, જેમાંથી બહાર આવીને બાળકોને પહેલા પ્રેમ આપવો અને પછી તેમને શિક્ષણ તરફ વાળવા તે અમારો ઉદ્દેશ્ય છે."
શિક્ષણ પદ્ધતિમાં બદલાવ અને આધુનિકતા
મીતાબા જાડેજાએ જણાવ્યું હતું કે, "બાળક ધીમે ધીમે મોટું થાય તેને જોવાનો અનુભવ ખૂબ સુંદર છે. શાળામાં જ્યાં આનંદનું વાતાવરણ હોય ત્યાં જ ક્રિએટીવિટી આવે છે. અમે વિવિધ એક્ટિવિટી અને ઈવેન્ટ્સ દ્વારા બાળકોને જીવન માટે તૈયાર કરીએ છીએ. આજના સમયમાં AI ટેક્નોલોજી અને મોબાઈલનો સદુપયોગ કરીને બાળકો નિર્ણય લેતા શીખે તે પણ એટલું જ જરૂરી છે."
ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ
'ગુજરાત ફર્સ્ટ'નું 'સ્ટૂડિયો ઓન વ્હીલ્સ' અભિયાન સમગ્ર ગુજરાતના 34 જિલ્લાઓમાં ફરીને શિક્ષણ, વિકાસ, ધર્મ અને સંસ્કૃતિ જેવા વિષયો પર સ્થાનિક અવાજોને વાચા આપી રહ્યું છે. T.N.Rao Schoolની આ સફળતાની ગાથા સાબિત કરે છે કે જો સંકલ્પ દ્રઢ હોય તો સફળતા ચોક્કસ મળે છે.
આ પણ વાંચો: Studio on Wheels: રોજની 1 કરોડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને 5000 લોકોને રોજગારી, Rajkot ની PAN Healthcare ની અદ્ભુત સફર