Studio on Wheels: રાજકોટના યુવા નેતા અસલમભાઈ મલેક સાથે રાજકારણ અને રાષ્ટ્રવાદ પર વિશેષ સંવાદ
Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ હાલ રંગીલા રાજકોટ (Rajkot) ના પ્રવાસે છે, જ્યાં સૌરાષ્ટ્રના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને રાજકોટ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અસલમભાઈ મલેક (Aslam Malek) ની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. ખૂબ જ નાની ઉંમરે સામાન્ય વોર્ડ કાર્યકર્તાથી લઈને પ્રમુખ પદ સુધીની સફર ખેડનાર અસલમભાઈ મલેકે આ સંવાદમાં પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા.
Studio on Wheels માં યુવા નેતા અસલમભાઈ મલેક સાથે સંવાદ
સંવાદની શરૂઆત કરતા અસલમભાઈ મલેકે રાષ્ટ્રવાદ પ્રત્યેના પોતાના વિચારો સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, "ભારત આપણી માતા છે અને અમે દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરતી વખતે પણ આ ભૂમિને વંદન કરીએ છીએ." તેમણે ભારપૂર્વક કહ્યું કે, વિશ્વમાં ભારતના મુસ્લિમ સમાજ જેટલો સુરક્ષિત અને સમ્માનિત બીજે ક્યાંય નથી. ભારતની સંસ્કૃતિ અને લોકશાહીમાં મુસ્લિમ સમાજ ગર્વ અનુભવે છે.
પક્ષ પ્રત્યે વફાદારી અને પૂર્વ વડાપ્રધાન અટલજીના આદર્શો
અસલમભાઈનો પરિવાર પિતાના સમયથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાયેલો છે. પોતાના રાજકીય ગુરુ તરીકે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીને યાદ કરતા તેમણે સંઘ (RSS) ના રાષ્ટ્રહિતના કાર્યોની ખૂબ જ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, પક્ષની વિચારધારા જ તેમની પ્રેરણા છે.
કોંગ્રેસની રાજનીતિ પર આકરા પ્રહારો
કોંગ્રેસ પર નિશાન સાધતા અસલમભાઈએ આક્ષેપ કર્યો હતો કે, વર્ષો સુધી કોંગ્રેસે મુસ્લિમ સમાજને માત્ર ડરાવીને અને દબાવીને રાખ્યો છે. લઘુમતી સમાજમાં શિક્ષણના નીચા દર માટે કોંગ્રેસની ભ્રમિત કરતી રાજનીતિ જવાબદાર છે, જેનો યોગ્ય જવાબ હવે જાગૃત મતદારો ખાસ કરીને ધોરાજીના મતદારોએ આપી દીધો છે.
વિકાસ અને સરકારી યોજનાઓની સફળતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લઘુમતી સમાજ આજે ધંધા-રોજગાર અને શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, PM-JAY (આયુષ્માન યોજના) અને RTE (રાઈટ ટુ એજ્યુકેશન) જેવી જનકલ્યાણકારી યોજનાઓનો સૌથી મોટો અને સીધો લાભ લઘુમતી પરિવારોને મળ્યો છે, જે પરિવર્તનનું મોટું સાધન બન્યું છે.
Studio on Wheels: Rajkot BJP Minority Cellના પ્રમુખ Aslambhai Malekનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ#AslambhaiMalek #UmangRaval #Rajkot #Somnath #StudioOnWheels #GujaratFirst #BJPMinorityMorcha #SaurashtraPolitics #Nationalism #IndianMuslims #PMJAY #RTEGujarat #RamMandir… pic.twitter.com/RWN4RUWIY9
— Gujarat First (@GujaratFirst) May 24, 2026
સામાજિક એકતાનું ઉદાહરણ
મૂળ સોમનાથના વતની એવા અસલમભાઈ 21 વર્ષ પહેલા રાજકોટ આવ્યા હતા. છેલ્લા 12 વર્ષથી તેઓ કોઈપણ જાતના ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ રાખ્યા વિના નિઃસ્વાર્થ સમાજસેવા કરી રહ્યા છે. સામાજિક એકતાના ઉદાહરણરૂપે, તેમણે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પોતે ઉત્સાહપૂર્વક પત્રિકા વિતરણનું કાર્ય કર્યું હતું, જે તેમની સર્વધર્મ સમભાવની ભાવના દર્શાવે છે.અંતમાં, અસલમભાઈ મલેકે ભાજપને 'વિકાસ અને વિશ્વાસનો પરિવાર' ગણાવીને દેશભક્તિ અને સકારાત્મક રાજનીતિનો સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: Studio on Wheels: રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ખેડૂત પુત્રથી જનપ્રતિનિધિ સુધીની સફર


