Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: પાકિસ્તાને રાખ્યું હતું 50 હજારનું ઈનામ, જાણો એ સપૂતની વાત જેણે દુશ્મનોના દાંત ખાટા કર્યા

Studio on Wheels:  ગુજરાતની સરહદી ધરતી પર અનેક શૂરવીરો પાક્યા છે, પરંતુ જેનું નામ સાંભળીને આજે પણ પાકિસ્તાની સેનામાં ફફડાટ વ્યાપી જાય તેવું નામ એટલે રણછોડભાઈ રબારી ઉર્ફે 'રણછોડ પગી'(Veer Ranchordas Pagi) . ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની વિશેષ રજૂઆત 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ વાવ-થરાદ (Vav Tharad ) ના લીંબાળા ગામે પહોંચી હતી
studio on wheels  પાકિસ્તાને રાખ્યું હતું 50 હજારનું ઈનામ  જાણો એ સપૂતની વાત જેણે દુશ્મનોના દાંત ખાટા કર્યા
Advertisement
  • સ્ટૂડિયો ઓન વિલ્સ (Studio on Wheels) ની ટીમ વાવ-થરાદ (Vav Tharad) ના લીંબાળા ગામે પહોંચી
  • ભારત-પાકિસ્તાન (India-Pakistan) યુદ્ધના અસલી હીરો અને 'રણના રક્ષક' ગણાતા વીર રણછોડ પગીની શૌર્યગાથા
  • વર્ષ 1965 અને 71ના જંગમાં તેમણે દુશ્મનોના દાત ખાટા કર્યા
  • વીર રણછોડ પગી (Veer Ranchordas Pagi) ના પરિવાર સાથે ખાસ સંવાદ કરી તેમની વિરાસત અને દેશભક્તિની વાતો વાગોળી

Studio on Wheels:  ગુજરાતની સરહદી ધરતી પર અનેક શૂરવીરો પાક્યા છે, પરંતુ જેનું નામ સાંભળીને આજે પણ પાકિસ્તાની સેનામાં ફફડાટ વ્યાપી જાય તેવું નામ એટલે રણછોડભાઈ રબારી ઉર્ફે 'રણછોડ પગી'(Veer Ranchordas Pagi) . ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની વિશેષ રજૂઆત 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ વાવ-થરાદ (Vav Tharad ) ના લીંબાળા ગામે પહોંચી હતી, જ્યાં વીર રણછોડ પગીના પરિવાર સાથે ખાસ સંવાદ કરી તેમની વિરાસત અને દેશભક્તિની વાતો વાગોળી હતી.

પાકિસ્તાન માટે 'કાળ' સાબિત થયા હતા પગી

રણછોડ પગીમાં કુદરતી શક્તિ હતી કે તેઓ રણની રેત પર પડેલા પગલાં જોઈને કહી શકતા કે કેટલા દુશ્મનો છે, તેમની પાસે કેટલો સામાન છે અને તેઓ કઈ દિશામાં ગયા છે. આ જ કૌશલ્યને કારણે વર્ષ 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેઓ ભારતીય સેના માટે 'ઢાલ' સાબિત થયા હતા. જ્યારે ટેકનોલોજી અને નકશાઓ કામ નહોતા લાગતા, ત્યારે રણછોડ પગીની કોઠાસૂઝથી સેનાને જીત મળી હતી.

Advertisement

Advertisement

પાકિસ્તાને 50 હજારનું રાખ્યું હતું ઈનામ!

રણછોડ પગીની બહાદૂરીથી પ્રભાવિત થઈને દેશના પ્રથમ ફીલ્ડ માર્શલ સેમ માણેકશા તેમને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. તેમની દેશભક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાને તેમને પકડવા માટે તે સમયે રુ. 50,000નું ઈનામ જાહેર કર્યું હતું. યુદ્ધ દરમિયાન તેમણે માત્ર રસ્તો જ નહોતો બતાવ્યો, પરંતુ ઊંટ પર દારૂગોળો લાદીને ભારતીય સૈનિકો સુધી પહોંચાડી અદ્વિતીય સાહસ બતાવ્યું હતું.

મુખ્ય હકીકતો અને પરિવાર સાથે સંવાદ

જન્મ: પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ દિલ હંમેશા ભારત માટે ધબકતું હતું.

પુરસ્કાર: દેશસેવા માટે તેમને ત્રણ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

પરિવારનું ગૌરવ: પરિવારના સભ્યોએ જણાવ્યું કે પગીજીએ દેશ માટે બધું જ કુરબાન કરી દીધું હતું. આજે પણ તેમની વાતો યુવા પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત છે."જ્યારે રણના રસ્તાઓ બંધ થઈ જતાં, ત્યારે રણછોડ પગીની આંખો માર્ગ બતાવતી હતી. તેઓ સાચા અર્થમાં 'ગુજરાતનું ગૌરવ' છે."

આ પણ વાંચો:  Studio on Wheels: સરહદી વિસ્તારમાં આરોગ્યની ક્રાંતિ, જાણો કેવી હશે 4 માળની અતિ આધુનિક સરકારી હોસ્પિટલ

Tags :
Advertisement

.

×