Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: શું ભવિષ્યમાં ડૉક્ટરની જગ્યા AI લેશે? જાણો મહેસાણાના મેડિકલ સ્ટુડન્ટ્સે શું કહ્યું

Studio on Wheels: મેડિકલનો અભ્યાસ એટલે માત્ર પુસ્તકો અને પરીક્ષાઓ જ નહીં, પણ સેવા અને સમર્પણની એક લાંબી સફર. ગુજરાત ફર્સ્ટનું મહારથ 'Studio On Wheels' ની ટીમ તાજેતરમાં મહેસાણાની જાણીતી ભાગ્યોદય મેડિકલ કોલેજ ખાતે પહોંચી હતી.
studio on wheels  શું ભવિષ્યમાં ડૉક્ટરની જગ્યા ai લેશે  જાણો મહેસાણાના મેડિકલ સ્ટુડન્ટ્સે શું કહ્યું
Advertisement
  • Studio on Wheels મહેસાણા જિલ્લાની ભાગ્યોદય મેડિકલ કોલેજમાં પહોંચી
  • ભવિષ્યના ડોક્ટરો સાથે નિખાલસ ગપશપ
  • MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા Gen Z વિદ્યાર્થીઓ સાથે વાતચીત
  • વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસ, હોસ્ટેલ લાઈફ અને મેડિકલ અભ્યાસના પડકારો વિશે પોતાના અનુભવો શેર કર્યા

Studio on Wheels : મેડિકલનો અભ્યાસ એટલે માત્ર પુસ્તકો અને પરીક્ષાઓ જ નહીં, પણ સેવા અને સમર્પણની એક લાંબી સફર. ગુજરાત ફર્સ્ટનું મહારથ 'Studio On Wheels' ની ટીમ તાજેતરમાં મહેસાણાની જાણીતી ભાગ્યોદય મેડિકલ કોલેજ ખાતે પહોંચી હતી. અહીં એન્કર ઉમંગ રાવલ અને વિક્રમ મેર સાથે MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ મેડિકલ લાઈફના અનેક પાસાઓ પર દિલ ખોલીને વાત કરી હતી.

ટેકનોલોજી vs લાગણી: Gen Z નો સ્પષ્ટ અભિપ્રાય

આજના આધુનિક યુગમાં જ્યારે દરેક સમસ્યાનું સમાધાન AI કે ChatGPT પાસે શોધવામાં આવે છે, ત્યારે આ ભાવિ ડૉક્ટરોએ એક અત્યંત મહત્વપૂર્ણ વાત કહી. વિદ્યાર્થીઓએ ભારપૂર્વક જણાવ્યું કે, "ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, પણ તે માણસની લાગણીનું સ્થાન લઈ શકતી નથી. દર્દી જ્યારે ડૉક્ટર પાસે આવે છે, ત્યારે તે વિશ્વાસ અને આશા સાથે આવે છે. તેને સાચી રાહત અને માનવીય હુંફ ડૉક્ટર જ આપી શકે છે, ChatGPT નહીં."

Advertisement

Advertisement

કેમ્પસ અને હોસ્ટેલ લાઈફ: સંઘર્ષ અને મિત્રતાનો સંગમ

કોલેજ કેમ્પસની સુવિધાઓ વિશે વાત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ભાગ્યોદય મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે ઉત્તમ વાતાવરણ છે. પરંતુ, મેડિકલનો અભ્યાસ જેટલો ગ્લેમરસ દેખાય છે, તેટલો જ પડકારજનક પણ છે. હોસ્ટેલ લાઈફ વિશે ચર્ચા કરતા વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિવારથી દૂર રહીને અભ્યાસ કરવો અઘરો છે, પણ અહીં બનેલા નવા મિત્રો જ હવે 'સેકન્ડ ફેમિલી' બની ગયા છે. રાતભર જાગીને થતા ગ્રુપ સ્ટડી અને હોસ્ટેલની મસ્તી તેમના માનસિક તણાવને હળવો કરે છે.

અભ્યાસનું પ્રેશર અને ફેમિલી સપોર્ટ

મેડિકલના સિલેબસનો ભાર અને લાંબા કલાકોના લેક્ચર્સ વચ્ચે વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાને જાળવી રાખે છે? આ પ્રશ્નના જવાબમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતા અને પરિવારના સપોર્ટને મહત્વનો ગણાવ્યો. એક વિદ્યાર્થીએ કહ્યું તેમ, "જ્યારે પણ પ્રેશર અનુભવાય, ત્યારે પિતાની સલાહ અને માતાનો ફોન નવી ઉર્જા ભરી દે છે."

મહેસાણાના આ યુવા ડૉક્ટરોમાં માત્ર જ્ઞાન મેળવવાની તડપ જ નહીં, પણ સમાજની સેવા કરવાની સાચી ભાવના પણ જોવા મળી. વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે આપણી ભાવિ પેઢીના ડૉક્ટરો ટેકનોલોજીના જાણકાર હોવા છતાં 'માનવીય સ્પર્શ' (Human Touch) નું મહત્વ બહુ સારી રીતે સમજે છે.

આ પણ વાંચો:  STUDIO ON WHEEL: ઇન્ડિયન આઇડલ ફેમ પવન નાગર સાથે ખાસ વાતચીત, સાંસદ વિનોદ ચાવડાનો કેમ માન્યો આભાર?

Tags :
Advertisement

.

×