Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels : રીલ્સ નહીં, રિયલ હીરો! જાણો કેવી રીતે Popatbhai Ahir મનોદિવ્યાંગોને આપે છે નવી જિંદગી

Studio on Wheels : સેવા પરમો ધર્મની ઉક્તિને સાર્થક કરતા ભાવનગર-તળાજા હાઈવે (Bhavnagar-Talaja Highway) પર સ્થિત 'સોશિયલ મીડિયા આશ્રમ' (Social media ashram) આજે હજારો નિરાધારો માટે આશાનું કિરણ બન્યો છે. સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ દ્વારા મનોદિવ્યાંગોની સેવા કરતા પોપટભાઈ આહીર (Popatbhai Ahir) સાથેની ખાસ વાતચીતમાં માનવતાના અનોખા પાસાઓ સામે આવ્યા છે.
studio on wheels   રીલ્સ નહીં  રિયલ હીરો  જાણો કેવી રીતે popatbhai ahir મનોદિવ્યાંગોને આપે છે નવી જિંદગી
Advertisement
  • Studio on Wheels ની ટીમ પહોંચી ભાવનગર-તળાજા હાઈવે (Bhavnagar-Talaja Highway) પર સ્થિત 'સોશિયલ મીડિયા આશ્રમ' (Social media ashram) માં
  • મનોદિવ્યાંગોની સેવા કરતા પોપટભાઈ આહીર (Popatbhai Ahir) સાથે ખાસ વાતચીત
  • આશ્રમમાં કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિ કે ધર્મના ભેદભાવ વિના દરેકને મળે છે સમાન પ્રેમ અને સારવાર
  • પોપટભાઈ આહીર (Popatbhai Ahir) સાથેની ખાસ વાતચીતમાં માનવતાના અનોખા પાસાઓ સામે આવ્યા

Studio on Wheels: સેવા પરમો ધર્મની ઉક્તિને સાર્થક કરતા ભાવનગર-તળાજા હાઈવે (Bhavnagar-Talaja Highway) પર સ્થિત 'સોશિયલ મીડિયા આશ્રમ' (Social media ashram) આજે હજારો નિરાધારો માટે આશાનું કિરણ બન્યો છે. સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ દ્વારા મનોદિવ્યાંગોની સેવા કરતા પોપટભાઈ આહીર (Popatbhai Ahir) સાથેની ખાસ વાતચીતમાં માનવતાના અનોખા પાસાઓ સામે આવ્યા છે.

Studio on Wheels માં પોપટભાઈ આહીર (Popatbhai Ahir) સાથે ખાસ વાતચીત

આ આશ્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં રસ્તા પર રઝળતા અને માનસિક અસ્થિર વ્યક્તિઓને 'પાગલ' કહીને સંબોધવામાં આવતા નથી, પરંતુ તેમને 'પ્રભુજી' તરીકે માન આપવામાં આવે છે. પોપટભાઈના મતે, આ દરેક વ્યક્તિમાં ઈશ્વરનો વાસ છે અને તેમની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ છે. આશ્રમમાં કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિ કે ધર્મના ભેદભાવ વિના દરેકને સમાન પ્રેમ અને સારવાર આપવામાં આવે છે.

Advertisement

250 થી વધુ પરિવારોનું થયું સુખદ મિલન

છેલ્લા સાડા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં આ આશ્રમે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. સોશિયલ મીડિયા પર વિડિયો અપલોડ કરીને આશ્રમની ટીમે અત્યાર સુધીમાં 250 થી વધુ વ્યક્તિઓને તેમના ગુમ થયેલા પરિવારો સાથે મેળવ્યા છે. જેમાં કેટલાક કિસ્સામાં તો 20 થી 30 વર્ષથી વિખૂટા પડેલા સ્વજનોનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા છે.

Advertisement

બંધનમુક્ત વાતાવરણ અને આધુનિક સારવાર

આશ્રમની વ્યવસ્થા વિશે વાત કરતા પોપટભાઈએ જણાવ્યું હતું કે, "અમે આશ્રમમાં ક્યાંય પણ દરવાજા કે જાળીઓ ફિટ કરી નથી. અમે ઈચ્છીએ છીએ કે અહીં રહેતા પ્રભુજીઓને ક્યારેય એવું ન લાગે કે તેઓ બંધનમાં છે." પ્રેમ, હૂંફ અને યોગ્ય સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટના કારણે માત્ર 10 થી 15 દિવસમાં જ વ્યક્તિની માનસિક સ્થિતિમાં હકારાત્મક પરિવર્તન જોવા મળે છે.

ભવિષ્યનું લક્ષ્ય: વર્લ્ડ ક્લાસ સાયકિયાટ્રિક હોસ્પિટલ

હાલમાં ભાવનગર ઉપરાંત આણંદ અને મહેસાણામાં પણ આ પ્રવૃત્તિ વિસ્તરી છે. પોપટભાઈનું વિઝન હવે એક એવી હોસ્પિટલ બનાવવાનું છે જ્યાં આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદના સમન્વયથી માનસિક રોગીઓની નિઃશુલ્ક અને શ્રેષ્ઠ સારવાર થઈ શકે.

સમાજને અપીલ

પોપટભાઈએ અપીલ કરી છે કે, મહેસાણા ખાતેના નવા કેન્દ્ર માટે હાલમાં એક રેસ્ક્યુ વાન (એમ્બ્યુલન્સ) ની જરૂરિયાત છે. જે લોકો આ માનવતાના યજ્ઞમાં સહભાગી થવા માંગતા હોય તેઓ આશ્રમના અધિકૃત સંપર્ક નંબર પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો : Studio on Wheels : કોણ કહે છે અંધાપો અંધકાર છે? ભાવનગરના આ વ્યક્તિએ દ્રષ્ટિ ગુમાવી પણ હજારોનું જીવન રોશન કર્યું!

Tags :
Advertisement

.

×