Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: પ્રિન્ટ અને ડિજિટલનો અદભૂત સંગમ! 'Voice of Day' ની અનોખી ઓળખ

Studio on Wheels: 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ની Studio On Wheels ની ટીમ દ્વારા રાજકોટના પ્રતિષ્ઠિત અખબાર 'વોઈસ ઓફ ડે' (Voice of Day) ની મુલાકાત લેવામાં આવી છે. અહીં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ અને વોઈસ ઓફ ડેના તંત્રી પરેશભાઈ દવે વચ્ચે સંવાદ યોજાયો હતો.
studio on wheels  પ્રિન્ટ અને ડિજિટલનો અદભૂત સંગમ   voice of day  ની અનોખી ઓળખ
Advertisement
  • રંગીલા રાજકોટના આંગણે 'Studio on Wheels'
  • 'Voice of Day' ના કાર્યાલયની મુલાકાત
  • પત્રકારત્વના બદલાતા પ્રવાહો પર વિશેષ સંવાદ
  • સાપ્તાહિકથી દૈનિક સુધીની પ્રભાવશાળી સફર
  • ડૉ. વિવેક કુમાર ભટ્ટ અને પરેશભાઈ દવે વચ્ચે સંવાદ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ રંગીલા રાજકોટના આંગણે પહોંચી હતી. અહીં પત્રકારત્વના ક્ષેત્રમાં પરંપરાગત પ્રિન્ટ (Print) અને આધુનિક ડિજિટલ (Digital) દુનિયા વચ્ચેના અંતરને દૂર કરનાર રાજકોટના પ્રતિષ્ઠિત અખબાર 'વોઈસ ઓફ ડે' (Voice of Day) ની મુલાકાત ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અખબારના એડિટર પરેશભાઈ દવે (Pareshbhai Dave) સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતના પત્રકારત્વના બદલાતા પ્રવાહો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

Studio on Wheels માં 'વોઈસ ઓફ ડે' ની 10 વર્ષની સફર

'વોઈસ ઓફ ડે' ની સફળતાની સફર વર્ષ 2013 માં કુણાલભાઈ મણિયાર (Kunalbhai Maniar) દ્વારા શરૂ કરાયેલ સાપ્તાહિક અખબાર 'વોઈસ ઓફ રાજકોટ' થી થઈ હતી. 10 વર્ષના સફળ અનુભવ અને વાચકોના વિશ્વાસ બાદ, વર્ષ 2023 માં તેને સવારના દૈનિક અખબાર (Daily Newspaper) તરીકે લોન્ચ કરવામાં આવ્યું. આ અખબાર માત્ર હરીફાઈમાં ઉતરવા માટે નહીં, પણ જનતાને સચોટ અને નિષ્પક્ષ સમાચાર આપવાના હેતુ સાથે કાર્યરત છે.

Advertisement

ગુજરાતી બાદ ઇંગ્લિશ એડિશનમાં પણ ધૂમ

આ અખબારની સૌથી મોટી યુએસપી (USP) તેની ડિઝાઇન અને પેપર ક્વોલિટી છે. ગુજરાતી અને અંગ્રેજી (Bilingual) એમ બંને ભાષામાં પ્રસારિત થતું આ અખબાર દરેક વર્ગના વાચકો સુધી પહોંચી રહ્યું છે. ખાસ કરીને નવી પેઢી અને વિદેશમાં વસતા ગુજરાતીઓની માંગને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલું અંગ્રેજી એડિશન ટૂંકા ગાળામાં લોકપ્રિય બન્યું છે. ગ્લોસી પેપર અને ક્રિએટિવ લેઆઉટ તેને કોર્પોરેટ લુક આપે છે.

Advertisement

ડિજિટલ મીડિયામાં મજબૂત પકડ

કુણાલભાઈ મણિયારના વિઝનરી નેતૃત્વમાં 'વોઈસ ઓફ ડે' એ ડિજિટલ મીડિયામાં મજબૂત પકડ બનાવી છે. તેમની અદ્યતન એપ્લિકેશન (Application) કોઈ પણ ઓટીપી (OTP) વગર ઈ-પેપર અને રિયલ-ટાઇમ ન્યૂઝ અપડેટ્સ પૂરા પાડે છે. સોશિયલ મીડિયા પર આકર્ષક રીલ્સ અને બ્રેકિંગ ન્યૂઝ પ્લેટ્સ દ્વારા તેઓ ન્યૂ-એજ રીડર્સને આકર્ષવામાં સફળ રહ્યા છે.

રાજકોટની સમસ્યાઓ અને પત્રકારત્વની ગરિમા

સંવાદ દરમિયાન રાજકોટના ટ્રાફિક, સાંકડા રસ્તાઓ અને સિવિક સેન્સ (Civic Sense) જેવા પાયાના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. પરેશભાઈએ જણાવ્યું કે પત્રકારત્વમાં ઝડપ કરતા સચોટતા (Accuracy) વધુ મહત્વની છે. 'આજનો અવાજ, આપનો અવાજ' ની ફિલોસોફી સાથે આ અખબાર જનતાના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે અને રાજકોટના મીડિયા જગતમાં એક અલગ જ ધોરણ (Standard) સ્થાપિત કર્યું છે.

આ પણ વાંચો: Studio on Wheels: કર્મચારીઓને આપી કાર અને iPhones ની ભેટ! જાણો Ahmedabad ના આ દાનવીર જ્વેલરની કહાની

Tags :
Advertisement

.

×