ગિરનારના ગુપ્ત રહસ્યો! Studio on Wheels માં ગિરનાર વિકાસ મંડળના અગ્રણીઓ સાથે ખાસ ‘સનાતન સંવાદ’
- સ્ટુડિયો ઓન વ્હિલ્સ (Studio on Wheels) માં ત્રણ મહાનૂભાવો સાથે સંવાદ
- ભવનાથ (Bhavnath) ના મહાશિવરાત્રિના મેળા (Mahashivratri Fair) માં સનાતન સંવાદ
- ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નો ભવનાથમાં અનોખો શિવમહોત્સવ ( Shiva Mahotsav)
- ગિરનાર વિકાસ મંડળ (Girnar Vikas Mandal) ના સભ્યો સાથે સનાતન સંવાદ
- યોગીભાઈ પઢીયાર (Yogibhai Padhiyar) , પ્રદીપભાઈ ખીમાણી (Pradeepbhai Khimani) , શૈલેષભાઈ દવે (Shaileshbhai Dave) સાથે સંવાદ
- ભવનાથની તળેટી ખાતે ભજન, ભોજન અને ભક્તિનો સંગમ
Studio on Wheels : જ્યાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે, તેવા ગિરનાર (Girnar) ની ગોદમાં મહાશિવરાત્રિનો મેળો (Mahashivratri Fair) યોજાયો હતો. આ અવસરે 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) દ્વારા ભવનાથમાં 'સ્ટુડિયો ઓન વ્હિલ્સ' (Studio on Wheels) ના માધ્યમથી એક વિશેષ 'સનાતન સંવાદ' યોજવામાં આવ્યો હતો. જેમાં ગિરનાર વિકાસ મંડળના અગ્રણી સભ્યોએ ઐતિહાસિક ગિરનારની ગરિમા અને વર્તમાન આયોજન પર પ્રકાશ પાડ્યો હતો.
સ્ટુડિયો ઓન વ્હિલ્સમાં ત્રણ મહાનૂભાવો સાથે સંવાદ
આ સંવાદમાં ગિરનાર વિકાસ મંડળના સભ્યો યોગીભાઈ પઢીયાર, પ્રદીપભાઈ ખીમાણી, અને શૈલેષભાઈ દવે જોડાયા હતા. તેઓએ ગિરનાર સાથે જોડાયેલી પૌરાણિક અને જાણી-અજાણી વાતો શેર કરતા જણાવ્યું હતું કે, "જોગણીયા પહાડ (ગિરનાર) એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પણ એક ધબકતો પહાડ છે," જ્યાં આજે પણ અનેક સિદ્ધો અને સંતો અદ્રશ્ય રૂપે બિરાજમાન છે.
ઐતિહાસિક વ્યવસ્થા અને VIP કલ્ચરની બાદબાકી
ચર્ચ દરમિયાન મહાનુભાવોએ રાજ્ય સરકારના આયોજનની મુક્તમને પ્રશંસા કરી હતી. આ વર્ષના મેળાની વિશેષતાઓ નીચે મુજબ રહી:
VIP કલ્ચર પર પ્રતિબંધ:શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાને રાખીને આ વખતે વહીવટી તંત્ર દ્વારા VIP કલ્ચર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી સામાન્ય ભક્તને પણ ભોળાનાથના દર્શનમાં કોઈ અગવડ ન પડે.
નરેન્દ્ર ભાઈ અને ભૂપેન્દ્ર ભાઈનું વિઝન: મહાનુભાવોએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જે આધુનિક સુવિધાઓનો પાયો નખાયો હતો, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે આગળ ધપાવીને ઐતિહાસિક આયોજનમાં ફેરવી દીધું છે.
ઉત્તમ આયોજન:તળેટીમાં આવતા લાખો ભક્તો માટે પીવાનું પાણી, આરોગ્ય અને સુરક્ષાની વ્યવસ્થા આ વર્ષે અભૂતપૂર્વ જોવા મળી રહી છે.
ભક્તિ અને શક્તિનો સંગમ
ગિરનારની તળેટીમાં સાધુ-સંતોના અખાડા, હરિહરની ગુંજ અને મહાદેવના નાદ સાથે 'ગુજરાત ફર્સ્ટ'નો આ સંવાદ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સ્ટુડિયો ઓન વ્હિલ્સના માધ્યમથી લોકોએ પણ આ ભવ્ય વારસાની વાતોને જીવંત નિહાળી હતી.
આ પણ વાંચો: Gujarat Bomb Threat News: શાળાઓ બાદ હવે વડોદરા, ગાંધીનગર અને વલસાડ કોર્ટને બોમ્બની ધમકી


