Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

STUDIO ON WHEELS : DyCM હર્ષભાઈ સંઘવી સાથે વિશેષ સંવાદ, વ્યવસ્થા, અનુભૂતિ, મિનિ મહાકુંભ અંગે કરી વાત

ગુજરાત ફર્સ્ટના અભિગમ 'STUDIO ON WHEELS' દ્વારા ભવ્ય 'શિવ મહોત્સવ' નું આયોજન કરવામાં આવ્યું છે, જે 15 ફેબ્રુઆરી સુધી યોજાશે. સતત 5 દિવસ ભવનાથ મેળાની પળેપળની ખબર દર્શકો LIVE નિહાળી શકશે. આજે રાજ્યનાં DyCM હર્ષભાઈ સંઘવી દ્વારા આ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું. તેમણે ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ સાથે ખાસ સંવાદ કર્યો હતો અને ભવનાથની વિશેષતા, આધ્યાત્મિક મહત્ત્વ, શ્રદ્ધા અને તંત્રની વ્યવસ્થા અંગે વાત કરી.
studio on wheels   dycm હર્ષભાઈ સંઘવી સાથે વિશેષ સંવાદ  વ્યવસ્થા  અનુભૂતિ  મિનિ મહાકુંભ અંગે કરી વાત
Advertisement
  1. શિવરાત્રિ નિમિત્તે જુનાગઢનાં ભવનાથમાં અનેરો ભક્તિમય માહોલ
  2. ભવનાથમાં ગુજરાત ફર્સ્ટ STUDIO ON WHEELS નો ભવ્ય 'શિવ મહોત્સવ'
  3. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે થયું ઉદઘાટન
  4. નરસિંહ મહેતા ધામમાં સાધુ-સંતોની ગરિમામય ઉપસ્થિતિ
  5. DyCM હર્ષભાઈ સંઘવી અને ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ વચ્ચે વિશેષ સંવાદ
  6. ભવનાથમાં પગપાળા યાત્રા કરવી જીવનની ખાસ પળોમાંથી એક : DyCM હર્ષભાઈ સંઘવી
  7. 'આ અત્યાર સુધીનો સૌથી ઐતિહાસિક મિનિ કુંભ હશે'
  8. ગુજરાત ફર્સ્ટની કામગીરીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બિરદાવી

Junagadh : ગુજરાત ફર્સ્ટનો (Gujarat first News) અનોખો અભિગમ 'STUDIO ON WHEELS' હાલ જુનાગઢનાં ભવનાથમાં છે. અહીં, ભગવાન શિવના સાનિધ્યમાં ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ દ્વારા ભવ્ય 'શિવ મહોત્સવ' નું (Shiv Mahotsav 2026) આયોજન કરવામાં આવ્યું છે, જે 15 ફેબ્રુઆરી સુધી યોજાશે. સતત પાંચ દિવસ ભવનાથ મેળાની (Bhavnath Mela) પળેપળની ખબર દર્શકો LIVE નિહાળી શકશે. આજે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghvi) દ્વારા આ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું. તેમણે ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Viviekkumar bhatt) સાથે ખાસ સંવાદ પણ કર્યો હતો અને ભવનાથની વિશેષતા, આધ્યાત્મિક મહત્ત્વ, ભક્તોની શ્રદ્ધા અને તંત્રની વ્યવસ્થા અંગે વાત કરી હતી. સાથે જ ગુજરાત ફર્સ્ટનાં 'STUDIO ON WHEELS' નાં વખાણ કર્યા અને ટીમની કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

STUDIO ON WHEELS 'શિવ મહોત્સવ' નું DyCM હસ્તે ઉદઘાટન

આજે ભવનાથમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (DyCM Harshbhai Sanghvi) વરદ હસ્તે ગુજરાત ફર્સ્ટ STUDIO ON WHEELS નાં ખાસ આયોજન 'શિવ મહોત્સવ' નું (Shiv Mahotsav 2026) ઉદઘાટન થયું. દરમિયાન, નરસિંહ મહેતા ધામમાં સાધુ-સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં લોકોની ગરિમામય ઉપસ્થિતિ રહી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથેનાં વિશેષ સંવાદમાં તેમણે જણાવ્યું હતું કે, 'ભવનાથ એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં શિવરાત્રિ દરમિયાન હજારો પૂજ્ય સાધુ-સંતોની પવિત્ર નગરયાત્રા નીકળતી હોય છે અને આ યાત્રામાં પગરખાં વગર પગપાળા ચાલવાનો અવસર મળે તો એનાથી મોટું સૌભાગ્ય બીજું કઈ નથી એવું મારું માનવું છે.'

Advertisement

જીવનનાં અનેક પળોમાં આ ક્ષણ જીવનભર યાદ રહેશે : DyCM હર્ષભાઈ સંઘવી

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, 'મને આજે એક અલગ અનુભૂતિ થઈ. ઓમ નમ: શિવાયનાં નારા સાથે ભક્તિમય માહોલમાં હજારો લોકોને મળતા-મળતા અમે ભવનાથ પહોંચ્યા અને મારું માનવું છે કે આ અનુભૂતિ અદભુત હતી. જીવનનાં અનેક પળોમાંથી આ એક એવી પળ હતી જે જીવનભર યાદ રહેશે.' તેમણે વધુમાં કહ્યું કે, ભવનાથનો આ મેળો મિનિ મહાકુંભ છે. દર વર્ષે આ મેળામાં લાખોની સંખ્યામાં શિવભક્તો આવતા હોય છે. દેશભરમાંથી હજારો પૂજ્ય સાધુ-સંતો પણ અહીં પધારતા હોય છે. આવા પૂજ્ય સાધુ-સંતોના દર્શન વર્ષમાં આ 4-5 દિવસ દરમિયાન જ થતા હોય છે. આ વર્ષે પણ 15 મી ફેબ્રુઆરી સુધી અંદાજે 25 લાખથી વધુ શિવભક્તો અહીં આવવાના છે.

'આ અત્યાર સુધીનો સૌથી ઐતિહાસિક મિનિ કુંભ હશે'

શિવરાત્રિ (Shivratri 2026) દરમિયાન ભવનાથ આવનારા લોકોની વ્યવસ્થા અંગે વાત કરતા DyCM હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, ભવનાથ આવનારા તમામ ભક્તોને યોગ્ય અને સારી વ્યવસ્થા મળી શકે તે માટે બે સિનિયર મંત્રી પ્રધ્યુમન વાજા અને કૌશિકભાઈ વેકરીયા છેલ્લા એક મહિનાથી સમગ્ર વ્યવસ્થાનું મોનિટરિંગ કરી રહ્યા છે. વહીવટી તંત્ર સાથે મળીને મંત્રીઓએ અહીં પધારનારા સાધુ-સંતો અને ભક્તોને સારી સુવિધાઓ કેવી રીતે મળી શકે તે માટે કામ કર્યું છે. આ અત્યાર સુધીનો સૌથી ઐતિહાસિક મિનિ કુંભ (Mini Kumbh) હશે. આવનારા વર્ષોમાં સુવિધાઓમાં સતત વધારો કરવા માટે સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.

'અમે અહીં VIP કલ્ચર બંધ કરાવ્યું છે'

DyCM હર્ષભાઈ સંઘવીએ VIP કલ્ચર અંગે વાત કરતા કહ્યું કે, અમે અહીં VIP કલ્ચર બંધ કરાવ્યું છે. મારી ગાડી પણ ત્યાં જ રોકાઈ જ્યાં છે જ્યાં અન્ય લોકોની રોકાઈ છે. અહીં આવતા ભક્તોને કોઈ અસુવિધા ના થાય તે માટે VIP કલ્ચરને બંધ કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, હું ગર્વથી કહું છું, હું પાક્કો સનાતની છું... સાધુ-સંતોનું સન્માન જોઈ, જેને પેટમાં દુ:ખતું હોય એ ભલે દુ:ખે.

DyCM હર્ષભાઈ સંઘવીએ ભવનાથ આવતા ભક્તોને અપીલ કરતા કહ્યું કે, ભવનાથની પવિત્ર ધરતીને ગંદકી કરી દુષિત ના કરતા. સાફ-સફાઈનું ધ્યાન રાખજો. અહીં, ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં લોકો પણ સહયોગ કરે એવી આશા છે. નાયબ મુખ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે, અહીં, 3 હજારથી વિદ્યાર્થીઓ સેવામાં જોડાયા છે. અહીં વર્ષોથી લોકો નિઃસ્વાર્થ ભાવે ભંડારાની વ્યવસ્થા ચલાવી રહ્યા છે. તમામને વંદન છે.

DyCM હર્ષભાઈ સંઘવીએ ગુજરાત ફર્સ્ટની કામગીરી બિરદાવી

આ સાથે DyCM હર્ષભાઈ સંઘવીએ (DyCM Harshbhai Sanghvi) ગુજરાત ફર્સ્ટની કામગીરી બિરદાવી હતી. સાથે જ અનોખા અભિગમ 'STUDIO ON WHEELS' નાં વખાણ કરી ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, જે ભક્તો કોઈ કારણસર અહીં આવી નથી શકતા તેમના સુધી ભવનાથની રોનક, ભક્તિમય માહોલ પહોંચાડવા માટે તેમને અભિનંદન છે.

સતત 5 દિવસ ભવનાથ મેળાની પળેપળની ખબર LIVE ગુજરાત ફર્સ્ટ પર

જુનાગઢનાં ભવનાથમાં (Bhavnath) ગુજરાત ફર્સ્ટ દર્શકોનું માધ્યમ બન્યું છે. સતત પાંચ દિવસ ભવનાથ મેળાની પળેપળની ખબર દર્શકો LIVE નિહાળી શકશે. STUDIO ON WHEELS પણ મહાશિવરાત્રિનાં મેળામાં સામેલ થયું છે અને રોજેરોજ સાધુ, સંતો અને મહંતો સાથે સનાતનનો 'મહાસંવાદ' કરશે. STUDIO ON WHEELS આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. 15 ફેબ્રુઆરી સુધી ગુજરાત ફર્સ્ટ પર LIVE 'શિવ મહોત્સવ'નું (Shiv Mahotsav 2026) આયોજન કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×