Studio on Wheels : ખેતરમાં કપાસ કાઢવાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્ટેજ સુધીનો સંઘર્ષ, જાણો સિંગર નંદલાલ છાંગાની હૃદયસ્પર્શી કહાણી
- ગાયક નંદલાલ છાંગા (Nandlal Chhanga) નો. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) સાથે વિશેષ સંવાદ
- સિંગર નંદલાલ છાંગાએ (Nandlal Chhanga) વર્ણવી પોતાની મ્યુઝિકલ જર્ની (Musical Journey)
- ખેતરમાં મજૂરી કરવાથી લઈને આંતરરાષ્ટ્રીય (International) ખ્યાતિ મેળવવા સુધીના પોતાના જીવનના અનેક પાસાઓ વિશે ખુલીને કરી ચર્ચા
- 'રાધારાણી' (Radharani) ગીતે નંદલાલ છાંગા (Nandlal Chhanga) ની કિસ્મત બદલી નાખી
Studio on Wheels: સફળતાના શિખરો સર કરનારા દરેક કલાકાર પાછળ એક મોટો સંઘર્ષ છુપાયેલો હોય છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો છે જાણીતા ગાયક નંદલાલ છાંગા (Nandlal Chhanga) નો. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) સાથેના વિશેષ સંવાદમાં તેમણે ખેતરમાં મજૂરી કરવાથી લઈને આંતરરાષ્ટ્રીય (International) ખ્યાતિ મેળવવા સુધીના પોતાના જીવનના અનેક પાસાઓ વિશે ખુલીને ચર્ચા કરી હતી.
Studio on Wheels માં ગાયક નંદલાલ છાંગા (Nandlal Chhanga) સાથે સંવાદ
નંદલાલ છાંગાએ જણાવ્યું કે તેમના પરિવારની સાત પેઢીમાં કોઈ સંગીત સાથે જોડાયેલું નથી. તેમ છતાં, તેમને ગાયિકીનો વારસો તેમની માતા પાસેથી મળ્યો છે. બાળપણમાં માતાના મુખેથી સાંભળેલા ભજનોએ તેમનામાં સંગીત પ્રત્યેની રુચિ જગાડી હતી. બાળપણથી જ તેઓ રાધાકૃષ્ણ (Radha Krishna) ની ભક્તિમાં લીન રહ્યા છે અને તે જ ભક્તિ તેમના ગીતોમાં પણ છલકાય છે.
સંઘર્ષના દિવસો: ખેતરમાં કપાસ કાઢ્યો અને ઘર ગુમાવ્યું
નંદલાલની સફર જરાય સરળ નહોતી. તેમણે શરૂઆતના દિવસોમાં આકરો આર્થિક સંઘર્ષ (Economic Struggle) વેઠ્યો છે. તેમણે ખેતરમાં જઈને કપાસ (Cotton) કાઢવાનું કામ પણ કર્યું છે. વર્ષ 2001ના 26 જાન્યુઆરીના વિનાશક ભૂકંપે (Earthquake) તેમના પરિવાર પાસેથી ઘણું છીનવી લીધું હતું, જેમાં તેમનું ઘર પણ જમીનદોસ્ત થઈ ગયું હતું. નંદલાલ માને છે કે, "સંઘર્ષના દિવસો જ તમારું સાચું ઘડતર કરે છે."
Studio on Wheels: કપાસ કાઢવાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્ટેજ સુધીનો સંઘર્ષ, Nandlal Chhanga સાથે સંવાદ
ખેતરમાં કપાસ કાઢવાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્ટેજ સુધીનો સંઘર્ષ
2019નું ‘રાધારાણી’ ગીત બન્યું જીવનનો ટર્નિંગ પોઈન્ટ
ભૂકંપના દુઃખ બાદ પણ સપનાઓને આપી નવી ઉડાન
500થી વધુ પ્રોગ્રામ સાથે… pic.twitter.com/qWgszTKNgc— Gujarat First (@GujaratFirst) February 22, 2026
‘રાધારાણી’ ગીત: જીવનનો ટર્નિંગ પોઈન્ટ
કોઈપણ મોટા ટેકા (Support) વગર સંગીત ક્ષેત્રે પદાર્પણ કરનાર નંદલાલે તેમનું પ્રથમ ગીત 'તુ રંગાઈ જાને રંગમાં' ગાયું હતું. જોકે, તેમના જીવનમાં ખરો વળાંક (Turning Point) વર્ષ 2019માં આવ્યો, જ્યારે તેમનું ગીત 'રાધારાણી' (Radharani) રીલિઝ થયું. આ ગીતે તેમની કિસ્મત બદલી નાખી અને તેમને રાતોરાત લોકપ્રિયતા અપાવી. આજે તેઓ ગીતો ગાવા ઉપરાંત ગીતો લખવાનું (Songwriting) પણ કામ કરે છે.
દુબઈ, નેરૌબીમાં પણ કરી ચૂક્યા છે પફોર્મ
નંદલાલ છાંગાએ તેમની કારકિર્દીનો પહેલો પ્રોગ્રામ સુરેન્દ્રનગર (Surendranagar) ના એક નાના ગામડામાં આપ્યો હતો. આજે તેઓ ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ વિદેશમાં પણ જાણીતા છે. તેઓ દુબઈ (Dubai) અને નૈરોબી (Nairobi) જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં પર્ફોમન્સ (Performance) આપી ચૂક્યા છે. અત્યાર સુધીમાં તેઓ 500થી વધુ લાઈવ પ્રોગ્રામ (Live Programs) કરી ચૂક્યા છે. બોલિવૂડના સિંગર અરીજીત સિંઘ (Arijit Singh) તેમના આઈડલ (Idol) છે.
આજે નંદલાલ છાંગા હજારો યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત (Inspiration) બની ગયા છે, જે સાબિત કરે છે કે જો મહેનત અને ભક્તિ સાચી હોય તો નસીબ ચોક્કસ બદલી શકાય છે.
આ પણ વાંચો : Studio on Wheels: "પૈસા નહીં હોય તો ભીખ માગીશું પણ સેવા કરીશું" ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટી Dilipbhai Patel નો હુંકાર


