Studio on Wheels: "પૈસા નહીં હોય તો ભીખ માગીશું પણ સેવા કરીશું" ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટી Dilipbhai Patel નો હુંકાર
- Studio on Wheels માં ભાગ્યોદય મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (Bhagyodaya Multispecialty Hospita) ના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ (Dilipbhai Patel) સાથે વિશેષ સંવાદ
- હોસ્પિટલ આસપાસના 400 જેટલા તાલુકાના લોકો માટે આશીર્વાદ સમાન બની
- "સેવા પરમો ધર્મ"ના મંત્રને વરેલી આ સંસ્થા આજે ઉત્તર ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણનું સંગમસ્થાન બની
- મહેસાણા (Mehasana) ના મેડિકલ ક્ષેત્રે આવનાર મોટા પરિવર્તનના સંકેત
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujaratfirst) ની ટીમ જ્યારે મહેસાણા (Mahesana) જિલ્લામાં પહોંચી ત્યારે કડી (Kadi) ખાતે ભાગ્યોદય મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (Bhagyodaya Multispecialty Hospita) ના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ (Dilipbhai Patel) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. "સેવા પરમો ધર્મ"ના મંત્રને વરેલી આ સંસ્થા આજે ઉત્તર ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણનું સંગમસ્થાન બની છે.
Studio on Wheels માં ભાગ્યોદય મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ (Dilipbhai Patel) સાથે વિશેષ સંવાદ
દિલીપભાઈ પટેલે સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવાનું કાર્ય અવિરત ચાલી રહ્યું છે. આ હોસ્પિટલના બીજ આજથી 45 વર્ષ પહેલાં 15 વડીલોએ સાથે મળીને રોપ્યા હતા. જે તે સમયે 30 લાખના ખર્ચે શરૂ થયેલી આ હોસ્પિટલ આજે એક ઘટાદાર વટવૃક્ષ બની ગઈ છે. 41 વર્ષ પહેલાં જ્યારે આ હોસ્પિટલની શરૂઆત થઈ, ત્યારે 5 ટ્રસ્ટીઓએ ભેગા મળીને ખૂબ મહેનત કરી તેનું જતન કર્યું છે. આજે આ હોસ્પિટલ આસપાસના 400 જેટલા તાલુકાના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.
Studio on Wheels : Bhagyodaya Multispecialty Hospitalના ટ્રસ્ટી શ્રી Dilipbhai Patel સાથે વિશેષ સંવાદ | Gujarat First
Special conversation with Shri Dilipbhai Patel, Trustee of Bhagyodaya Multispecialty Hospital
સારવારની સાથે શિક્ષાનું ધામ
મેડિકલ ક્ષેત્રે 'ભાગ્યોદય'નું નામ… pic.twitter.com/bssEuZXBEj— Gujarat First (@GujaratFirst) February 22, 2026
આરોગ્ય અને શિક્ષણનો સમન્વય
ભાગ્યોદય હોસ્પિટલમાં હાલમાં તમામ મેડિકલ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે, જ્યાં લોકોને અત્યાધુનિક સારવાર મળી રહી છે. માત્ર સારવાર જ નહીં, પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ સંસ્થાએ મોટું કદમ ઉઠાવ્યું છે.
મેડિકલ કોલેજ: આશરે દોઢ વર્ષ પહેલાં 300 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ (Medical College) તૈયાર કરવામાં આવી છે.
શિક્ષણ પદ્ધતિ:દિલીપભાઈ આ સંસ્થાને માત્ર કોલેજ નહીં પણ 'મેડિકલ સ્કૂલ' (Medical School) ગણાવે છે, કારણ કે અહીં વિદ્યાર્થીઓને શાળાની જેમ શિસ્તબદ્ધ શિક્ષણ આપવામાં આવે છે.
પરિણામ:સંસ્થાના પ્રોફેસરોની મહેનતને કારણે વિદ્યાર્થીઓએ 90 ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.
ભવિષ્યના આયોજન અને વિસ્તરણ
સંસ્થા દ્વારા સેવાનો વ્યાપ વધારવા માટે વામજ (Vamaj) ગામમાં જમીન સંપાદિત કરવામાં આવી છે, જ્યાં હાલ બાંધકામ ચાલુ છે અને આગામી સમયમાં તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, 4 ગામોમાં કન્સલ્ટિંગ (Consulting) સેવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. શ્રી દિલીપભાઈએ મક્કમતાથી જણાવ્યું હતું કે, "જો સેવા માટે પૈસા ખૂટશે તો અમે ભીખ માંગીશું પણ જનસેવાનું કાર્ય અટકવા નહીં દઈએ."
રાજ્ય સરકારનો સહયોગ અને વ્યક્તિગત વિચારધારા
આ સેવાના મહાસંકલ્પમાં રાજ્ય સરકાર (State Government) તરફથી પણ પૂરો સપોર્ટ મળી રહ્યો હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. દિલીપભાઈ પોતાની જવાબદારી 100 ટકા નિષ્ઠાથી નિભાવવામાં માને છે અને સૌને સાથે લઈને ચાલવાની તેમની પદ્ધતિ છે. ઉલ્લેખનીય છે કે, તેમના બંગલાનું નામ પણ 'કર્મ' (Karma) રાખવામાં આવ્યું છે, જે તેમની વિચારધારાને સ્પષ્ટ કરે છે.
ગુજરાત ફર્સ્ટની 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા
'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ની ટીમ આગામી 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા ખેડીને રાજ્યના 34 જિલ્લાઓમાં ફરશે. આ સફર દરમિયાન સ્થાનિક પ્રશ્નો, ધર્મ-ધરોહર, રાજનીતિ અને ગ્રાઉન્ડ રિયાલિટીને વાચા આપવામાં આવશે. નેતા, અભિનેતા અને લોક કલાકારો સાથેની આ ચર્ચા હવે તમારા આંગણે પહોંચશે.
આ પણ વાંચો : Surat : અડાજણમાં નિર્માણાધીન હોસ્પિટલની ડાયાફ્રામ દિવાલ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી


