Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: ભૂકંપમાં સ્વજનો ખોયા પણ સેવા ન છોડી,પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાની હૃદયદ્રાવક કહાની

Studio On Wheels: વર્ષ 2001 નો એ વિનાશક ભૂકંપ (2001 earthquake), જેણે હજારો પરિવારોને વેરવિખેર કરી નાખ્યા અને કચ્છ ( Kutch) ના નકશાને બદલી નાખ્યો. એ કાળરાત્રિ અને તે પછીના 25 વર્ષના સફરની દર્દનાક કહાની “સ્ટુડિયો ઓન વ્હીલ્સ” (Studio On Wheels) માં રાપર (Rapar) ના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ ડૉ. વિવેક કુમાર ભટ્ટ સાથેના સંવાદમાં રજૂ કરી હતી.
studio on wheels  ભૂકંપમાં સ્વજનો ખોયા પણ સેવા ન છોડી પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાની હૃદયદ્રાવક કહાની
Advertisement
  • “સ્ટુડિયો ઓન વ્હીલ્સ” (Studio On Wheels) માં રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા  સાથે સંવાદ  
  • પંકજભાઈ મહેતાએ ડૉ. વિવેક કુમાર ભટ્ટ સાથેના સંવાદમાં 25 વર્ષના સફરની દર્દનાક કહાની રજૂ કરી 
  • રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાની સંઘર્ષ અને સેવાગાથા
  • પંકજભાઈ મહેતાએ  ભૂકંપમાં સ્વજનો ખોયા પણ સેવા ન છોડી

Studio On Wheels: વર્ષ 2001 નો એ વિનાશક ભૂકંપ (2001 earthquake), જેણે હજારો પરિવારોને વેરવિખેર કરી નાખ્યા અને કચ્છ ( Kutch) ના નકશાને બદલી નાખ્યો. એ કાળરાત્રિ અને તે પછીના 25 વર્ષના સફરની દર્દનાક અને પ્રેરણાદાયી કહાની ‘ગુજરાત ફર્સ્ટ’ (Gujarat first) ના ખાસ કાર્યક્રમ “સ્ટુડિયો ઓન વ્હીલ્સ” (Studio On Wheels) માં રાપર (Rapar) ના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા ( Pankaj Mehta) એ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr.Vivek Kumar Bhatt) સાથેના સંવાદમાં રજૂ કરી હતી.

પંકજભાઈએ એ દર્દનાક યાદો તાજી કરી

પંકજભાઈએ એ દર્દનાક યાદો તાજી કરતા જણાવ્યું કે, ભૂકંપના દિવસે તેઓ ભુજમાં એક લગ્ન પ્રસંગમાં હતા. પત્નીએ તેમને કોઈ કામ માટે નીચે મોકલ્યા અને એ જ ક્ષણોમાં ધરતી ધ્રૂજી ઉઠી. જે લગ્નની વાડીમાં શરણાઈઓ વાગી રહી હતી, ત્યાં પળવારમાં ચીસાચીસ અને કાટમાળના ઢગલા થઈ ગયા. પંકજભાઈના પત્ની, સાળાના પત્ની અને જેમના લગ્ન હતા તે બંને દીકરીઓ પણ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, મારી પત્નીએ મને નીચે મોકલ્યો એટલે હું બચી ગયો. સ્વજનોને ખોયાનું અસહ્ય દુઃખ હોવા છતાં, પંકજભાઈએ સાંજ સુધી અવિરત સેવાકાર્ય ચાલુ રાખ્યું હતું.ખુશીનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો હતો. તેમણે ભાવુક હૃદયે કહ્યું, "એ ભૂકંપે અમને જીવનનો સાચો સાર સમજાવી દીધો."

Advertisement

Advertisement

કાયાપલટની કહાની,‘વાગડ’થી ‘બ્રાન્ડ બેલા’ સુધી

‘વા’ એટલે પવન અને ‘ગડ’ એટલે પત્થર - આ બે શબ્દોથી બનેલા ‘વાગડ’ વિસ્તારના વિકાસ માટે પંકજભાઈએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. પાકિસ્તાન બોર્ડર પર આવેલા રાપર તાલુકાના બેલા ગામને એક ‘બ્રાન્ડ’ બનાવવા માટે તેમણે ભગીરથ પ્રયાસો કર્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે શિક્ષણના ક્ષેત્રમાં તેમણે લીધેલા કદમ આજે આખા પંથકમાં પ્રશંસા પામી રહ્યા છે.

નર્મદાના નીર માટે અડગ સંકલ્પ: ‘દૂધ-ઘીનો ત્યાગ’

કચ્છ માટે પાણી એ માત્ર જરૂરિયાત નહીં પણ જીવાદોરી છે. પંકજભાઈએ યાદ કર્યું કે, જ્યારે કચ્છ તરસ્યું હતું ત્યારે તેમણે સંકલ્પ લીધો હતો કે "જ્યાં સુધી મા નર્મદાના નીર કચ્છની ધરા પર નહીં આવે, ત્યાં સુધી હું દૂધ અને ઘી નહીં ખાઉં." આ અડગ સંકલ્પ અને નરેન્દ્રભાઈ મોદીના મજબૂત મનોબળને કારણે આજે કચ્છમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચ્યું છે. તેમણે ઉમેર્યું કે, "નરેન્દ્રભાઈએ કચ્છની તરસને સમજી અને તેને પૂર્ણ કરી, જેના કારણે આજે વાગડના ખેડૂતો સુખી થયા છે."

નરેન્દ્રભાઈ મોદી અને કચ્છનો અતૂટ નાતો

ભૂકંપ બાદના પુનઃનિર્માણના દિવસોને યાદ કરતા પંકજભાઈએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની પહેલી દિવાળી કચ્છના લોકો સાથે મનાવી હતી. કચ્છના વિકાસ પાછળ તેમનું વિઝન અને સ્થાનિક લોકોનો સહકાર જ મુખ્ય કારણ છે. વાગડના ખેડૂતોએ પણ નર્મદા નહેર માટે માંગ્યા મુજબ જમીન આપીને ઉદારતા દાખવી હતી.

આ પણ વાંચો:  Studio on Wheels: ઊંઝા APMC એ કેવી રીતે સ્થાપિત કર્યું વિશ્વભરમાં પોતાનું સામ્રાજ્ય? ચેરમેન દિનેશ પટેલના મહત્વના ખુલાસા

Tags :
Advertisement

.

×