Studio on Wheels: LIC અને SBI માં નોકરી કરી, પણ નસીબમાં IPS લખ્યું હતું, SP Himanshu Solanki ની પ્રેરણાદાયી સફર
- ગુજરાત ફર્સ્ટનું 'STUDIO ON WHEELS' પહોંચ્યું મહેસાણા (Mahesana)
- મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (SP Himanshu Solanki) સાથે વિશેષ સંવાદ
- ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ચેનલ હેડ ડો.વિવેકકુમાર ભટ્ટ (Channel Head Dr. Vivek Kumar Bhatt) ના સવાલ
- મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (SP Himanshu Solanki) ના જવાબ
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની અનોખી પહેલ 'Studio On Wheels' ની ટીમ મહેસાણા (Mahesana) ની મુલાકાતે પહોંચી હતી. અહીં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Channel Head Dr. Vivek Kumar Bhatt) દ્વારા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) હિમાંશુ સોલંકી (SP Himanshu Solanki) સાથે એક વિશેષ અને પ્રેરણાદાયી સંવાદ કરવામાં આવ્યો હતો. આ મુલાકાતમાં SP સોલંકીએ સાયબર ક્રાઈમ, ડ્રગ્સ નાબૂદી, મહિલા સુરક્ષા અને પોતાના અંગત સંઘર્ષ વિશે અનેક ચોંકાવનારી અને દિલચસ્પ વિગતો શેર કરી હતી.
Digital Arrest: નકલી કોર્ટ અને 9 દિવસ સુધી નજરકેદનો ચોંકાવનારો કિસ્સો
તાજેતરમાં વધી રહેલા સાયબર ફ્રોડ અંગે વાત કરતા SP હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે, અત્યારે 'Digital Arrest' નો નવો ટ્રેન્ડ ચિંતાજનક છે. તેમણે એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો જેમાં એક મેડિકલ ઓફિસરને નિશાન બનાવવામાં આવ્યા હતા. છેતરપિંડી કરનારાઓએ વીડિયો કોલ દ્વારાનકલી કોર્ટ અને નકલી જજ ઉભા કરી, તેમના આધાર કાર્ડનો દેશવિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થયો હોવાનો ડર બતાવી 99 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, મહેસાણા પોલીસે સમયસર પહોંચીને તેમને સમજાવ્યા અને મોટી રકમ ગુમાવતા બચાવ્યા હતા.
આ ઉપરાંત, અન્ય એક કિસ્સામાં એક વડીલને સતત 9 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેમના બેંક ખાતા ફ્રીઝ કરાવીને સાયબર છેતરપિંડી અટકાવી હતી.
View this post on Instagram
'Say No To Drugs' અને 'તેરા તૂજ કો અર્પણ'
ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડવા માટે મહેસાણા પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 'Say No To Drugs' અંતર્ગત યુવાધનને જાગૃત કરવામાં આવે છે. આ સાથે જ 'તેરા તૂજ કો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગત વર્ષે પોલીસે રિકવર કરેલો 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ તેના અસલ માલિકોને પરત કરી જનવિશ્વાસ જીત્યો છે.
મહિલા સુરક્ષા અને ટેકનોલોજી
જિલ્લામાં મહિલાઓની સુરક્ષા માટે SHE Team સક્રિય છે. છેડતી કે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ટેકનોલોજીથી સજ્જ થઈને પેટ્રોલિંગ કરે છે. પ્રવાસીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
LIC અને SBI માં કરી હતી નોકરી
પોતાના અંગત જીવન વિશે વાત કરતા SP સોલંકીએ જણાવ્યું કે, તેમના પરિવારમાં કોઈ પોલીસમાં નહોતું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં LIC,SBIમાં પણ નોકરી કરી હતી. જોકે, કંઈક વિશેષ કરવાની તમન્ના તેમને IPS કેડર સુધી લઈ આવી. તેમણે ઉમેર્યું કે, "લોકોની સેવાથી હું દરરોજ જીવંત રહું છું અને લોકરક્ષક તરીકેની કામગીરી મને ખૂબ સંતોષ આપે છે."
આ પણ વાંચો: રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીની મહેનત રંગ લાવી! Banaskantha ને મળ્યું પહેલું સિવિલ એરપોર્ટ, જાણો ખાસિયત


