Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels: રંગભૂમિનો કલાકાર બન્યો જનતાનો અવાજ! પાલનપુરના MLA Aniketbhai Thakar ની અનોખી સફર!

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટની વિશેષ પહેલ'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અત્યારે ગુજરાતના ખૂણેખૂણે ભ્રમણ કરી રહી છે. આ કડીમાં ગુજરાત ફર્સ્ટની ટીમે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર (MLA Aniketbhai Thakar) સાથે વિશેષ અને સીધો સંવાદ કર્યો હતો. આ સંવાદમાં ધારાસભ્યએ તેમની વ્યક્તિગત સફર, પાલનપુરના સાંસ્કૃતિક વારસા અને વિકાસના કાર્યો વિશે વિસ્તારથી વાત કરી હતી.
studio on wheels  રંગભૂમિનો કલાકાર બન્યો જનતાનો અવાજ  પાલનપુરના mla aniketbhai thakar ની અનોખી સફર
Advertisement
  • Studio on Wheels માં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાથે (MLA Aniketbhai Thakar) વિશેષ અને સીધો સંવાદ 
  • વ્યક્તિગત સફર, પાલનપુરના સાંસ્કૃતિક વારસા અને વિકાસના કાર્યો વિશે વિસ્તારથી કરી વાત
  • પીએમ મોદીએ પાલનપુરના વિકાસ માટે 'પાંચ પ' નો મંત્ર આપ્યો હતો
  • અત્યારે બાયપાસની કામગીરી પ્રગતિમાં: ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર 

Studio on Wheels:  બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુર (Palanpur) વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાથે (MLA Aniketbhai Thakar) ગુજરાત ફર્સ્ટની ટીમે એક વિશેષ અને સીધો સંવાદ કર્યો હતો. આ સંવાદમાં ધારાસભ્યએ તેમની વ્યક્તિગત સફર, પાલનપુરના સાંસ્કૃતિક વારસા અને વિકાસના કાર્યો વિશે વિસ્તારથી વાત કરી. પાલનપુરને 'સાહિત્યકારોનું શહેર' તરીકે ઓળખાવતા ધારાસભ્યએ જણાવ્યું કે અહીં સાહિત્ય અને કલા વારસાગત છે, અને તેમની સફર રંગભૂમિના કલાકાર તરીકે શરૂ થઈને રાજકારણમાં પહોંચી છે. આ સંવાદમાં વિકાસના અનેક પાસાઓ, જેમ કે બાયપાસ રોડની કામગીરી, તળાવોનું પુનર્જીવન અને ટુરિઝમના વિસ્તાર પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Studio on Wheels માં પાલનપુરના MLA Aniketbhai Thakar સાથે વિશેષ સંવાદ

ધારાસભ્યએ તેમની સફર વિશે વાત કરતા જણાવ્યું કે તેઓ રંગભૂમિના કલાકાર અને સાહિત્ય પ્રેમી છે. "પાલનપુર શહેર સાહિત્યકારોનું શહેર છે અને અહીં સાહિત્ય અને કલા વારસાગત છે," એમ તેમણે કહ્યું. તેમની જીવનયાત્રા વિદ્યાર્થી નેતા તરીકે શરૂ થઈ અને આજે તેઓ વિધાનસભા સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ધારાસભ્યએ જણાવ્યું કે, "મને નહોતું વિચાર્યું કે પાર્ટી મને ટિકિટ આપશે, પરંતુ પાર્ટીએ જવાબદારી આપી અને તેને પુરી કરી છે." તેઓએ ભારપૂર્વક કહ્યું કે, "આપણે નિમિત માત્ર છીએ. પ્રજાએ આપી તક અને પાર્ટીએ માધ્યમ બનાવ્યો છે. સારુ કામ કરવાની ઈચ્છાશક્તિ રાખીએ છીએ અને પ્રજાના કામ થાય ત્યારે સંતોષ થાય છે."

Advertisement

યુવાનો અને સંસ્કૃતિ વિશે શું કહ્યું?

તેમણે યુવાનો અને સંસ્કૃતિ વિશે પણ વાત કરી. "પ્રભાતિયા કાર્યક્રમમાં નવી જનરેશન હતી અને યુવાનોને આપણી પરંપરામાં ખૂબ રસ છે. આપણી સંસ્કૃતિમાં યુથ રસ લઈ રહ્યો છે," એમ તેમણે જણાવ્યું. આ સંવાદને તેઓએ 'સૌને સાંભળવો ગમે તેવો સંવાદ' તરીકે વર્ણવ્યો અને કહ્યું કે, "કોઈ પણ કામમાં ઈચ્છાશક્તિ પ્રબળ હોવી જોઈએ અને કોઈ પણ કામ થાય તો સતર્ક રહેવું પડે છે."

Advertisement

પીએમ મોદીએ પાલનપુરના વિકાસ માટે પાંચ 'પ' નો મંત્ર આપ્યો હતો

સંવાદમાં વિકાસના કાર્યો પર વિશેષ ચર્ચા થઈ. ધારાસભ્યએ જણાવ્યું કે, "વિકાસના અનેક કામો થઈ રહ્યા છે." તેમણે કહ્યું કે, પીએમ મોદી જ્યારે ચૂંટણી સમયે અહીં આવ્યા હતા ત્યારે તેમણે મને પાલનપુરના કલ્યાણ માટે પાંચ 'પ' નો મંત્ર આપ્યો હતો. જેમાં પાણી, પર્યાવરણ, પશુપાલન, પોષણનો સમાવેશ થાય છે. તે વિકાસના વ્યાપક વિઝનને દર્શાવે છે.

પાલનપુરના વિકાસ કાર્યો: બાયપાસ રોડથી તળાવોના પુનર્જીવન સુધી

સરકારના વિઝન વિશે તેમણે કહ્યું, "સરકારનું વિઝન ક્લિયર છે – વિકાસ પ્રથમ છે. સારૂં કામ લઈને જઈશું તો સારુ કામ ચોક્કસ થશે. સરકારી નિયમોના આધારે કામ થતા હોય છે."ખાસ કરીને બાયપાસ રોડની કામગીરી પર વાત કરતા તેમણે જણાવ્યું કે, "એરોમાં સર્કલમાં સમસ્યા હતી અને હું ચૂંટાઈને આવ્યો ત્યારે આ ચેલેન્જ હતી. અત્યારે બાયપાસની કામગીરી પ્રગતિમાં છે." તેમણે વધુમાં કહ્યું કે, "બાયપાસ બનશે તો ટ્રાન્સપોર્ટેશનને લાભ મળશે. હાઈવે છે એ ગામની વચ્ચે આવ્યો છે, તેથી બાયપાસ બનશે તો અકસ્માત ઘટશે. મોટાભાગના વાહનોનો બાયપાસથી પસાર થશે, જેથી ઉદ્યોગોને પણ મોટી રાહત મળશે. આખા બનાસકાંઠા જિલ્લા માટે સારૂં રહેશે અને ટુરિઝમ સેક્ટરને પણ લાભ મળશે. વાહનચાલકોની ચિંતા દૂર થશે."

125 થી વધુ તળાવો આગામી સમયમાં ભરાશે: ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર

આ ઉપરાંત, પાણી વ્યવસ્થાપન પર વાત કરતા તેમણે કહ્યું કે, "125 થી વધુ તળાવો આગામી સમયમાં ભરાશે." પાલનપુરના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આકર્ષણો વિશે તેમણે જણાવ્યું કે, "મીઠી વાવ પાલનપુરમાં ખુબ સુંદર છે," જે ટુરિઝમને વેગ આપી શકે છે.શિક્ષણ અને સમાજસેવા વિશે તેમણે કહ્યું કે, "જરૂરમંદ બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન મળ્યું." તેમણે વિપક્ષ અને પ્રજાના હિતને પ્રાધાન્ય આપતા જણાવ્યું કે, "વિપક્ષની વાતને સાંભળીને નિર્ણય લવું છું અને પ્રજાના હિતનું કામ કરવું મારી પહેલી ફરજ છે."

આ પણ વાંચો: Studio On Wheels: રબારી સમાજમાં પરિવર્તનનો શંખનાદ! MLA માવજીભાઈ દેસાઈના નેતૃત્વમાં ડીસામાં યોજાશે મહાસંમેલન

Tags :
Advertisement

.

×