Studio on Wheels : 'પદમાં' (Padma) સોંગથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર સિંગર Pankaj Mistry સાથે ખાસ વાતચીત
- ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ઐતિહાસિક નગરી પાટણ (Patan) માં પહોંચ્યું
- 1000 થી વધુ ગીતો ગાનાર પાટણના સિંગર પંકજ મિસ્ત્રી (Pankaj Mistry) સાથે ખાસ વાતચીત
- મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની કડવી વાસ્તવિકતા (Reality) જણાવતા પંકજ મિસ્ત્રી
- સવારે 6 વાગ્યે ઉઠીને ગીત લખ્યું અને થઈ ગયું સુપરહિટ
- 'પદમાં' સોંગ ના કારણે 24 કલાકમાંબદલાઈ ગઈ સિંગર પંકજ મિસ્ત્રીની દુનિયા
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ઐતિહાસિક નગરી પાટણ (Patan) માં પહોંચ્યું છે. અહીં એન્કર જેડી ગુજરાતી (JD Gujarati) એ પાટણના પ્રખ્યાત યુવા સિંગર પંકજ મિસ્ત્રી (Pankaj Mistry) સાથે એક અત્યંત રસપ્રદ અને નિખાલસ ચર્ચા કરી હતી. પંકજ મિસ્ત્રી એક એવા કલાકાર છે જેમની કિસ્મત માત્ર એક જ ગીતે બદલી નાખી છે અને આજે ઇન્સ્ટાગ્રામ પર તેમના ગીતો પર લાખો રીલ્સ બની રહી છે.
સંગીતની સફર અને વાયરલ સેન્સેશન
પંકજ મિસ્ત્રી છેલ્લા 10 વર્ષથી પ્રોફેશનલ સિંગિંગ (Professional Singing) ક્ષેત્રે કાર્યરત છે અને અત્યાર સુધીમાં તેમણે 1000 થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમની સફર રીલ્સથી શરૂ થઈ અને જોતજોતામાં તેમનું ગીત ટ્રેન્ડ થતા તેમને મોટી નામના મળી.
તેમનું 'પદમાં' (Padma) સોંગ સોશિયલ મીડિયા પર એવું વાયરલ થયું કે કલાકોમાં જ મિલિયન વ્યૂઝ આવી ગયા હતા. માત્ર 24 કલાકમાં આ ગીત પર 1000-1500 થી વધુ રીલ્સ બની ગઈ હતી અને 10 દિવસના ટૂંકા ગાળામાં આ આંકડો 2 લાખને પાર કરી ગયો હતો. આ ઉપરાંત, તેમણે સવારે 6 વાગ્યે ઉઠીને જાતે લખેલું ગીત 'વાલી તું રૂપનો કટકો કહેવાય'*પણ સુપરહિટ સાબિત થયું છે.
Studio on Wheels: 1000થી વધુ ગીતો ગાનાર Patan ના સિંગર Pankaj Mistry સાથે JD Gujarati ની ખાસ વાતચીત
રીલ્સથી શરૂ થઈ સફર અને ગીત થઈ ગયું ગ્લોબલ ટ્રેન્ડ!
Gujarat First નું Studio On Wheels પહોંચ્યું છે ઐતિહાસિક નગરી પાટણમાં, જ્યાં એન્કર JD Gujarati એ પાટણના પ્રખ્યાત યુવા સિંગર… pic.twitter.com/fbv5aJP0LU— Gujarat First (@GujaratFirst) March 2, 2026
મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની કડવી વાસ્તવિકતા
સંવાદ દરમિયાન પંકજભાઈએ ઉદ્યોગની વાસ્તવિકતા વિશે વાત કરતા જણાવ્યું કે, "ઘણીવાર ખૂબ જ મહેનતથી બનાવેલું ગીત પણ નથી ચાલતું." તેમના મતે, કોઈપણ સફળ સોંગ પાછળ સિંગરની મહેનત માત્ર 20% હોય છે, જ્યારે 80% મહેનત અન્ય લોકોની હોય છે.
તેમણે સંગીત ક્ષેત્રનું એક દર્દ વ્યક્ત કરતા કહ્યું કે, જ્યારે સંગીતનું ઉંડું જ્ઞાન ધરાવતા લોકોને યોગ્ય નામના ન મળે અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થનારા લોકો રાતોરાત સ્ટાર (Star) બની જાય ત્યારે દુઃખ થાય છે.
પંકજ મિસ્ત્રીના ભાઈ પોતે એક મ્યુઝિશિયન છે
પંકજ મિસ્ત્રીના ભાઈ પોતે એક મ્યુઝિશિયન છે, જેમણે 5000 થી વધુ ગીતોમાં કામ કર્યું છે. પંકજભાઈની જન્મભૂમિ બનાસકાંઠા છે, પરંતુ તેમની કર્મભૂમિ પાટણ બની છે. તેમના જીવનમાં કોઈ ચોક્કસ રોલ મોડેલ (Role Model) નથી; તેઓ દરેક વ્યક્તિ પાસેથી કંઈક નવું શીખવામાં માને છે. તેઓ એવું સંગીત સાંભળવાનું પસંદ કરે છે જેમાંથી કંઈક શીખવા મળે.
આ પણ વાંચો: Studio On Wheels: રુ. 1500 ના પગારથી 4870 દીકરીઓના કન્યાદાન સુધીની સફર! Chandanji Thakor સાથે ખાસ સંવાદ


