Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: રાજકોટથી PGVCLના એમ.ડી. કેતન જોશી સાથે ખાસ વાતચીત, જાણો વીજ ક્ષેત્રે થયેલા મોટા બદલાવ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ના ખાસ કાર્યક્રમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) ની ટીમ રાજકોટ (Rajkot) પહોંચી હતી, જ્યાં જે.ડી. ગુજરાતીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના એમ.ડી. કેતન પી. જોશી (Ketanbhai Joshi) સાથે એક વિશેષ અને માહિતીપ્રદ સંવાદ કર્યો છે.
studio on wheels  રાજકોટથી pgvclના એમ ડી  કેતન જોશી સાથે ખાસ વાતચીત  જાણો વીજ ક્ષેત્રે થયેલા મોટા બદલાવ
Advertisement
  • Studio on Wheels ની ટીમ પહોંચી રાજકોટ (Rajkot) 
  •  PGVCL ના એમ.ડી. કેતન જોશી સાથે ખાસ વાતચીત
  • પીજીવીસીએલની બદલાતી તસવીર અંગે ખાસ વાતચીત
  • આધુનિક ટેકનોલોજીના જોરે વીજ ચોરીમાં ધરખમ ઘટાડો
  • 58 બોર્ડર આઉટ પોસ્ટ પર પીજીવીસીએલનું ખાસ નેટવર્ક

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ના ખાસ કાર્યક્રમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) ની ટીમ રાજકોટ (Rajkot) પહોંચી હતી, જ્યાં જે.ડી. ગુજરાતીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના એમ.ડી. કેતન પી. જોશી (Ketanbhai Joshi) સાથે એક વિશેષ અને માહિતીપ્રદ સંવાદ કર્યો છે. આ મુલાકાત દરમિયાન રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી છેવાડાના માનવી સુધી વીજળી પહોંચાડવાના લક્ષ્ય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Studio on Wheels માં PGVCL ના એમ.ડી. કેતન જોશી સાથે ખાસ વાતચીત

ગુજરાત ફર્સ્ટ સાથેના સંવાદમાં એમ.ડી. કેતનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ અને કર્મચારીઓના પરિશ્રમના કારણે આજે છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પુરવઠો પહોંચી રહ્યો છે.

Advertisement

વીજ ચોરીમાં મોટો ઘટાડો અને ટેકનોલોજીનો ઉપયોગ

પીજીવીસીએલમાં એક સમયે વીજ ચોરીનું પ્રમાણ 35 % જેટલું હતું, જે હવે ઘટીને સિંગલ ડિજિટ એટલે કે10 % થી પણ ઓછું થઈ ગયું છે. આ સફળતા પાછળ 'સ્કાડા' (SCADA) જેવી આધુનિક ટેકનોલોજીનો મોટો હાથ છે, જેના દ્વારા કયા વિસ્તારમાં ચોરી થાય છે તેનું સચોટ મોનિટરિંગ કરવામાં આવે છે. પોલીસ અને એસઆરપીની મદદ લઈને વીજ ચોરી અટકાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે અને પકડાયેલા લોકોને સ્થળ પર જ કાયદેસરના કનેક્શન આપી દેવામાં આવે છે.

Advertisement

સૌર ઉર્જામાં પીજીવીસીએલ અગ્રેસર

સમગ્ર ભારતમાં ગુજરાત સૌર ઉર્જા (Solar Energy) ક્ષેત્રે પ્રથમ ક્રમે છે અને તેમાં પણ પીજીવીસીએલ ચારેય ડિસ્કોમમાં સૌથી અગ્રેસર છે. કચ્છના ખાવડામાં રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા મોટા પાયે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, જે વડાપ્રધાનના 'ઝીરો કાર્બન' મિશનને વેગ આપી રહ્યું છે.

ગ્રાહક સુવિધા અને સ્માર્ટ મીટર

ગ્રાહકો માટે હવે વીજ કનેક્શન લેવું ખૂબ જ સરળ બન્યું છે. રાજકોટ ખાતે સેન્ટ્રલ પ્રોસેસ સેન્ટર દ્વારા ઓનલાઈન અરજી કર્યાના માત્ર સાત દિવસમાં જ કનેક્શન આપી દેવાની પ્રક્રિયા અમલી છે. આગામી સમયમાં સ્માર્ટ મીટર આવવાથી ગ્રાહકો પોતાના મોબાઈલ એપ પર જ વપરાશ જોઈ શકશે અને ફોલ્ટની જાણકારી કંપનીને આપોઆપ મળી જશે. વળી, 'પીએમ સૂર્યઘર યોજના' હેઠળ સોલર રૂફટોપ માટે 33% સબસીડી પણ આપવામાં આવી રહી છે.

સરહદી વિસ્તારો અને વન્યજીવોની સુરક્ષા

કચ્છની સરહદે આવેલી 58 બોર્ડર આઉટપોસ્ટ (BOP) પર સૈનિકો માટે અવિરત વીજ પુરવઠો મળે તે માટે ખાસ અન્ડરગ્રાઉન્ડ નેટવર્ક પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, લુપ્ત થતા પક્ષી 'ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ' ની સુરક્ષા માટે તાર ઉપર ખાસ પ્રકારના કવર (MVCC) લગાડવાનો 200 કરોડનો પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે.

એમ.ડી. કેતન જોશીએ અંતમાં ગ્રાહકોને સમયસર બિલ ભરવા અને વીજ ચોરી ન કરવા અપીલ કરી હતી, જેથી એક શ્રેષ્ઠ અને વિકસિત ગુજરાતનું નિર્માણ થઈ શકે.

આ પણ વાંચો:  Studio on Wheels: Gujarat CREDAI ના ચેરમેન Pareshbhai Gajera સાથે એક્સક્લુઝિવ સંવાદ, જાણો બદલાતા રિયલ એસ્ટેટના ટ્રેન્ડ્સ

Tags :
Advertisement

.

×