Studio on Wheels: ટ્રાન્સપોર્ટ અને મીઠા ઉદ્યોગમાં આહીર સમાજ કેમ છે નંબર વન? બાબુભાઈ હુંબલે ખોલ્યું સફળતાનું રહસ્ય
- Studio on Wheels માં સાદગીના પ્રતીક સમાન ઉદ્યોગપતિ અને સમાજસેવક બાબુભાઈ હુંબલ (Babubhai Humbal) સાથે વિશેષ સંવાદ
- આહીર સમાજ (Ahir Samaj) ની સાહસિકતા, ટ્રાન્સપોર્ટ અને મીઠા ઉદ્યોગમાં તેમનું પ્રભુત્વ અને PM Modi ના નેતૃત્વમાં Kutch ની કાયાપલટ વિશે ગહન ચર્ચા
- "સત્તા કે સંપત્તિનું ઘમંડ ના હોવું જોઈએ" - આ જીવનમંત્ર સાથે જીવતા બાબુભાઈ હુંબલ
- બાબુભાઈ હુંબલ (Babubhai Humbal)એ પોતાના પરિવારની 532 એકર જમીન દાનમાં આપી દીધી
- Bhujodi Kanya Vidyalaya દ્વારા હજારો દીકરીઓને શિક્ષણ આપીને પગભર કરી
Studio on Wheels: "ભીમાસર ( Bhimasar) જેમની જન્મભૂમિ છે અને ગાંધીધામ ( Gandhidham) જેમની કર્મભૂમિ છે" તેવા સાદગીના પ્રતીક અને જાણીતા ઉદ્યોગપતિ-સમાજસેવક બાબુભાઈ હુંબલ (Babubhai Humbal) સાથે 'ગુજરાત ફર્સ્ટ' ( Gujarat First) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટે (Channel Head Dr. Vivek Kumar Bhatt) એક વિશેષ સંવાદ કર્યો હતો. આ મુલાકાતમાં બાબુભાઈએ તેમના જીવનના અનુભવો, સામાજિક જવાબદારી અને કચ્છના વિકાસ વિશે હૃદયસ્પર્શી વાતો શેર કરી હતી.
Studio on Wheels માં ઉદ્યોગપતિ-સમાજસેવક Babubhai Humbal સાથે સંવાદ
બાબુભાઈ હુંબલે સંવાદની શરૂઆતમાં જ જીવનનું ગહન સત્ય સમજાવતા કહ્યું કે, "સત્તા કે સંપત્તિનું ઘમંડ ક્યારેય ન હોવું જોઈએ, કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે અને કોઈ પણ વસ્તુ કાયમી નથી." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વ્યવહાર હંમેશા સારો રાખવો જોઈએ અને જીવન જીવવાનો અધિકાર દરેકને સમાન છે. ભૂલવાની ભાવના અને ક્ષમા એ ઉત્તમ ગુણો છે.
532 એકર જમીનનું સમર્પણ
પોતાના સંઘર્ષ અને પરિવારની વાત કરતા તેમણે જણાવ્યું કે તેમના ત્રણેય ભાઈઓ પાસે કુલ 532 એકર જમીન હતી, જે તેમણે સામાજિક ઉત્થાન માટે સમર્પિત કરી દીધી છે. જે સંસ્થામાં તેઓ ભણ્યા, આજે તેના જ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
ભુજોડી કન્યા વિદ્યાલય: દીકરીઓના શિક્ષણ માટે તેમણે ખાસ સ્કૂલ બનાવી છે. આજે આ સંસ્થાની ત્રણ શાખાઓ કાર્યરત છે.તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, "અમારી દીકરીઓ આજે સરકારી નોકરી કરી રહી છે અને સમાજનું નામ રોશન કરી રહી છે."
બ્રહ્મ સમાજ પ્રત્યે આદર અને દીકરીઓના લગ્ન
બાબુભાઈની ઉદારતાનો પરિચય ત્યારે મળે છે જ્યારે તેઓ બ્રહ્મ સમાજ વિશે વાત કરે છે. તેમણે કહ્યું કે, "અમે બ્રહ્મ સમાજને દેવ તરીકે પૂજીએ છીએ. તેમણે કહ્યું કે, અમારા સમાજમાં ચાર પેટા જ્ઞાતિ છે,સમયની માગ છે, યાદવ અથવા આહીર લખો." તેમણે સામેથી પહેલ કરીને બ્રહ્મ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા હતા. તેમણે કહ્યું કે, બ્રહ્મ સમાજે મને સામેથી કીધું ન હતું, સમાજના આગેવાનોએ મારી વિનંતી સ્વિકારી. આ ઉપરાંત, આગામી સમયમાં અનાથ દીકરીઓના લગ્ન કરાવવાનો પણ તેમનો નિર્ધાર છે. માતા પિતા થકી સંસ્કાર મળ્યા છે જરૂર જણાય ત્યાં સંપતિ વાપરવી જોઈએ.
Studio on Wheels: ઉદ્યોગપતિ-સમાજસેવક Shri Babubhai Humbal સાથે Dr. Vivek Kumar Bhatt નો ખાસ સંવાદ
Kutch ના Bhimasar જેમની જન્મભૂમિ છે અને Gandhidham જેમની કર્મભૂમિ છે, તેવા સાદગીના પ્રતીક સમાન ઉદ્યોગપતિ અને સમાજસેવક Shri Babubhai Humbal સાથે Gujarat First ના Channel Head Dr.… pic.twitter.com/ECECIi7SKJ— Gujarat First (@GujaratFirst) February 5, 2026
"પદ્મ શ્રી જગદીશભાઈ ત્રિવેદીનું જીવન પ્રેરણાદાયી"
બાબુભાઈએ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીના જીવનને અત્યંત પ્રેરણાદાયી ગણાવ્યું હતું. જગદીશભાઈએ પોતાની તમામ આવક સેવામાં ખર્ચ કરી છે, જે બાબુભાઈના મતે સાચા અર્થમાં સફળ જીવન છે.
ટ્રાન્સપોર્ટ અને મીઠા (સોલ્ટ) ઉદ્યોગમા આહીર સમાજ આજે સમગ્ર ભારતમાં નંબર વન
આહીર સમાજની શક્તિ વિશે વાત કરતા બાબુભાઈએ જણાવ્યું કે, કચ્છમાં પહેલા સામાન્ય ઉદ્યોગ હતા,કંડલા પોર્ટ પહેલા આટલું વિકસિત ન હતું,ટ્રાન્સપોર્ટ અને મીઠા (સોલ્ટ) ઉદ્યોગમા આહીર સમાજ આજે સમગ્ર ભારતમાં નંબર વન છે.આ સમાજ અત્યંત સાહસિક અને નીડર છે.આહીર સમાજ પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા છે
મોદી સાહેબમાં ઈશ્વરીય શક્તિ છે: બાબુભાઈ
બાબુભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, મોદી સાહેબમાં ઈશ્વરીય શક્તિ છે જે વિનાશને પણ અવસરમાં બદલી નાખે છે. દુનિયા પ્રધાનમંત્રીને લીડર તરીકે સ્વિકારે છે ભૂકંપ પછી કચ્છની કાયાપલટ મોદી સાહેબે જ કરી છે. કંડલા પોર્ટનો વિકાસ હોય કે સોલાર પાર્ક જેવા ડ્રીમ પ્રોજેક્ટ, આજે કચ્છ ભારતનો સૌથી પ્રગતિશીલ જિલ્લો બન્યો છે.કચ્છ જેવો ભારતમાં કોઈ જિલ્લો નથી. કચ્છ એ સાહસિક પ્રદેશ છે, અહીં લોકો નીડર છે,કચ્છ તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. કચ્છમાં રણ, ડુંગર અને દરિયો છે સોલાર પાર્ક ડ્રીમ પ્રોજેક્ટ છે ,પુરુષાર્થ વગર કશું મળતું નથી. મોદી સાહેબ પરિણામ લાવે છે વિશ્વમાં ભારતનું નામ ટોપ પર છે"
આ પણ વાંચો: Studio On Wheels: મહેસાણાની ગલીઓથી સંસદના હોલ સુધી, મયંકભાઈ નાયકે કેવી રીતે જીત્યું પક્ષ અને જનતાનું દિલ?


