Studio on Wheels : વૈશ્વિક વેપાર સાથે ભારતને જોડતા દીનદયાળ પોર્ટ ઓથોરિટીનાં ચેરમેન સુશીલ કુમાર સિંહ સાથે વિશેષ સંવાદ
- ગુજરાત ફર્સ્ટનો મહારથ 'Studio on Wheels' પહોંચ્યો દીનદયાળ પોર્ટ ઓથોરિટી
- ભારતના વિકાસમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી એક મજબૂત આધારસ્તંભ સમાન
- દીનદયાળ પોર્ટ ઓથોરિટીનાં ચેરમેન સુશીલ કુમાર સિંહ અને ગુજરાત ફર્સ્ટ ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ વચ્ચે ખાસ વાતચીત
- આ પોર્ટ દેશનાં મેજર પોર્ટ પૈકી એક છે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ આનું મહત્ત્વ ઘણું : ચેરમેન સુશીલ કુમાર સિંહ
- 'આગામી 3 વર્ષ દરમિયાન 200 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરવાનો પણ ટાર્ગેટ'
Kutch : ગુજરાત ફર્સ્ટનો મહારથ 'Studio on Wheels' હાલ કચ્છની મુલાકાતે છે. અહીં, સ્ટુડિયો ઓન વ્હિલ્સની ટીમે દીનદયાળ પોર્ટ ઓથોરિટીની (Deendayal Port Authority) મુલાકાત લીધી. દીનદયાળ પોર્ટ ઓથોરિટી જે ઝડપી, સુરક્ષિત અને કાર્યક્ષમ કામગીરીની ઓળખ છે. ભારતના વિકાસમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી એક મજબૂત આધારસ્તંભ સમાન છે. દેશના મેરિટાઈમ સેક્ટરમાં (Maritime sector) તેનું ગૌરવપૂર્ણ સ્થાન છે. આ પોર્ટ આધુનિક ટેકનોલોજી સાથે વેપારને પણ સરળ બનાવે છે. વૈશ્વિક વેપાર સાથે ભારતને જોડતું દીનદયાળ પોર્ટ ઓથોરિટી વિશ્વાસનું નામ છે. ઉચ્ચ ક્ષમતા અને કાર્યક્ષમતા આ પોર્ટની વિશેષતા છે. સ્ટુડિયો ઓન વ્હિલ્સની મુલાકાત દરમિયાન, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. VivekKumar Bhatt) અને દીનદયાળ પોર્ટ ઓથોરિટીનાં ચેરમેન સુશીલ કુમાર સિંહ (Sushil Kumar Singh) વચ્ચે વિશેષ સંવાદ થયો હતો.
વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે દીનદયાળ પોર્ટ ઓથોરિટી
કચ્છમાં આવેલ દીનદયાળ પોર્ટ ઓથોરિટી (Deendayal Port Authority) સતત વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આર્થિક પ્રગતિનો માર્ગ ખોલતો આ પોર્ટ ભારતની શાન છે. સાથે જ નવી શક્યતાઓ અને વૈશ્વિક અવસરોનું કેન્દ્ર છે. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દીનદયાળ પોર્ટ ઓથોરિટી વેપારને ગતિ આપવાની સાથે દેશના દરિયાઈ વેપારનું મહત્ત્વપૂર્ણ હબ પણ છે.
પોર્ટ અંગે વાત કરતા દીનદયાળ પોર્ટ ઓથોરિટીનાં ચેરમેન સુશીલ કુમાર સિંહે જણાવ્યું કે, આ પોર્ટ દેશના મેજર પોર્ટ પૈકી એક છે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ આનું મહત્ત્વ ઘણું છે. અહીં વિવિધ પ્રકારનાં કાર્ગો હેન્ડલ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ટ્રેડ માટે આ ગેટવે સમાન છે.
Studio on Wheels: Deendayal Port Authority ના Chairman shri Sushil Kumar Singh સાથે ખાસ વાતચીત
હિન્દુસ્તાનના વિકાસનો મજબૂત આધારસ્તંભ અને ભારતના પશ્ચિમ કિનારે આવેલું વેપારનું મુખ્ય કેન્દ્ર એટલે Kandla Port (Deendayal Port Authority).
Gujarat First ના Channel Head Dr. Vivek Kumar… pic.twitter.com/ucNs3W31hC— Gujarat First (@GujaratFirst) February 2, 2026
આગામી 3 વર્ષમાં 200 મિલિયન મે. ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્ય : સુશીલ કુમાર સિંહ
ચેરમેન સુશીલ કુમાર સિંહે (Sushil Kumar Singh) વધુમાં જણાવ્યું કે, ગત વર્ષે અમે દોઢ સો મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનો રેકોર્ડ બ્રેક ટાર્ગેટ મેળવ્યો હતો. ત્યારે આ વર્ષે અમે 170 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.
આગામી 3 વર્ષ દરમિયાન 200 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરવાનો પણ ટાર્ગેટ છે. આ ટાર્ગેટ મુજબ જ કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) વિઝન મુજબ કાર્બન ડાઈ ઓક્સાઈડનું રિડક્શન અને ક્લાઇમેટ ફ્રેન્ડલી (Climate friendly) એપ્રોચ હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - Studio On Wheels : કચ્છનાં Supercop દિલીપભાઈ અગ્રાવતની શૌર્યગાથા જાણી તમે પણ ગર્વ અનુભવશો!
'લાખો કરોડોનાં નિવેશથી અહીં 80-90 હજાર સુધીની નોકરીઓ ઊભી થશે'
દીનદયાળ પોર્ટ ઓથોરિટીનાં (Deendayal Port Authority) ચેરમેન સુશીલ કુમાર સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીજીનુ વિઝન છે કે ભારતનું મેરિટાઇમ સેક્ટરને ગ્લોબલ મેપમાં લીડરશીપ તરીકે સ્થાપિત કરવામાં આવે. ત્યારે દીનદયાળ પોર્ટ ઓથોરિટી આ લીડ લઈ રહ્યું છે. સંપૂર્ણ દેશમાં પહેલો એવો પોર્ટ બનશે જે ગ્રીન શિપિંગ કોરિડોરમાં (Green Shipping Corridor) ભારતને સ્થાન અપાવશે.
તેમણે જણાવ્યું કે, દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે કાર્ગો હેન્ડલિંગ દુનિયાની સરખામણીએ ખૂબજ સસ્તી છે. અહીં, ઇકો સિસ્ટમમાં ખૂબ સારી છે. અહીં, અમે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ પોર્ટ ખૂબજ કસ્ટમર ફ્રેન્ડલી હોવાથી અહીંથી મલ્ટિપલ બિઝનેસ એક જ જગ્યાથી થાય છે. આવનારા સમયમાં વિવિધ મોટી કંપનીઓ દ્વારા અહીં 2.5 થી 3 લાખ કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે, જેનાં થકી 80 થી 90 હજાર જેટલી નોકરીઓનું પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે નિર્માણ થશે.
આ પણ વાંચો - Studio on Wheels: Bhuj ના 'Prag Mahal' થી જાણો Kutch ની ભવ્ય ગાથા


