Studio on Wheels: શબ્દ અને સૂરનો સંગમ! પ્રતિક આહીરની કલમ અને દિવાળીબેન આહીરનો કંઠ, જાણો કચ્છના આ સિતારાઓની સફર
- Studio on Wheels: પ્રતિક આહીર (Pratik Ahir અને દિવાળીબેન આહીર (Diwaliben Ahir) સાથે મુલાકાત
- ડૉ. વિવેક ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથે કચ્છ (kutch) ના લોક કલાકારોનો ખાસ સંવાદ
- વર્ષ 2007માં 'રામધણી' આલ્બમથી પ્રસિદ્ધિ મેળવનાર આ કલાકારોએ કચ્છી લોકસંગીતને નવી ઊંચાઈ આપી
- ગીતકાર પ્રતિક આહીરે વાસ્તવિક જીવનની સંવેદના અને શ્રદ્ધાને ગીતોમાં વણવાની પોતાની કલા વિશે ચર્ચા કરી
'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં લોકગાયિકા દિવાળીબેન આહીર (Diwaliben Ahir) અને ગીતકાર પ્રતિક આહીર (Pratik Ahir) સાથે વિશેષ સંવાદ કર્યો હતો. સંતો અને શૂરાઓની ધરતી ગણાતા કચ્છ (kutch) ની માટીની મહેક દિવાળીબેનના કંઠમાં વણાયેલી છે, જેમણે પિતાના માર્ગદર્શન હેઠળ ભજન-કીર્તનથી સંગીત યાત્રા શરૂ કરી હતી. વર્ષ 2007માં 'રામધણી' આલ્બમથી પ્રસિદ્ધિ મેળવનાર આ કલાકારોએ કચ્છી લોકસંગીતને નવી ઊંચાઈ આપી છે. આ મુલાકાતમાં ગીતકાર પ્રતિક આહીરે વાસ્તવિક જીવનની સંવેદના અને શ્રદ્ધાને ગીતોમાં વણવાની પોતાની કલા વિશે ચર્ચા કરી, જે કચ્છની ભાતીગળ પરંપરાને જીવંત રાખે છે.
ભજન-કીર્તનથી ગ્લોબલ પ્લેટફોર્મ સુધીની સફર
દિવાળીબેન આહીરે પોતાની સંગીત યાત્રા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સંગીત તેમના લોહીમાં છે. બાળપણમાં ભજન, કીર્તન અને સંતવાણીથી શરૂ થયેલી તેમની આ સફર આજે દેશ-વિદેશમાં કચ્છનો અવાજ બની ગઈ છે. તેમણે સૌથી પહેલું ભજન ‘જેસલ તોરલ’ગાયું હતું, જેના શબ્દો “કચ્છ અંજારથી આવ્યા જાડેજા તેની સંગમાં તોરલ” આજે પણ લોકોના હૃદયમાં વસેલા છે. દિવાળીબેન માટે તેમના પિતા જ તેમના પ્રથમ ગુરુ રહ્યા છે, જેમણે તેમને સંગીતના પાયાના પાઠ શીખવ્યા હતા.
Studio on Wheels: Kutch Lok Sangeet Special: Diwaliben Ahir & Pratik Ahir with Dr. Vivek Kumar Bhatt
Kutch માત્ર રણ નહીં, પણ સંતો, શૌર્ય અને સૂરાની ધરતી છે. આ માટીની મહેક જેમના અવાજમાં છે તેવા લોકગાયિકા Diwaliben Ahir અને Lyricist Pratik Ahir સાથે Gujarat First ના Channel Head… pic.twitter.com/ieFIMJ3ZYI
— Gujarat First (@GujaratFirst) February 8, 2026
કરિયરનો ટર્નિંગ પોઈન્ટ: 'રામધણી' આલ્બમ
વર્ષ 2007માં રિલીઝ થયેલા ‘રામધણી’ આલ્બમથી તેમની વ્યાવસાયિક સફરમાં એક મોટો વળાંક આવ્યો હતો. આ આલ્બમની સફળતા બાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. વાતચીતમાં તેમણે જણાવ્યું કે, કચ્છ ગમે તેવી આપદામાં પણ અડિખમ રહ્યું છે અને અહીંના લોકોની જીજીવિષા તેમજ સાહસ સંગીતમાં પણ જોવા મળે છે. લોકસંગીત અને ભજન લોકોમાં જોમ અને જુસ્સો ભરે છે.
Studio on Wheels: Diwaliben Ahir Exclusive
કચ્છના લોક સંગીત અને ભજનને દુનિયાના ખૂણેખૂણે પહોંચાડનાર સિંગર અને ગીતકાર Diwaliben Ahir સાથે Dr. Vivek Kumar Bhattની ખાસ ચર્ચા
જુઓ આજે રાત્રે 8:25 કલાકે
માત્ર ગુજરાત ફર્સ્ટ પર@vishvek11 #DiwalibenAhir #Kutch #FolkMusic #Bhajans… pic.twitter.com/F6VwFE9tf6— Gujarat First (@GujaratFirst) February 8, 2026
લાગણી અને વાસ્તવિકતાના ગીતકાર: પ્રતિક આહીર
આ સંવાદમાં ગીતકાર પ્રતિક આહીરે પણ ભાગ લીધો હતો. પ્રતિક આહીરના ગીતોમાં વાસ્તવિક જીવનની સંવેદનાઓ, અતૂટ શ્રદ્ધા અને કચ્છી અસ્મિતાનો જીવંત ચિતાર જોવા મળે છે. તેઓ જીવનની વાસ્તવિકતા પરથી પ્રેરણા લઈને ગીતો લખે છે, જે સીધા જ શ્રોતાઓના હૃદયને સ્પર્શે છે. માં આશાપુરા પ્રત્યેની તેમની અતૂટ આસ્થા તેમના સર્જનમાં સ્પષ્ટપણે દેખાય છે.
કચ્છનું ખમીર અને લોકસંગીત
કચ્છના લોકો સાહસ અને આત્મવિશ્વાસથી ભરપૂર છે. આ મુલાકાત દરમિયાન કલાકારોએ પોતાની સંઘર્ષગાથા અને કચ્છની ભાતીગળ સંસ્કૃતિને વિશ્વ સ્તરે પહોંચાડવાના પોતાના અનુભવો શેર કર્યા હતા. સંગીતના માધ્યમથી કચ્છની સંસ્કૃતિને જીવંત રાખતા આ કલાકારો આજે નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
આ પણ વાંચો: Studio on Wheels: Mehsana જિલ્લા પંચાયત પ્રમુખ Trushaben Patel સાથે Dr. Vivek Bhatt નો વિશેષ સંવાદ


