Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: પાટણ સિવિલ હોસ્પિટલ માટે 4 વર્ષ આંદોલન કરનાર Laleshbhai Thakkar સાથે ખાસ સંવાદ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટનું એક એવું અભિયાન છે જે સમાજમાં જાગૃતિ લાવવા, અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે અથાગ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.પાટણ (Patan)ના જાહેર જીવનમાં છેલ્લા બે દાયકાથી સક્રિય અને એક ખુલ્લી કિતાબ જેવું જીવન જીવતા સામાજિક અગ્રણી (Social Leader)લાલેશભાઈ ઠક્કર સાથે 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ સંવાદમાં તેમણે તેમના જીવનના સંઘર્ષ, રાજકીય સફર અને સેવાકીય પ્રવૃત્તિઓ (Service Activities)વિશે હૃદયસ્પર્શી વાતો શેર કરી હતી.
studio on wheels  પાટણ સિવિલ હોસ્પિટલ માટે 4 વર્ષ આંદોલન કરનાર laleshbhai thakkar સાથે ખાસ સંવાદ
Advertisement
  • Studio on Wheels:  લાલેશભાઈ ઠક્કરે કારકિર્દીની શરૂઆત હીરા ઘસવાની મજૂરીથી કરી હતી.
  • પાટણની સિવિલ હોસ્પિટલ બચાવવા માટે તેમણે સતત 4 વર્ષ સુધી ચલાવ્યું આંદોલન
  • સિવિલ આંદોલનમાં રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ સહી કરીને આપ્યું સમર્થન
  • પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેન અને ઉપપ્રમુખ જેવા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે.

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટનું એક એવું અભિયાન છે જે સમાજમાં જાગૃતિ લાવવા, અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે અથાગ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આ સાથે સાથે જનરથ દ્વારા કેટલાક પૌરાણિક અને પ્રસિદ્ધ સ્થળોની પણ મુલાકાત લેવામાં આવી રહી છે. ગુજરાત ફર્સ્ટના (Gujarat First) ખાસ કાર્યક્રમ Studio On Wheels અંતર્ગત વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યું છે.

પાટણ (Patan)ના જાહેર જીવનમાં છેલ્લા બે દાયકાથી સક્રિય અને એક ખુલ્લી કિતાબ જેવું જીવન જીવતા સામાજિક અગ્રણી (Social Leader)લાલેશભાઈ ઠક્કર સાથે 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ સંવાદમાં તેમણે તેમના જીવનના સંઘર્ષ, રાજકીય સફર અને સેવાકીય પ્રવૃત્તિઓ (Service Activities)વિશે હૃદયસ્પર્શી વાતો શેર કરી હતી.

Advertisement

Studio on Wheels: હીરા ઘસવાથી શરૂ થઈ હતી કારકિર્દી

લાલેશભાઈએ જણાવ્યું કે તેમની શરૂઆત ખૂબ જ સામાન્ય હતી. તેઓ જ્યારે પહેલીવાર ચૂંટણી લડ્યા ત્યારે હીરા ઘસવાનું કામ (Diamond Polishing) કરતા હતા. સવારથી સાંજ સુધી મજૂરી કરવા છતાં મિત્રોના આગ્રહ અને સેવાકીય સ્વભાવને કારણે તેમણે રાજકારણ (Politics)માં ઝંપલાવ્યું. આજે તેઓ એક સફળ બિલ્ડર (Builder)તરીકે સ્થાપિત છે, પરંતુ તેમનો પાયો હજુ પણ મધ્યમ વર્ગ સાથે જોડાયેલો છે.

Advertisement

 

સિવિલ હોસ્પિટલ માટે હાથ ધર્યું હતું આંદોલન

તેમના જાહેર જીવનની સૌથી મોટી સફળતા પાટણની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) બચાવવાનું આંદોલન છે. જ્યારે સરકારે આ હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લીધો, ત્યારે લાલેશભાઈએ તેને પડકાર્યો હતો. તેમણે આ આંદોલન 4 વર્ષ અને અંદાજે 189 સોમવાર સુધી ચાલ્યું હતું. તેમણે 1 લાખથી વધુ લોકોની સહીથી ઝુંબેસ (Signature Campaign)ચલાવી હતી, જેમાં રાહુલ ગાંધી અને શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજ નેતાઓએ પણ સહી કરી હતી. આખરે સરકારે ઝૂકવું પડ્યું અને આજે આ હોસ્પિટલમાં રોજના 200થી વધુ દર્દીઓ મફત સારવાર (Treatment) મેળવે છે.

રાજકારણ અને સેવા: નિઃસ્વાર્થ ભાવ

લાલેશભાઈ પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેન (Executive Chairman)અને ઉપપ્રમુખ જેવા મહત્વના હોદ્દા પર રહ્યા છે. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે તેમના આખા કાર્યકાળ દરમિયાન કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી. તેમની માલિકીના પાર્ટી પ્લોટ (Party Plot)માં આજે પણ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો માટે કોઈ ભાડું (Rent)નક્કી કરવામાં આવતું નથી; લોકો પોતાની ઈચ્છા મુજબ યોગદાન આપે છે.

પરિવારનું યોગદાન અને ભાવિ વિઝન

તેમના ધર્મપત્ની પણ સામાજિક રીતે સક્રિય છે અને હાલમાં મહિલા ક્રેડિટ સોસાયટી (Women Credit Society)ના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. લાલેશભાઈનું વિઝન સ્પષ્ટ છે - વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવું અને પાટણની અસ્મિતાને જાળવી રાખવી. હાલ તેઓ અમદાવાદ (Ahmedabad) સ્થાયી થયા છે, તેમ છતાં પાટણના લોકો આજે પણ તેમની ખોટ અનુભવે છે.

આ પણ વાંચો---- Studio On Wheels: મેક ઇન ઇન્ડિયાનું ગૌરવ, મહેસાણાની 'વિનસ' કંપની કેવી રીતે બની રોડ કન્સ્ટ્રક્શન મશીનરીની હબ!

Tags :
Advertisement

.

×