Studio on Wheels Dholera: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ટીમ પહોંચી હતી ભારતના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ધોલેરામાં. અહીં 7 OAK ક્લબ હાઉસ ખાતેથી 7 OAK Developers ના MD રાજદીપસિંહ ચુડાસમા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શા માટે ધોલેરા માત્ર ગુજરાતનું જ નહીં પણ દેશનું આગામી ગ્લોબલ રોકાણનું કેન્દ્ર બની રહ્યું છે.
ધોલેરા 7 OAK Developers ના MD Rajdeepsinh Chudasama સાથે ખાસ સંવાદ
ગુજરાત ફસ્ટની (Gujarat First) ની સ્ટુડિયો ઓન વ્હીલ્સની ( Studio on Wheels) ટીમ તાજેતરમાં ભારતના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ધોલેરા ખાતે પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન '7 OAK Club House' ખાતેથી '7 OAK Developers Pvt. Ltd.' ના મેનેજિંગ ડિરેક્ટર રાજદીપસિંહ ચુડાસમા ( Rajdeepsinh Chudasama) સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
આ ચર્ચામાં ધોલેરાના વિકાસ, અહીં થઈ રહેલા વૈશ્વિક રોકાણ અને રિયલ એસ્ટેટના ઉજ્જવળ ભવિષ્ય અંગે મહત્વની વિગતો સામે આવી હતી.
7 OAK બ્રાન્ડનું વિઝન
રાજદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કંપનીના નામમાં રહેલો '7' અંક આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, જ્યારે 'OAK' એ એક મજબૂત વૃક્ષનું પ્રતીક છે, જે લાંબુ આયુષ્ય અને સ્થિરતા દર્શાવે છે.
મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઝલક
ધોલેરામાં બની રહેલા અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતનું સૌથી મોટું કાર્ગો અને પેસેન્જર એરપોર્ટ, વિશાળ સોલાર પાર્ક અને ફોર-લેનથી લઈને એક્સપ્રેસ હાઈવે સુધીની કનેક્ટિવિટી આ શહેરને વિશ્વના નકશા પર મૂકવા માટે સજ્જ છે.
લોથલ બનશે વર્લ્ડ ક્લાસ ટૂરિઝમ હબ
લોથલમાં નિર્માણાધીન મ્યુઝિયમ, જેમાં 14 હાઈટેક ગેલેરી, 4 થીમ પાર્ક અને 77 મીટર ઊંચું લાઈટ હાઉસ મુખ્ય આકર્ષણ બનશે. અહીં હાલમાં 100 થી 500 રૂમની ક્ષમતા ધરાવતી હોટેલોનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
ગ્લોબલ રોકાણકારો માટે હોટસ્પોટ
ધોલેરા ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટીમાં હાલમાં 70 % રોકાણ ગુજરાત બહારના રાજ્યો અને NRI દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે સ્થાનિક ગુજરાતી રોકાણકારોનું પ્રમાણ 30 થી 35% જેટલું છે.
રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ
સ્ટોક માર્કેટની સરખામણીએ અહીં પ્રોપર્ટી કે વિલામાં રોકાણ કરવું એ હાઈ રેન્ટલ આવક અને પ્રોપર્ટીના વેલ્યુમાં શાનદાર એપ્રિશિએશનની ગેરંટી આપે છે.
Gujarat First ની 34 જિલ્લાઓની સફર
'Gujarat First' ની ટીમ ગુજરાતના તમામ 34 જિલ્લાઓમાં ફરીને સ્થાનિક પ્રશ્નો, વિકાસની ગાથા અને ગ્રાઉન્ડ રિયાલિટી તમારા સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.નેતા, અભીનેતા અને લોક કલાકારો સાથેનો આ અવિરત સિલસિલો ચાલુ રહેશે!
આ પણ વાંચો: Studio on Wheels: કમિશનર અરુણ મહેશ બાબુનો શહેરના વિકાસ માટેનો એક્શન પ્લાન, શું વડોદરા હવે કાયમી પૂરમુક્ત થશે?