Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Studio on Wheels: વિદેશી મશીનોને દીધો પડકાર! ગુજરાતની આ કંપનીએ 100% સ્વદેશી મશીનથી ખેડૂતોનું જીવન બદલી નાખ્યું

અમદાવાદના (Ahmedabad) કુહા ગામ પાસે આવેલી સુનિધિ એગ્રોટેક પ્રા. લિ (Sunidhi Agrotech) કંપની ભારતના ખેડૂતોને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે શરૂ થઈ હતી જે આજે એક વટવૃક્ષનું રૂપ ધારણ કરી ચૂકી છે. ત્યારે ત્રણ મિત્રોના સંઘર્ષ અને સમર્પણની આ કહાનીને લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાત ફર્સ્ટનાં નવા અભિગમ 'STUDIO ON WHEELS' હેઠળ આ કંપનીની મુલાકાત લેવામાં આવી હતી.
studio on wheels  વિદેશી મશીનોને  દીધો પડકાર  ગુજરાતની આ કંપનીએ 100  સ્વદેશી મશીનથી ખેડૂતોનું જીવન બદલી નાખ્યું
Advertisement
  • સુનિધિ એગ્રોટેક પ્રા. લિ.ની પ્રેરણાદાયી સફર
  • ખેડૂતોને આપી રહી છે આધુનિકતા અને આત્મનિર્ભરતાની તાકાત
  • ત્રણ મિત્રોએ નોકરી છોડી, ખેડૂતોનું જીવન બદલી નાખ્યું
  • ખેતરમાં મહેનત જોઈને આવ્યો આઈડિયા, આજે 5000 ખેડૂતોને બનાવી દીધા આધુનિક અને આત્મનિર્ભર!

અમદાવાદના (Ahmedabad) કુહા ગામ પાસે આવેલી સુનિધિ એગ્રોટેક પ્રા. લિ (Sunidhi Agrotech Pvt. Ltd) કંપની ભારતના ખેડૂતોને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે શરૂ થઈ હતી જે આજે એક વટવૃક્ષનું રૂપ ધારણ કરી ચૂકી છે. ત્યારે ત્રણ મિત્રોના સંઘર્ષ અને સમર્પણની આ કહાનીને લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાત ફર્સ્ટનાં નવા અભિગમ 'STUDIO ON WHEELS' હેઠળ આ કંપનીની મુલાકાત લેવામાં આવી હતી. આ કંપની દ્વારા ખેડૂતોના કલ્યાણ અને આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ કંપનીએ ન માત્ર ખેડૂતોની મુશ્કેલીઓનું કાયમી સમાધાન કર્યું છે, પરંતુ તેમને સમય અને પૈસાની બચત કરીને સશક્ત બનાવ્યા છે.

ત્રણ મિત્રોની પ્રેરણાદાયી શરૂઆત

આ કંપનીની શરૂઆતની વાત કરીએ તો, ત્રણ કલીગ અને મિત્રોએ 12 વર્ષ સુધી જુદી જુદી કંપનીઓમાં નોકરી કરીને બહોળો અનુભવ મેળવ્યો હતો. તેઓએ વિચાર્યું કે એક એવી કંપની શરૂ કરવી જોઈએ જે ખેડૂતોને સીધો લાભ આપે સમય અને નાણાંના રૂપમાં. વર્ષ 2016માં આ વિચારનું બીજ રોપાયું અને સુનિધિ એગ્રોટેક પ્રા. લિ.નું સ્વરૂપ ધારણ કર્યું. આ ત્રણ સાહસિક યુવાનોએ શૂન્યમાંથી સર્જન કરીને આ કંપનીને ઉભી કરી, જે આજે 2025માં એક વિશાળ વૃક્ષની જેમ અનેક ખેડૂતોને છાયા અને આરામ આપી રહી છે.  કંપનીના સ્થાપકો કહે છે કે, "મેક ઈન ઈન્ડિયાને અમે પ્રાધાન્ય આપીએ છીએ અને અમારી પ્રોડક્ટ્સ 100 ટકા મેક ઈન ઈન્ડિયા છે."

Advertisement

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (એમ.ડી.) વિશાલ પટેલનું નિવેદન

આ મામલે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (એમ.ડી.) વિશાલ પટેલે જણાવ્યું હતું કે, "આ કંપની કેવી રીતે શરૂ થઈ? તેમના માતા-પિતા સાથે ખેતરમાં જતા હતા ત્યારે તેઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તે જોઈને તેમને આ પ્રકારના મશીનો બનાવવાનો વિચાર આવ્યો, જેથી ખેડૂતોની સમસ્યાઓનું હલ લાવી શકાય." તેઓએ વધુમાં કહ્યું કે, "2016માં આઈડિયા આવ્યો હતો કે વિદેશોમાં કેવી રીતે ખેતી કરવામાં આવી રહી છે, ત્યાં જે પ્રકારના મશીનો છે તેને ભારતમાં કેવી રીતે લાવી શકાય. અમારી કંપની 100 ટકા મેક ઈન ઈન્ડિયા છે અને અમે તેને પ્રાધાન્ય આપીએ છીએ."

Advertisement

કંપનીનું વિઝન શું છે ?

કંપનીનું વિઝન સ્પષ્ટ છે. આધુનિક યુગમાં જગતના તાત એટલે કે ખેડૂતને આધુનિક અને આત્મનિર્ભર બનાવવું. વિશાલ પટેલે કહ્યું, "આધુનિક ભારતનો આધુનિક ખેડૂત કેવી રીતે બને તે વિઝનથી આ કંપની આગળ વધી રહી છે. ખેતીમાં ખેડૂતોને જે પ્રકારની સમસ્યાઓ આવી રહી છે તેના માટે ઉપયોગી નવીનતમ મશીનો અમે બનાવી રહ્યા છીએ." આજે ભારતમાં ઓછામાં ઓછા 5,000 ખેડૂતો સુનિધિ એગ્રોટેક સાથે જોડાયેલા છે અને આવનારા વર્ષોમાં વધુમાં વધુ ખેડૂતો કંપનીના મશીનોનો ઉપયોગ કરીને ખેતી કરે તેવી આશા છે.

પ્રોડક્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ

આ વિઝનને અમલમાં મૂકવા માટે કંપની નવીનતમ મશીનરીનો સદુપયોગ કરે છે, જેનાથી પહેલાની સમસ્યાઓ ભૂતકાળ બની જાય છે. આનાથી ઓછી મહેનતમાં વધુ ઉત્પાદન થાય છે અને કામ ઝડપી થાય છે. અને ખેડૂતોના સમય અને પૈસાની બચત થાય છે તેમનું કહેવું છે કે, "ખેડૂતો અમારા મશીનથી ઘણા ખુશ છે."

મશીન કેવી રીતે બને છે?

સુનિધિ એગ્રોટેક પ્રા. લિ. દ્વારા ખેડૂતોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના આધુનિક મશીનો બનાવવામાં આવે છે. આ મશીનો ખેતીની વિવિધ પ્રક્રિયાઓ જેમ કે કાપણી, ખોદકામ અને અન્ય કાર્યોને સરળ અને ઝડપી બનાવે છે. કંપનીના ઓપરેશન ડિરેક્ટર દિનેશ પંચાલે વિસ્તારથી જણાવ્યું કે, "સંપૂર્ણ મશીન કેવી રીતે બને છે? સૌપ્રથમ કાચો માલ અમારે ત્યાં આવે છે અને તેનું ટેસ્ટિંગ થાય છે. તેનો રિપોર્ટ આવે પછી તે કાચા માલને કટિંગ માટે મોકલવામાં આવે છે. જે બાદ તેને ફેબ્રિકેશન માટે જાય છે અને વેલ્ડિંગ થયા પછી ક્વોલિટી ચેકિંગ થાય છે. પછી તે પાઉડર કોટિંગમાં જાય છે અને અંતે એસેમ્બલી લાઈનમાં જાય છે."

 તમામ પ્રોડક્ટ્સ100 ટકા મેક ઈન ઈન્ડિયા

આ પ્રક્રિયા દર્શાવે છે કે કંપની ગુણવત્તા પર કોઈ સમજૂતી કરતી નથી અને તમામ પ્રોડક્ટ્સ100 ટકા મેક ઈન ઈન્ડિયા છે. આ મશીનોનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા સમયમાં વધુ કામ કરી શકે છે, જેનાથી તેમની ઉત્પાદકતા વધે છે.

ખેડૂતો સૂધી મશીનો કેવી રીતે પહોંચે છે ?

કંપનીના સેલ્સ એન્ડ માર્કેટિંગ ડિરેક્ટર સાગર પટેલે જણાવ્યું કે, "આ આધુનિક મશીનો ખેડૂતો સુધી કેવી રીતે પહોંચે છે? અમે ડીલર, સોશિયલ મીડિયા અને ટેમ્પલેટ દ્વારા તેને વિતરિત કરીએ છીએ. ખેડૂતો સિવાય અન્ય લોકો પણ આ પ્રોડક્ટ્સને લઈ જાય છે, જેમ કે ગૌશાળાઓમાં." કંપની ડિસ્ટ્રીબ્યુટરશીપ પણ આપે છે, જેથી વધુ લોકો તેના સાથે જોડાઈ શકે અને ખેડૂતોને લાભ મળે.

આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ

સુનિધિ એગ્રોટેક પ્રા. લિ.ની આ સફર સંઘર્ષથી સફળતા સુધીની છે, જે આત્મનિર્ભર બનતા ખેડૂતોની જુબાની છે. કંપનીએ ખેડૂતોને જોડીને તેમને આધુનિક બનાવ્યા છે, જેનાથી દેશની સમૃદ્ધિ વધી રહી છે. આ કહાની ન માત્ર ત્રણ મિત્રોની સાહસિકતાની છે, પરંતુ તે દરેક ખેડૂતને પ્રેરણા આપે છે કે આધુનિકતા અને આત્મનિર્ભરતા સાથે મળીને દેશને મજબૂત બનાવી શકાય છે.

આ પણ વાંચો: Studio on Wheels: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સાથે વિશેષ પોડકાસ્ટ, લવ મેરેજ, લેઉઆ અને કડવા પાટીદારો વચ્ચેના સંબંધો પર કહી મોટી વાત

Tags :
Advertisement

.

×