STUDIO ON WHEELS : રણોત્સવથી Gujarat First પર SUPER EXCLUSIVE પ્રસારણ, જુઓ 12 દેશનો ફોક ડાન્સ, સાંસ્કૃતિક ઝલક
- રણોત્સવમાં ગુજરાત ફર્સ્ટની ભવ્ય અને ઐતિહાસિક હાજરી (STUDIO ON WHEELS)
- રણોત્સવમાં પહોંચ્યું ગુજરાત ફર્સ્ટનું STUDIO ON WHEELS
- 12 દેશોના ફોક ડાન્સ સાથે રંગબેરંગી કલ્ચરલ કાર્નિવલ
- ગુજરાતના જાણીતા કલ્ચરલ ડાન્સ ગ્રુપ દ્વારા વિશેષ આયોજન
- અંકુર પઠાણ એન્ડ ટીમ દ્વારા ઇન્ટરનેશનલ ફોક મ્યુઝિક ફેસ્ટિવલ
- રણોત્સવથી ગુજરાત ફર્સ્ટ પર SUPER EXCLUSIVE પ્રસારણ
- સમગ્ર ઇવેન્ટનું ગુજરાત ફર્સ્ટ અધિકૃત મીડિયા પાર્ટનર બન્યું છે
Kutch : કચ્છનાં સફેદ રણમાં 30 જાન્યુઆરી સુધી સંગીત અને સંસ્કૃતિનો મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ થકી ‘નમસ્તે વર્લ્ડ’ થીમ સાથે વૈશ્વિક એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ મહોત્સવમાં 12 દેશોના ફોક ડાન્સ સાથે રંગબેરંગી કલ્ચરલ કાર્નિવલને લોકો નિહાળી શકે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટનું (Gujarat First News) અનોખું અભિગમ ' STUDIO ON WHEELS' ની ટીમ પણ સફેદ રણમાં યોજાઈ રહેલા આ અદ્ભુત મહોત્સવમાં પહોંચી છે. ટીમ દ્વારા વિવિધ દેશનાં લોકો સાથે સંવાદ કરાયો અને તેમનાં ફોક ડાન્સ, સાંસ્કૃતિક વારસાને સમજવાનો પ્રયાસ કર્યો. સમગ્ર ઇવેન્ટનું ગુજરાત ફર્સ્ટ અધિકૃત મીડિયા પાર્ટનર બન્યું છે. રણોત્સવથી (Rann Utsav) ગુજરાત ફર્સ્ટ પર SUPER EXCLUSIVE પ્રસારણ કરાયું.
ગુજરાત ફર્સ્ટનું STUDIO ON WHEELS રણોત્સવમાં પહોંચ્યું
ગુજરાતના જાણીતા કલ્ચરલ ડાન્સ ગ્રુપ અંકુર પઠાણ એન્ડ ટીમ દ્વારા કચ્છનાં સફેદ રણમાં 'ઇન્ટરનેશનલ ફોક મ્યુઝિક ફેસ્ટિવલ' નું (International Folk Music Festival) ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રણોત્સવમાં ગુજરાત ફર્સ્ટની પણ ભવ્ય અને ઐતિહાસિક હાજરી રહી છે. રણોત્સવમાં આવનારા લોકો 12 દેશોના ફોક ડાન્સ સાથે રંગબેરંગી કલ્ચરલ કાર્નિવલને નિહાળી શકે છે. ગુજરાત ફર્સ્ટની ' STUDIO ON WHEELS' ની ટીમ દ્વારા વિવિધ દેશનાં લોકો સાથે વાતચીત કરીને તેમના ફોક ડાન્સ અને સંસ્કૃતિને સમજવાનો પ્રયાસ કરાયો. સફેદ રણમાં આ સંગીત અને સંસ્કૃતિનો મહોત્સવ આવતીકાલ એટલે કે 30 જાન્યુઆરી સુધી યોજાશે.
Kutch Rann Utsav 2026 : કચ્છ રણોત્સવમાં Studio On Wheels | Gujarat First
Rann Utsav Kutch, Studio On Wheels, Rann Utsav 2026, Kutch Festival, Gujarat Tourism, Rann of Kutch, Kutch Travel, Live from Rann Utsav, Cultural Festival Gujarat, Gujarat First News@vishvek11 #Kutch… pic.twitter.com/V8lU0gZioL
— Gujarat First (@GujaratFirst) January 29, 2026
આ પણ વાંચો - Studio On Wheels: યુરિયાને બાય-બાય, 'નેનો ખાતર'ને વેલકમ! નવી ટેક્નોલોજી અપનાવી વિજાપુરના ખેડૂતો બન્યા પ્રગતિશીલ
વસુદૈવ કુટુંબકમનો સંદેશ, ગુજરાત ફર્સ્ટ અધિકૃત મીડિયા પાર્ટનર બન્યું
માહિતી અનુસાર, આ રણોત્સવ થકી ‘નમસ્તે વર્લ્ડ’ થીમ (Namaste World) સાથે વૈશ્વિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ વસુદૈવ કુટુંબકમની ભાવનાને જીવંત બનાવતો ભવ્ય ઉત્સવ છે. સમગ્ર ઇવેન્ટનું ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) અધિકૃત મીડિયા પાર્ટનર બન્યું છે. રણોત્સવથી ગુજરાત ફર્સ્ટ પર SUPER EXCLUSIVE પ્રસારણ કરાયું. વિદેશી મહેમાનોનાં મીઠા આવકારનું સ્વપ્ન સાકાર થયું છે. દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની (PM Narendrabhai Modi) કલ્પનાને આ કચ્છ (Kutch) રણોત્સવ સાકાર કરે છે. દેશ-વિદેશનાં મહેમાનો માટે રણોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ પણ આ ઐતિહાસિક ક્ષણોની સાક્ષી બની છે.
આ પણ વાંચો - Studio On Wheels: ભૂકંપથી સ્મૃતિવન સુધીની સફર Vinodbhai Chavda Exclusive with Dr Vivek Kumar Bhatt


