Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: 'ટ્રેક્ટર ભરીને ખાતર લાવવાના દિવસો ગયા, હવે બોટલનો જમાનો', ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની નેનો પ્રોડક્ટ્સ

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના નવતર અભિગમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) દ્વારા રાજકોટ (Rajkot) ના મેટોડા ગામના ખેડૂતો સાથે સીધો સંવાદ યોજવામાં આવ્યો હતો.
studio on wheels   ટ્રેક્ટર ભરીને ખાતર લાવવાના દિવસો ગયા  હવે બોટલનો જમાનો   ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની નેનો પ્રોડક્ટ્સ
Advertisement
  • Studio On Wheels માં Rajkot ના Metoda ગામના ખેડૂતો સાથે સીધો સંવાદ
  • ઈફકો નેનો યુરિયા અને ડીએપીના ઉપયોગથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન
  • જમીનને કઠણ થતી અટકાવવા ખેડૂતોએ નેનો યુરિયા પર મૂક્યો ભરોસો
  • નેનો યુરિયાના ઉપયોગથી ખેડૂતોના ખર્ચમાં 50 % સુધીનો ઘટાડો

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના નવતર અભિગમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) દ્વારા રાજકોટ (Rajkot) ના મેટોડા ગામના ખેડૂતો સાથે સીધો સંવાદ યોજવામાં આવ્યો હતો. આ સંવાદમાં ઈફકો નેનો યુરિયા અને નેનો ડીએપી પ્રવાહી ખાતરના વપરાશ, તેનાથી થતા આર્થિક ફાયદા અને જમીનની ફળદ્રુપતા અંગે ખેડૂતોએ પોતાના અનુભવો શેર કર્યા હતા.

IFFCO Nano પ્રોડક્ટ્સના ઉપયોગથી આર્થિક અને શારીરિક ફાયદા

ખેડૂતોએ જણાવ્યું હતું કે અગાઉ રાસાયણિક ખાતરની ભારે થેલીઓ લાવવા માટે ટ્રેક્ટર કે મજૂરોની જરૂર પડતી હતી, જ્યારે હવે તે એક નાની બોટલમાં ઉપલબ્ધ છે.

Advertisement

પરિવહન અને સંગ્રહ: 500 મિલીની એક બોટલ આખી થેલી જેટલું કામ આપે છે, જેનાથી પરિવહન ખર્ચ અને શારીરિક મહેનત ઘટે છે.

Advertisement

ખર્ચમાં બચત:નેનો યુરિયા અને ડીએપી પરંપરાગત ખાતર કરતા સસ્તા પડે છે અને ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.

પાક અને જમીન પર તેની અસરો

મેટોડાના ખેડૂતોએ જીરું, ચણા, સોયાબીન, ડુંગળી અને લસણ જેવા પાકોમાં નેનો ખાતરનો પ્રયોગ કર્યો છે.

ઉત્તમ અંકુરણ : બીજ પટ આપવાથી અંકુરણ બે-ત્રણ દિવસ વહેલું થાય છે અને છોડનો ગ્રોથ વધુ સારો જોવા મળે છે.

જમીનની જાળવણી: રાસાયણિક ખાતરથી જમીન કઠણ થઈ જતી હતી, જ્યારે નેનોના ઉપયોગથી જમીનની નરમાશ અને ફળદ્રુપતા જળવાઈ રહે છે.

પીયત વગર છંટકાવ: પરંપરાગત યુરિયા માટે ભેજ કે પીયતની જરૂર રહેતી હતી, જ્યારે નેનો યુરિયાનો સીધો પાંદડા પર છંટકાવ કરી શકાય છે.

ખેડૂતોની માંગ અને સૂચનો

સંવાદ દરમિયાન ખેડૂતોએ ઈફકો કંપની અને સરકાર પાસે કેટલીક અપેક્ષાઓ પણ વ્યક્ત કરી હતી.

તાલીમ અને સમજણ:નેનો ખાતરનો કેટલો અને કઈ રીતે છંટકાવ કરવો તેની યોગ્ય સમજણ આપવા માટે ટ્રેનિંગ કેમ્પ યોજવા જોઈએ.

માહિતીનું આદાન-પ્રદાન: સબસીડી અને નવી પ્રોડક્ટ્સ વિશે ફિલ્ડ ઓફિસર દ્વારા ખેડૂતોને સમયાંતરે જાણકારી આપવામાં આવે તે જરૂરી છે.

ખેડૂતોના મતે 'નેનો યુરિયા' અને 'નેનો ડીએપી' એ આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ખેડૂત બનવા તરફનું એક મોટું કદમ છે. ડ્રોન દ્વારા છંટકાવની આધુનિક પદ્ધતિથી ખેતી વધુ સરળ અને નફાકારક બની રહી છે.

આ પણ વાંચો: Patan: હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું, અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં રાસ-ગરબા

Tags :
Advertisement

.

×