Studio on Wheels: રાજકોટમાં પત્રકારત્વના બે દિગ્ગજોનો મિલાપ, બદલાતા પ્રવાહો અને પત્રકારત્વના મૂલ્યો પર ખાસ સંવાદ
- 'Studio on Wheels' ની ટીમ પહોંચી રંગીલા રાજકોટમાં
- Studio on Wheels ની ટીમે 'આજકાલ' (Aajkaal) ની શુભેચ્છા મુલાકાત લીધી
- પત્રકારત્વના બે દિગ્ગજોનો રાજકોટમાં અદભૂત મિલાપ
- ડૉ. વિવેક કુમાર ભટ્ટે બિરદાવી 'આજકાલ'ની સત્ય પ્રત્યેની નિષ્ઠા
- લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત કરતું 'આજકાલ' અખબાર
Studio on Wheels : રાજકોટ (Rajkot) ના આંગણે પત્રકારત્વના બે દિગ્ગજ માધ્યમોનો અદભૂત મિલાપ જોવા મળ્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ જ્યારે રંગીલા રાજકોટ પહોંચી, ત્યારે ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) છેલ્લા 26 વર્ષથી વાચકોના હૃદયમાં સ્થાન જમાવનાર અખબાર 'આજકાલ' (Aajkaal) ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ મુલાકાતમાં પત્રકારત્વના બદલાતા પ્રવાહો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
Studio on Wheels ની ટીમે 'આજકાલ' (Aajkaal) ની શુભેચ્છા મુલાકાત લીધી
જ્યારે પત્રકારત્વમાં મૂલ્યો અને લોકપ્રિયતાનો સંગમ થાય છે ત્યારે અતૂટ વિશ્વાસ (Trust) પેદા થાય છે. 'આજકાલ' અખબારે સદીના પા ભાગથી પણ વધુ સમય એટલે કે 26 વર્ષથી સત્ય પ્રત્યેની પોતાની નિષ્ઠા જાળવી રાખી છે. ડૉ. વિવેક કુમાર ભટ્ટે આ ભવ્ય સફળતા બદલ અખબારની કામગીરીને બિરદાવી હતી.
પાંચ આવૃત્તિઓ સાથે અનોખો રેકોર્ડ
મેનેજિંગ ડિરેક્ટર (Managing Director) ચંદ્રેશભાઈ જેઠાણી સાથેના સંવાદમાં જાણવા મળ્યું કે 'આજકાલ' ગુજરાતનું કદાચ એકમાત્ર સાંજનું અખબાર (Evening Newspaper) છે જે પાંચ આવૃત્તિઓ ધરાવે છે. રાજકોટ, જામનગર, અમદાવાદ ઉપરાંત પોરબંદર અને ભાવનગરથી પ્રકાશિત થઈને આ અખબારે એક નવો જ રેકોર્ડ (Record) સ્થાપિત કર્યો છે.
Studio on Wheels Rajkot: પત્રકારત્વના બે દિગ્ગજોનો મિલાપ: Gujarat First અને Aajkaal વચ્ચે ખાસ સંવાદ
નમસ્કાર દર્શક મિત્રો, 'Studio on Wheels' ની ટીમ આજે પહોંચી છે રંગીલા રાજકોટમાં.
પત્રકારત્વના ક્ષેત્રમાં જ્યારે મૂલ્યો અને લોકપ્રિયતાનો સંગમ થાય છે, ત્યારે સર્જાય છે એક અતૂટ… pic.twitter.com/Aki6jEhCos— Gujarat First (@GujaratFirst) April 9, 2026
ડૉ. વિવેક કુમાર ભટ્ટ દ્વારા 'આજકાલ'ના તંત્રીનું સન્માન
આ મુલાકાત માત્ર વ્યવસાયિક નહીં પરંતુ સંબંધોની પણ રહી હતી. ડૉ. વિવેક કુમાર ભટ્ટ દ્વારા 'આજકાલ'ના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કાનાભાઈ બાટવાનું વિશેષ સન્માન (Honor) કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ પત્રકારત્વના આદર અને પરંપરાની યાદ અપાવે છે.
ડિજિટલ પ્લેટફોર્મ પર 'આજકાલ' નો દબદબો
સમયની સાથે પરિવર્તન લાવવામાં આ ગ્રુપ હંમેશા અગ્રેસર રહ્યું છે. સોશિયલ મીડિયા (Social Media) અને વેબસાઇટ (Website) ના માધ્યમથી 'આજકાલ' આજે લાખો લોકો સુધી ક્ષણ-ક્ષણની વિગતો પહોંચાડી રહ્યું છે. ચંદ્રેશભાઈના વિઝનરી લીડરશિપ (Visionary Leadership) હેઠળ અખબારે ડિજિટલ ક્ષેત્રમાં પણ પોતાની મજબૂત પકડ જમાવી છે.
લોકશાહીના ચોથા સ્તંભની મજબૂતી
ચંદ્રેશભાઈ જેઠાણીએ સંવાદ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે તેમનો ધ્યેય હંમેશા તટસ્થ રહીને લોકશાહીના ચોથા સ્તંભ (Fourth Estate) ને મજબૂત કરવાનો રહ્યો છે. 'તંત્રની સાથે પણ અને તંત્રની સામે પણ' ના સૂત્ર સાથે તેઓ સમાજની સાચી ઓળખ રજૂ કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ દ્વારા 'આજકાલ' અખબારને શુભકામનાઓ પાઠવવામાં આવી
ગુજરાત ફર્સ્ટ દ્વારા 'આજકાલ' અખબારને તેની આ ભવ્ય સફર અને સિદ્ધિઓ માટે હાર્દિક શુભકામનાઓ (Best Wishes) પાઠવવામાં આવી હતી. પત્રકારત્વનો આ દીવો આમ જ પ્રજ્વલિત રહીને સમાજને રાહ ચીંધતો રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Studio on Wheels: ડ્રેગન ફ્રૂટ અને સીતાફળની ખેતીમાં જોરદાર નફો! ખેડૂત પોપટભાઈ પાટીદારે ખેતીને બનાવ્યો બિઝનેસ


