Studio On Wheels : કચ્છનાં Supercop દિલીપભાઈ અગ્રાવતની શૌર્યગાથા જાણી તમે પણ ગર્વ અનુભવશો!
- Studio On Wheels માં બાહોશ અધિકારી સાથે ખાસ સંવાદ
- સરહદનાં સુપરકોપ તરીકે જાણીતા બાહોશ અધિકારી દિલીપભાઈ અગ્રાવત સાથે વાતચીત
- ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટનો દિલીપભાઈ અગ્રાવત સાથે ખાસ સંવાદ
- બાળપણથી જ ખાખી વર્દી પહેરવાનો શોખ, NCCમાં જોડાયા અને નેશનલ હોકી પણ રમ્યા
- પહેલા જ પ્રયત્ને 1981માં સીધા PSI બન્યા, દાઉદ ઈબ્રાહિમને ઝડપનારી ટીમના સભ્ય
- સલાયાના કુખ્યાત સાલેહ મહોમ્મદનું એન્કાઉન્ટર, કતલખાના બંધ કરાવતા કચ્છમાં થઈ બદલી
ગુજરાત ફર્સ્ટનું મહારથ 'Studio On Wheels' હાલ કચ્છ પહોંચ્યું છે. સાહસ, શૌર્ય અને સમર્પણની ભૂમિ Kutch ની ધરા પર ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટનો (Dr. Vivek Kumar Bhatt) સરહદનાં સુપરકોપ તરીકે જાણીતા એવા બાહોશ અધિકારી શ્રી દિલીપભાઈ અગ્રાવત (Shri Dilipbhai Agravat) સાથે ખાસ સંવાદ થયો. દિલીપભાઈ અગ્રાવત એક એવા નીડર પોલીસ અધિકારી કે જેમણે કચ્છ (Kutch) થી લઈ રાજસ્થાન (Rajasthan) સુધી બાતમીદારોનું એવું જબરદસ્ત નેટવર્ક ઊભું કર્યું કે ગુનેગારો થરથર કાંપતા હતા. બાળપણથી જ ખાખી વર્દીનો શોખ ધરાવતા દિલીપભાઈ અગ્રાવત એ NCC અને નેશનલ હોકી બાદ 1981 માં પહેલા જ પ્રયત્ને PSI બનીને ઇતિહાસ રચ્યો હતો.
RDX નો જથ્થો ઝડપ્યો, ડોન દાઉદ ઇબ્રાહિમને ઝડપનારી ટીમમાં યોગદાન
આ ઇન્ટરવ્યૂમાં જાણો તેમની કારકિર્દીનાં સૌથી મોટા અને જોખમી ઓપરેશન્સ વિશે : કેવી રીતે તેમણે RDX નો મોટો જથ્થો ઝડપીને દેશમાં થનારી મોટી જાનહાનિ ટાળી હતી ? અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) ને ઝડપનારી ટીમમાં તેમનું શું યોગદાન હતું અને દાઉદના જાપ્તાની ફરજ દરમિયાનનાં અનુભવો કેવા હતા ? સલાયાનાં કુખ્યાત સાલેહ મોહમ્મદ (Saleh Mohammad) નું એન્કાઉન્ટર અને એકસાથે 18-19 દાણચોરોને ઝડપી લેવાની રોમાંચક વાતો....
Studio on Wheels: Kutch ના Supercop Dilipbhai Agravat ની શૌર્યગાથા with Dr. Vivek Kumar Bhatt
સાહસ, શૌર્ય અને સમર્પણની ભૂમિ Kutch ની ધરા પર, Studio On Wheels ના આ વિશેષ એપિસોડમાં Dr. Vivek Kumar Bhatt સંવાદ કરી રહ્યા છે સરહદના સુપરકોપ તરીકે જાણીતા બાહોશ અધિકારી Shri Dilipbhai… pic.twitter.com/40EDeW6EfI
— Gujarat First (@GujaratFirst) January 31, 2026
સર પૂછતા ત્યારે હું હંમેશા પોલીસ લખતો : દિલીપભાઈ અગ્રાવત
બાહોશ અધિકારી દિલીપભાઈ અગ્રાવતનો જન્મ જુનાગઢમાં (Junagadh) શારદાગ્રામમાં થયો હતો અને ત્યાં જ ભણતર કરી ત્યાંથી શરૂઆત કરી. તેમણે કહ્યું કે, 'અમારા સ્કૂલમાં પાંચમાં ધોરણમાં બાળક આવે એટલે એને પૂછવામાં આવતું કે તારે શું બનવું છે ? તો ત્યારે હું હંમેશા પોલીસ લખતો. જ્યારે અન્ય બાળકો ડોક્ટર, એન્જિનિયર એવું લખતા. મને પહેલાથી જ પોલીસમાં જવાનો શોખ હતો. તે પાછળ કારણ શું એ મને નહોતી ખબર.' દિલીપભાઈ અગ્રાવતે (Dilipbhai Agravat) આગળ કહ્યું કે, 'કોલેજમાં એનસીસીમાં નેશનલ હોકી રમ્યો. ત્યાર બાદ 1981 માં પહેલા જ પ્રયત્નમાં પીએસઆઈમાં સિલેક્શન થયું.'
'બાહોશ અધિકારી પી.કે. દત્તા સાહેબ પાસેથી ટ્રેનિંગ લીધી'
દિલીપભાઈ અગ્રાવતે જણાવ્યું કે, 'પહેલી પોસ્ટિંગ બરોડામાં થઈ હતી. ત્યાં બાહોશ અધિકારી પી.કે. દત્તા સાહેબ (P.K. Dutta) પાસેથી ટ્રેનિંગ લીધી. એક પોલીસ અધિકારી કેવો હોવો જોઈએ. લોકો સાથે કઈ રીતે કામ કરવું જોઈએ સહિતનાં ગુણ તેમની પાસેથી શીખ્યા. એમનું કહેવું હતું કે, પોલીસથી ગુનેગારો ડરવા જોઈએ. સારો માણસ તો તમારી પાસે આવવો જોઈએ.'
'દવાખાને આવ્યો ત્યારે કોઈને ખબર નહોતી કે તે દાઉદ છે'
દાઉદ ઇબ્રાહિમની (Dawood Ibrahim) ધરપકડ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, 'દમનનાં લલ્લુ જોગી અને બધા લોકોએ બરોડામાં ડેરો નાખ્યો હતો એ સમયે હું ટ્રેનિંગમાં દાદા સાહેબ પાસે જ હતો અને દાઉદ જ્યારે હાઈવે પરથી નીકળ્યો ત્યારે એના પર ફાયરિંગ થયું હતું. ખરેખર, પોતાને અંદરની ગાડીમાંથી અલી અંતુલે કરીને બીજો ગુનેગાર હતો એની પિસ્ટલમાંથી ફાયર થઈ ગયો એટલે દવાખાને આવ્યા હતા. દત્તા સાહેબે પ્રાથમિક તપાસ કરી ત્યારે વાત અને ફરિયાદ કંઈ જામતી નહોતી. દરમિયાન, સાહેબને અંદરથી માહિતી મળી કે જેને પકડીને દવાખાને લાવ્યા છે તે ખરેખર દાઉદ છે. દત્તા સાહેબે અમદાવાદ, વડોદરા ટીમ ત્યાર કરી અને પછી હોટેલો પર ચેકિંગ શરૂ કર્યું. સમગ્ર ગુજરાતમાંથી લગભગ 18 થી 19 દાણચોરો પકડાયા હતા.'
આ પણ વાંચો - Studio On Wheels: શું ભવિષ્યમાં ડૉક્ટરની જગ્યા AI લેશે? જાણો મહેસાણાના મેડિકલ સ્ટુડન્ટ્સે શું કહ્યું
કુખ્ચાત સાલેહ મોહમ્મદના એન્કાઉન્ટર અંગે કરી વાત
કુખ્ચાત સાલેહ મોહમ્મદ (Saleh Mohammad) નાં એન્કાઉન્ટર અંગે વાત કરતા તેમણે કહ્યું કે, 'મારી પોસ્ટિંગ વેરાવળમાં ત્યારે ત્યાં ઘરફોડ ચોરી બહુ થતી હતી. ત્યારે માથાભારે સાલેહ મોહમ્મદ એટલો શારીરિક સક્ષમ અને મજબૂત હતો કે પોલીસ પકડવા જાય તો એ ધક્કા મારીને ભાગી જતો અને ડેઈલી ચોરી કરતો. જ્યાં પણ ચોરી કરે ત્યાં રોકાય, ભજીયા બનાવીને ખાય અને ટોયલેટ કરીને જાય. તે બંધ મકાનોને ટાર્ગેટ કરતો. આથી દિવસે અમે જેટલા બંધ મકાન હોય તેનું ચેકિંગ કરીએ. દરમિયાન, રાત્રિ સમયે એક બંધ મકાન કે જ્યાં તાળા હતા ત્યાં બીજા દિવસે સવારે તાળા નહોતા એવું ધ્યાને આવ્યું. આથી, અમે અંદર ગયા. ત્યારે તે અમને જોઈ ગયો અને તમંચાથી ફાયર કર્યું. હું હંમેશા રિવોલ્વર ભરેલી રાખું. બીજા ફાયર માટે દેશી તમંચો ખોલવામાં તેને સમય લાગ્યો અને આ દરમિયાન મને સમય મળી ગયો અને નેચરલ કોર્સમાં થઈ ગયું.' જણાવી દઈએ કે, માત્ર 15 દિવસમાં દિલીપભાઈ અગ્રાવતે મોટાભાગનાં કતલખાના પણ બંધ કરાવ્યા હતા. કચ્છમાં પોસ્ટિંગ દરમિયાન દિલીપભાઈ અગ્રાવતે (Dilipbhai Agravat) ફૂટ પ્રિન્ટ ટ્રેક કરીને 24 કિલો RDX નો મસમોટો જથ્થો ઝડપ્યો હતો. વર્ષ 1999 માં સૌથી મોટું ઓપરેશન પાર પાડયું હતું, જે હેઠળ એક રિવોલ્વર લઈ 7 આતંકીને સરેન્ડર કરાવ્યું હતું.
આ પણ વાંચો - STUDIO ON WHEELS : રણોત્સવથી Gujarat First પર SUPER EXCLUSIVE પ્રસારણ, જુઓ 12 દેશનો ફોક ડાન્સ, સાંસ્કૃતિક ઝલક


