Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels: ચાની કીટલીથી વોટર પાર્કના માલિક સુધી, કડીના સાહસિક ઉદ્યોગપતિ કિરીટભાઈ પટેલની સંઘર્ષથી સફળતાની રિયલ કહાની!

'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ ( Dr. Vivek Kumar Bhatt) સાથેના વિશેષ સંવાદમાં કડીના સાહસિક ઉદ્યોગપતિ કિરીટભાઈ પટેલે ( Kiritbhai Patel) પોતાના જીવનના સંઘર્ષ અને 'શ્રી ગણેશા ફન વર્લ્ડ' (Shree Ganesha Fun World) ની સફળતાની ગાથા વર્ણવી હતી.
studio on wheels  ચાની કીટલીથી વોટર પાર્કના માલિક સુધી  કડીના  સાહસિક ઉદ્યોગપતિ કિરીટભાઈ પટેલની સંઘર્ષથી સફળતાની રિયલ કહાની
Advertisement
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં  કડીના સાહસિક ઉદ્યોગપતિ કિરીટભાઈ પટેલ ( Kiritbhai Patel) સાથે વિશેષ સંવાદ
  • કડીમાં મનોરંજન સાથે ભક્તિનો અનોખો સંગમ
  • બેંકની નોકરી છોડી શરૂ કર્યો બિઝનેસ, આજે 5 થી 6 હજાર લોકોને કરાવી રહ્યા છે મોજ
  • છેલ્લા 4 વર્ષથી તેમણે પાર્કના ચાર્જમાં કોઈ વધારો કર્યો નથી

Studio on Wheels: "મેનત અને મક્કમ નિર્ધાર હોય તો ચાની કીટલીથી વોટર પાર્કના માલિક સુધીની સફર પણ શક્ય છે." આ વાત સાબિત કરી છે કડીના સાહસિક ઉદ્યોગપતિ કિરીટભાઈ પટેલે ( Kiritbhai Patel) . ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ ( Dr. Vivek Kumar Bhatt) સાથેના વિશેષ સંવાદ'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં કિરીટભાઈએ પોતાના જીવનના સંઘર્ષ અને 'શ્રી ગણેશા ફન વર્લ્ડ' (Shree Ganesha Fun World) ની સફળતાની ગાથા વર્ણવી હતી.

ચાની કીટલીથી વોટર પાર્કના માલિક સુધીની સફર

કિરીટભાઈની સફળતા પાછળ 30 વર્ષનો લાંબો અને કઠિન સંઘર્ષ છુપાયેલો છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક સામાન્ય ચાની કીટલીથી કરી હતી. તેમણે જણાવ્યું કે, "એક સમય એવો હતો જ્યારે બધું જ ચાની કીટલી પર નિર્ભર હતું." ત્યારબાદ તેમણે બેંકમાં નોકરી કરી અનુભવ મેળવ્યો અને બેંક લોનની મદદથી કોટન જીનિંગ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. કોરોનાકાળ બાદ તેમણે કંઈક નવું કરવાનો વિચાર કર્યો અને જન્મે થયો 'શ્રી ગણેશા ફન વર્લ્ડ'નો.તેમણે કહ્યું કે, મને ભાઈ અને બહેને સપોર્ટ કર્યો છે"

Advertisement

23 વીઘામાં પથરાયેલું મનોરંજનનું ધામ

કડી ખાતે આવેલો આ વોટર પાર્ક માત્ર મનોરંજનનું સાધન નથી, પણ એક અનોખો વિચાર છે.વર્ષ 2022માં જ્યારે શરૂઆત થઈ ત્યારે માત્ર 17 રાઈડ્સ હતી, જે આજે વધીને 37 રાઈડ્સથઈ ગઈ છે. આ આખો પાર્ક 23 વીઘા જમીનમાં ફેલાયેલો છે.

Advertisement

ખાસ થીમ:આ પાર્કને 'કચ્છની થીમ' પર તૈયાર કરવામાં આવ્યો છે, જે મુલાકાતીઓને એક અલગ જ અનુભવ કરાવે છે.

ધાર્મિક વાતાવરણ: આ પાર્કની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં મુંબઈના સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા'ની આબેહૂબ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. લોકો મનોરંજનની સાથે ભક્તિના ભાવમાં પણ તરબોળ થાય તેવો ઉમદા અભિગમ અહીં જોવા મળે છે.

સસ્તી અને સારી સુવિધાનો મંત્ર

કિરીટભાઈનું માનવું છે કે, "મારે પબ્લિકને સગવડ આપવી છે, રકમ નહીં." આ જ કારણ છે કે છેલ્લા 4 વર્ષથી તેમણે પાર્કના ચાર્જમાં કોઈ વધારો કર્યો નથી.

ઓલ-ઈન્ક્લુઝિવ પેકેજ: અહીં ટિકિટ લીધા પછી જમવાથી લઈને તમામ સુવિધાઓ ફ્રી છે. ત્રણ વખત જમવાની વ્યવસ્થા અને શુદ્ધ પાણી પણ પાર્ક દ્વારા જ પૂ પાડવામાં આવે છે.

હાઉસફુલ બુકિંગ:લોકોના પ્રેમ અને વિશ્વાસને કારણે આજે સ્થિતિ એવી છે કે આખું વર્ષ આ પાર્ક હાઉસફુલ રહે છે અને આગામી વર્ષનું બુકિંગ પણ અત્યારથી થઈ ગયું છે. અહીં માત્ર વોટર પાર્ક જ નહીં, પણ એમેઝોન પાર્ક અને ગેમઝોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

શાળા પિકનિક અને લગ્ન પ્રસંગો માટે પહેલી પસંદ

વોટર પાર્કનો ધંધો આમ તો સીઝનલ (60 દિવસનો) ગણાય છે, પરંતુ શ્રી ગણેશા ફન વર્લ્ડમાં સ્કૂલ પિકનિક, પ્રાઈવેટ સેલિબ્રેશન અને લગ્ન પ્રસંગો માટે પણ વિશેષ વ્યવસ્થા હોવાથી અહીં બારેમાસ ધમધમાટ જોવા મળે છે. ખાસ કરીને શુદ્ધ ખોરાક અને સુવિધાઓને કારણે લગ્ન માટે આ સ્થળની ડિમાન્ડ ખૂબ વધી છે.

આ પણ વાંચો:  Studio On Wheels: ભૂકંપમાં સ્વજનો ખોયા પણ સેવા ન છોડી,પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાની હૃદયદ્રાવક કહાની

Tags :
Advertisement

.

×